Home /News /madhya-gujarat /

અમદાવાદ: 'તું મને ટિફિનમાં રોટલી કેમ બનાવી નથી આપતી?' પતિના ત્રાસથી પત્નીએ ખાઇ લીધી દવાઓ

અમદાવાદ: 'તું મને ટિફિનમાં રોટલી કેમ બનાવી નથી આપતી?' પતિના ત્રાસથી પત્નીએ ખાઇ લીધી દવાઓ

જુના વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

Ahmedabad News: પતિ ક્યારેક નોકરી કરે તો ક્યારેક ના કરે, વારંવાર નાની નાની બાબતોને લઈને થતાં ઝઘડાના કારણે પત્નીએ અંતે કંટાળીને આ પગલું ભર્યું.

અમદાવાદ: શહેરમાં (Ahmedabd news) પતિ પત્નીના (husband wife) કંકાસના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે, ઘરકામ સહિતની નાની નાની બાબતો અને ટિફિનમાં રોટલી કેમ બનાવી આપતી નથી તેને લઈને થયેલા ઝઘડાના કારણે મહિલાએ કંટાળીને અલગ અલગ રોગ માટેની દવા ખાઈ લીધી.  આ બનાવ વાડજ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જુના વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મહિલાનો આક્ષેપ છે કે, તેનો પતિ ઘરનાં કામકાજ બાબતે તેમજ મહિલા ઘરે વહેલા મોડી પહોંચે ત્યારે શંકા કરીને તેની સાથે મારઝૂડ કરી ગંદી ગાળો બોલી ઝઘડો કરતો હતો. 24મી માર્ચે રાત્રિના બારેક વાગ્યાની આસપાસ જ્યારે મહિલાના પતિ ઘરે આવ્યો ત્યારે જમ્યા પછી તેની દીકરી ટીવી જોઈ રહી હતી. જેને ટીવીનો અવાજ ઓછો કરવાનું કહીને ઝઘડો કરીને બીભત્સ ગાળો બોલ્યો હતો. બાદમાં બીજે દ્દિવસે પણ ઝઘડો કરીને ઘરેથી બહાર ગયો હતો. 26મી માર્ચે સવારે 10 વાગ્યે મહિલાના પતિએ નોકરીએ જવાનું હોવાથી ટિફિન બનાવી આપવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદમાં રોમિયોની દાદાગીરી, યુવતીની માતાને કહ્યું-કેટલા દિવસ સંતાડીશ, એક દિવસ લઈ જઈશ

જેથી મહિલાએ ચણાની દાળ અને ભાત બનાવી આપ્યા હતા. જેથી તેના પતિએ તેને કહ્યું હતું કે, તું મને રોટલી કેમ બનાવી નથી આપતી.  તેમની દીકરીએ તમે રોટલી બનાવી આપવાનું કહ્યું હતું પરંતુ ફરિયાદીના પતિ ટિફિન લીધા વગર જ નોકરીએ નીકળી ગયા હતા. જ્યારે ફરિયાદી મહિલા અને તેની દીકરી ઘરે એકલા હતા ત્યારે તેમના પતિ ઘણાં સમયથી કામ ધંધો , નોકરી નહીં કરી, તેમના પર વહેલા મોડા આવવા અંગે શંકા કરી ઝઘડો મારઝુડ કરતા હોવાથી આ બધું વિચારીને ફરિયાદીને લાગી આવ્યું હતુ.

આ પણ વાંચો - પ્રેમીને પામવા પતિને છૂડાછેડા આપનાર પરિણીતાના થયા ખરાબ હાલ, ન્યાય માટે પહોંચી પોલીસ સ્ટેશન

તેમને થયું કે, પતિ સાથે ઘર સંસાર સારી રીતે ચાલશે નહીં. જેથી તેમણે ઘર માં પડેલી અલગ અલગ 10 થી 15 જેટલી દવાઓ ખાઈ લીધી હતી. જેની જાણ તેમની દીકરીને થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  જ્યારે પોલીસે ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Husband and Wife, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર