અમદાવાદઃ પ્રેમી સાથે લગ્ન કરવા પત્નીએ જ ઘડ્યો હતો પતિની હત્યાનો ખતરનાક પ્લાન

News18 Gujarati
Updated: June 20, 2018, 3:51 PM IST
અમદાવાદઃ પ્રેમી સાથે લગ્ન કરવા પત્નીએ જ ઘડ્યો હતો પતિની હત્યાનો ખતરનાક પ્લાન
રેખા, નીતિન મરાઠી, દર્શિલ

  • Share this:
અમદાવાદ નજીક આવેલા હાથીજણ ગામ પાસે મળી આવેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં મૃતક યુવકની પત્ની અને તેના પ્રેમી તેમજ એક અન્ય યુવકની પોલીસે ધરપકડ કરી છે. યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનો પણ ખુલાસો થયો છે. એવો પણ ખુલાસો થયો છે કે પત્નીએ તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સ્કૂલના ટ્રસ્ટી એવા હરેશ પટેલની હત્યા કરી નાખી હતી.

શું હતો બનાવ?

મંગળવારે પોલીસને એવી માહિતી મળી હતી કે હાથીજણ ખારી કેનાલ પુલ નજીક એક વ્યક્તિની સળગાવી દેવામાં આવેલી લાશ પડી છે. માહિતી મળ્યા બાદ વિવેકાનંદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતકની લાશને એટલી હદે સળગાવી દેવામાં આવી હતી કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલી બની ગઈ હતી. જોકે, પોલીસની મદદે એક યુવક આવ્યો હોવાથી પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકી હતી.

પતિ વ્યસ્ત રહેતો હોવાથી પત્ની પાડોશીના પ્રેમમાં પડી

પોલીસના જણાવ્યા પ્રમાણે નીતિન મરાઠી નામના યુવકને મૃતક હરેશ પટેલની 35 વર્ષીય પત્ની રેખા સાથે આડા સંબંધો હતા. 22 વર્ષીય નીતિન મરાઠી ઓઢવ વિસ્તારમાં માતાપિતા સાથે ભાડાના મકાનમાં રહે છે. નીતિને પોતાનો ગૂનો કબૂલી લેતા કહ્યું હતું કે તેને પાડોશમાં રહેતી પરિણીતા રેખા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. મૃતક હરેશ પટેલ નરોડા વિસ્તારમાં આવેલી વિવેકાનંદ સ્કૂલનો ટ્રસ્ટી હતો. આ જ કારણે તે અવાર નવાર ઘરની બહાર રહેતો હતો. આ દરમિયાન તેની પત્ની રેખા નીતિનના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

પતિની હત્યાનો પ્લાન બનાવ્યોનીતિન અને રેખાના પ્રેમ સંબંધ બંધાયા બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ માટે બંનેએ હરેશને રસ્તામાંથી દૂર કરવાનો પ્લાન ઘડ્યો હતો. પતિની હત્યા માટે રેખાને તેના પ્રેમી નીતિન પટેલ અને દર્શિલ પંડ્યા નામના એક યુવકની મદદ લીધી હતી.

દારૂની પાર્ટી કરવા મળ્યાં

પ્લાન પ્રમાણે નીતિન મરાઠી પ્રેમિકાના પતિ હરેશ પટેલને લઈને હાથીજણ ખારી કેનાલ બ્રિજ નીચે પહોંચ્યો હતો. નીતિને રસ્તામાંથી તેના મિત્ર દર્શિલને પણ સાથે લીધો હતો. ત્રણેયએ અહીં દારૂ પાર્ટી કરવનો પ્લાન ઘડ્યો હતો. દારૂની પાર્ટી દરમિયાન નીતિને હરેશને છરીના અનેક ઘા મારી દીધા હતા, તેમજ એક પથ્થરથી તેનું મોઢું છૂંદી નાખ્યું હતું. બાદમાં પેટ્રોલ છાંટીને તેની લાશને સળગાવી દીધી હતી.
First published: June 20, 2018, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading