પૂર્વ IPS સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા પ્રોટેક્શન માટે HCમાં અરજી

News18 Gujarati
Updated: May 8, 2019, 5:36 PM IST
પૂર્વ IPS સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા પ્રોટેક્શન માટે HCમાં અરજી
ગુજરાત હાઇકોર્ટની તસવીર

  • Share this:
સંજય જોષી, અમદાવાદઃ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ અને તેમ ઘરની બહાર કેટલાક અજાણયા લોકો વોચ રાખતા હોવાની માંગ સાથે પોલીસ પ્રોટેક્શન મેળવવા માટે દાખલ કરાયેલી પર જસ્ટીસ સોનિયા ગોકાણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકાર પક્ષના વકીલે આ મુદે રાજ્ય સરકારની હાયર ઓથોરિટી સાથે ચર્ચા કર્યા બાદ પોતાનું વલણ હાઈકોર્ટ સમક્ષ રજુ કરવાની દલીલ કરી હતી. આ મામલે વધુ સુનાવણી 10મી જુનના રોજ હાથ ધરવામાં આવશે.

21 વર્ષ જુના 1996 NDPS કેસમાં સંજીવ ભટ્ટ છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં છે ત્યારે પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા સુરક્ષા મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.. અરજદાર શ્વેતા ભટ્ટે પીટીશનમાં આક્ષેપ કર્યો છે કે ઘણા સમયથી કેટલાક અજાણયા લોકો તેમના ઘરની બહાર વોચ રાખી આટાફેરા મારે છે..ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ આઈઆઈએમ પાસે તેમની કારનો અકસ્માત પણ થયો હતો. અજાણયા લોકો અને પોલીસ તેમનો પીછો કરતી હોવાનું પણ શ્વેતા ભટ્ટે આક્ષેપ કર્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ 'રૂપિયા આપો નહિ તો નહીં છોડીએ' અમદાવાદના PSIની દાદાગીરી

 અરજદારનો આક્ષેપ છે કે પોલીસ સાદા કપડામાં તેમનો અને પુત્રનો પીછો કરે છે જેથી ઘણીવાર એ બાબતે આંકલન કરવું અધરૂ થઈ જાય છે કે પીછો કરનાર પોલીસ અધિકારી છે કે અન્ય કોઈ અસામાજીક તત્વ છે. લોકો આવી રીતે પીછો કરતા હોવાથી ડરની લાગણી અનુભવાતી હોવાનું અરજદારે કહ્યું હતું. હમેશા પીછો કરવો એ રાઈટ ટુ પ્રાઈવસીનો પણ ભંગ છે અને સાથે સાથે તેને હેરાનગતિ પણ કહી શકાય જેથી અરજદારે પોલીસ પ્રોટેકશનની માંગ કરી છે.

અરજદારનો આક્ષેપ છે કે તેમના પત્ની ત્રણ મહિનાથી જેલમાં છે અને તેમને આપવામાં આવેલી સુરક્ષા પણ રાજ્ય સરકાર દ્વારા અચાનક જ પાછી ખેંચી લેવામાં આવી છે. વર્ષ 2012માં વડાપ્રધાન મોદી સામે મણિનગર મત વિસ્તારથી ચુંટણી લડી હોવાથી હેટ ક્રાઈમનો ભોગ બની હોવાનું શ્વેતા ભટ્ટે પીટીશનમાં ઉલ્લેખ કર્યો છે.

21 વર્ષ જુના NDPS કાંડમાં સંડોવાયા બાદ રાજ્ય સરકાર દ્વારા અચાનક જ જુલાઈ 2018માં સંજીવ ભટ્ટને લાંબાગાળાથી અપાયેલો પોલીસ પ્રોટેક્શન પાછો ખેંચી લેવામાં આવ્યો હતો જ્યારબાદ સંજીવ ભટ્ટ દ્વારા પોલીસ પ્રોટેક્શન મેળવવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી..ગત વર્ષ 5મી સપ્ટેમ્બરના રોજ પાલનપુર NDPS કેસમાં ભટ્ટની ધરપકડ બાદ સુપ્રિમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભટ્ટની ધરપકડ બાદ તેમના પરિવારજનો પર ડરનો માહોલ વધી ગયો હોવાથી સુપ્રિમ કોર્ટના નિર્દેશ પ્રમાણે શ્વેતા ભટ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
First published: May 8, 2019, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading