અમદાવાદઃ દેવાદાર પતિની પૈસાની માંગણીના ત્રાસથી પત્નીનો આપઘાત

News18 Gujarati
Updated: July 21, 2019, 4:52 PM IST
અમદાવાદઃ દેવાદાર પતિની પૈસાની માંગણીના ત્રાસથી પત્નીનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

લગ્ન બાદ નિપુલને શેરબજારમાં સટ્ટો રમવાની ખરાબ આદતના કારણે બધા જ પૈસા ગુમાવી દીધા હતા. ઘરમાં પગાર પણ આપવાનું બંધ કરી દીધું હતું.

  • Share this:
હર્મેષ સુખડિયા, અમદાવાદઃ નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ નગરમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી આપઘાત કર્યો હતો. આ મામલે મૃતક પરિણીતાના પિતાએ તેઓ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શેરબજારમાં દેવું થઇ જતા પરિણીતાનો પતિ પીયરમાંથી પૈસા લઇ આવવા દબાણ કરતો હતો અને મારઝૂડ કરી ત્રાસ આપતો હતો.

વાસણાના પૂજન એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઇ શાહની 37 વર્ષની પુત્રી આનલ શાહના 2008માં નિપુલ શાહ સાથે લગ્ન થયા હતા. બે વર્ષ પહેલા તેઓ નારણપુરાના સરદાર પટેલ નગરમાં રહેવા ગયા હતા. લગ્ન બાદ નિપુલને શેરબજારમાં સટ્ટો રમવાની ખરાબ આદતના કારણે બધા જ પૈસા ગુમાવી દીધા હતા. ઘરમાં પગાર પણ આપવાનું બંધ કરી દીધું હતું.

દેવાના પૈસા તેમની માતાના રિટાયરમેન્ટના પૈસાની એફડીમાંથી તોડાવીને ચૂકવ્યાં હતા. છતા નિપુલ તેની પત્નીને પૈસા લઇ આવવા દબાણ કરતો હતો. આનલના બચત કરેલા રૂપિયા પણ સટ્ટામાં હારી ગયો હતો. અવારનવાર ઝઘડાના કારણે આનલ ઘર છોડી તેની બહેનપણીના ઘરે જતી રહી હતી. સટ્ટો નહી રમવા સમજાવવા છતા તે માનતો ન હતો.

આ પણ વાંચોઃ-મામાએ ભાણી પર બળાત્કાર ગુજાર્યો, સગીરાએ અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો

અવાર નવાર સમજાવવા છતા તે સમજતો ન હતો અને શારિરીક માનસિક ત્રાસ આપતા 19 જુલાઇના રોજ આનલે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: July 21, 2019
વધુ વાંચો
अगली ख़बर