'અજબ પ્રેમ કી ગજબ કહાની', લગ્નના 8 વર્ષ બાદ પતિ સાથે ખરીદી કરવા નીકળેલી યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ

'અજબ પ્રેમ કી ગજબ કહાની', લગ્નના 8 વર્ષ બાદ પતિ સાથે ખરીદી કરવા નીકળેલી યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ
પ્રતિકાત્મક તસવીર

બે સંતાનોની માતા એક દીકરીને ઘરે મૂકીને દીકરો સાથે લઈને ભાગતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો

  • Share this:
અમદાવાદ: ફિલ્મી કહાનીમાં આવતો ડાયલોગ "પ્યાર તો પ્યાર હોતા હે" ને સાર્થક કરતી પ્રેમ કહાની અમદાવાદ શહેરમાં સામે આવી છે. આઠેકક વર્ષ પહેલા લગ્ન થયા બાદ યુવતીએ સંતાનને જન્મ આપ્યો હતો. તે પિયરમાં આવી ત્યારબાદ પતિ તેને લઈને નીકળ્યો ત્યારે ખરીદી કરવાનું કહી આ યુવતી ભાગી ગઈ હતી. પરિવારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાં બીજીતરફ યુવતીના પ્રેમી સાથે વાત કરતા યુવતીના પરિવારજનો ને માર મારી ધમકી આપતા મામલો પોલીસસ્ટેશનમાં પહોંચ્યો હતો.

સરદારનગર માં રહેતા 62 વર્ષીય આધેડ પશુપાલન ના ધંધા સાથે સંકળાયેલા છે. સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમની દીકરીના લગ્ન આઠેક વર્ષ પહેલા એક ગામના યુવક સાથે કરાવ્યા હતા. યુવતીને એક દીકરી અને એક દીકરો પણ છે. લગ્ન બાદ આ યુવતી અવાર નવાર તેના પિયરમાં આવતી હતી. પિયરમાં આવતી ત્યારે તેના પરિવારજનોને જાણ થઈ હતી કે તેને સ્થાનિક ચીંટુ નામના યુવક સાથે પ્રેમ સંબંધ છે.



આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાના નવા 919 કેસ નોંધાયા, 24 કલાકમાં 828 દર્દીઓ સાજા થયા

ગત 13મીએ આ યુવતીનો પતિ તેને લેવા આવ્યો હતો. તેને લઈને નીકળ્યો બાદમાં આ યુવતી ખરીદી કરવાના બહાને કુબેરનગર ના એક માર્કેટમાં ગઈ હતી. ત્યાં પુત્ર માટે વસ્તુઓ લઈને આવે છે તેમ કહીને ત્યાંથી ભાગી ગઈ હતી. એક પુત્રીને અને પતિને મુકીને ભાગી જતા આ યુવતીનો પતિ તેના સાસરે પહોંચ્યો અને આ બાબતે જાણ કરી હતી.

આ પણ વાંચો :  અમદાવાદમાં 18 રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવાશે

જેથી યુવતીના પિતાએ ચીંટુ ના ઘરે જઈને તે ભગાવી લઈ ગયો હોવાની શંકા રાખી ચીંટુની માતા ને જાણ કરી હતી. થોડા સમય બાદ ચીંટુ આવતા જ તેણે આ બાબતને લઈને યુવતીના ભાઈ સાથે મારામારી કરતા મામલો સરદાર નગર પોલીસમથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ચીંટુ સોની સામે આઇપીસી 323, 294(b),506(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:July 17, 2020, 07:26 am