Home /News /madhya-gujarat /અમદાવાદઃ 'તું મને ગમત નથી, હું મારી પ્રેમિકા સાથે સબંધ ચાલુ રાખીશ,' પતિએ પત્નીના લાખ્ખો રૂપિયા ઉડાવ્યા

અમદાવાદઃ 'તું મને ગમત નથી, હું મારી પ્રેમિકા સાથે સબંધ ચાલુ રાખીશ,' પતિએ પત્નીના લાખ્ખો રૂપિયા ઉડાવ્યા

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: પતિને પ્રેમ સંબંધ (Love relation) તોડી નાખવા માટે સમજાવતા પતિ મહિલા સાથે બોલાચાલી ઝઘડો (husband wife fight) કરતો. એટલું જ નહિ મહિલાનું ઘર ગીરવે મૂકીને રૂપિયા 23 લાખ એશો આરામમાં ખર્ચ કરી દીધા.

અમદાવાદઃ તું મને ગમત નથી, હું મારી પ્રેમિકા સાથે સબંધ ચાલુ રાખીશ. પતિને પ્રેમ સંબંધ (Love relation) તોડી નાખવા માટે સમજાવતા પતિ મહિલા સાથે બોલાચાલી ઝઘડો (husband wife fight) કરતો. એટલું જ નહિ મહિલાનું ઘર ગીરવે મૂકીને રૂપિયા 23 લાખ એશો આરામમાં ખર્ચ કરી દીધા. આમ શારીરિક અને માનસિક ત્રાસ (wife harassment) આપીને ભાઈને મારી નાખવાની ધમકી આપતા અંતે મહિલા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મળતી માહિતી પ્રમાણે રખિયાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે લગ્ન બાદ તેને જાણવા મળ્યું હતું કે તેના પતિને અમદાવાદમાં એક છોકરી સાથે પ્રેમ સંબંધ છે. પતિને પ્રેમ સંબંધ તોડી નાખવા માટે સમજાવતા પતિ મહિલા સાથે બોલાચાલી ઝઘડો કરીને ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. અને કહેતા હતા કે  તું મને ગમત નથી, હું મારી પ્રેમિકા સાથે સબંધ ચાલુ રાખીશ. મહિલાને ઘર ખર્ચ માટે રૂપિયા પણ આપતા ન હતા અને મકાન ગીરવે મૂકીને રૂપિયા 23 લાખ પોતે લઈ ધંધા તેમજ એશોઆરામ વાપરી નાખ્યા હતા.

જ્યારે મહિલા નું વાહન પોતે લઈ લીધેલા તું અને મહિલાને રિક્ષામાં નોકરીએ આવવા જવા માટે કહ્યું હતું. મહિલા ના એ ટી એમ કાર્ડ પણ તેણે લઈ લીધા હતા અને જ્યારે પણ પગાર જમા થાય તો ઉપાડી ને વાપરી નાખતા હતા. મહિલા સ્ટાફ ના કર્મચારી સાથે વાતચીત કરે તો પણ તેનો પતિ વહેમ રાખતો અને વાત કરવાની મનાઈ કરતો હતો. અને તેની સાથે મારઝૂડ પણ કરતો હતો.

એટલું જ નહિ મહિલા ને ધમકી આપી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારા ભાઈ ને જાન થી મારી નાંખીશ. આમ અંતે કંટાળી ને મહિલા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીત સ્ત્રીના પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, માસૂમ બાળકનું અપહરણ કરનાર પ્રેમી ઝડપાયો

ઉલ્લેખનીય છે કે અમદાવાદના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં (viramgam rural police station) એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં એક 17 વર્ષની કિશોરીને (minor girl) યુવક હેરાન કરી રહ્યો હતો અને જે વાત કિશોરી દ્વારા તેમના પિતાને (father) કરતા પિતા પરિવારને સમજાવવા ગયેલ અને જે વાતનો ગુસ્સો રાખી યુવકના પિતરાઈ ભાઈઓએ કિશોરીના પિતાને માર (beaten) માર્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક! 10 ટકે 10 લાખની સામે 60 લાખ ચુકવ્યા, વધુ 40 લાખ માંગી અપહરણ કર્યું, દિનેશ દેસાઈ સહિત પાંચ સામે ફરિયાદ

વિગતવાર વાત કરીએ તો વિરમગામમાં રહેતા ફરિયાદીના 3 પુત્રીઓ છે અને જેમાં બીજા નંબરની પુત્રીને ગામનો એક યુવક રોકી અને કહેવા લાગેલ કે તને મારી સાથે સંબંધ રાખવો અને તું મારી સાથે કેમ બોલતી નથી જેથી કિશોરીએ આ વાતની જાણ પોતાના પિતાને કરતા પિતા પેહલા યુવકના ઘરે જઈને તેના માતા પિતાને કહેવા લાગેલ કે તમારો દીકરાને સમજાવી લો મારી પુત્રીને હેરાનના કરે એ વાતનો ઠપકો આપેલ.

ગત 1 માર્ચના રોજ ફરિયાદીને એ યુવક જે હેરાન કરી રહ્યો હતો તે મળી ગયેલ જેથી તેમને એને કહેલ કે કેમ તું મારી દીકરીને હેરાન કરે છે અને શુ બોલતો હતો ત્યાર બાદ યુવક ત્યાંથી ભાગીને ઘર ગયેલ અને જ્યાં વાત કરતા યુવકના 3 પિતરાઈ ભાઈઓ ભેગા મળીને ફરિયાદીને માર મારવા લાગેલ જેથી તેમને હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો.હાલ આ મામલે પોલીસે ipc 323,324,504 અને 114 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news