અમદાવાદ : ફ્રેન્ડશીપ ડેના દિવસે પત્ની મિત્રોને મળવા ગઈ, પતિ આવી પહોંચતા ધમાલ

News18 Gujarati
Updated: August 5, 2019, 9:02 AM IST
અમદાવાદ : ફ્રેન્ડશીપ ડેના દિવસે પત્ની મિત્રોને મળવા ગઈ, પતિ આવી પહોંચતા ધમાલ
પ્રતિકાત્મક તસવીર

પત્ની તેના મિત્રોને મળવા ગઈ તે પતિને ન ગમ્યું હોવાથી પતિએ જાહેરમાં પત્નીનીની આબરૂ લજવાય તેવા શબ્દો કહ્યાં હોવાની ફરિયાદ

  • Share this:
હરમેશ સુખડિયા, અમદાવાદ :  ફ્રેન્શીપ ડે ના દિવસે શહેરમાં કોઇને કોઇ બનાવો તો બનતા જ રહે છે. ચાહે છેડતી હોય કે અન્ય કોઇ મુદ્દે બબાલ હોય. પણ વસ્ત્રાપુરમાં પતિ અને પત્નીની બબાલ ફ્રેન્ડશીપ ડે ના દિવસે સામે આવી છે. બોપલ ખાતે રહેતી 29 વર્ષીય યુવતીએ તેના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી ફ્રેન્ડશીપ ડે ના દિવસે તેના મિત્રોને એક કાફેમાં મળવા ગઇ હતી. તે તેના ઘરેથી નીકળી ત્યારથી જ તેનો પતિ તેનો પીછો કરતો હતો. અને કાફેમાં પહોંચ્યા બાદ પતિએ પત્નીના મિત્રોને પત્ની માટે અશોભનીય શબ્દો કહેતા પત્નીએ વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
બોપલમાં રહેતી 29 વર્ષીય યુવતી હાલ તેના પિતા સાથે રહે છે અને એક ખાનગી ફાર્માસ્યુટીકલ કંપનીમાં એક્ઝીક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2016માં આ યુવતીના એક યુવક સાથે લગ્ન થયા હતા. પણ લગ્ન બાદ પતિ તેને માનસિક ત્રાસ આપતો હતો. જેથી યુવતીએ તેના પતિ સામે બોપલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેના પિતા સાથે અલગ રહેતી હતી. બીજીતરફ આ કેસ કોર્ટમાં ચાલતો હતો. તેવામાં 4થી, ઓગષ્ટના રોજ ફ્રેન્ડશીપ ડે ના દિવસે યુવતી તેના મિત્રોને મળવા એક કેફે પહોંચી હતી. ત્યાં પહોંચી તો તેનો પતિ પણ ત્યાં હાજર હતો. એટલામાં જ પતિ તેની પત્નીના પૂરૂષ મિત્રોને જોઇને લાલઘૂમ થઇ ગયો. પત્નીના મિત્રોને બોલ્યો કે, આને સમજાવો બીજા છોકરાઓને મળવા જતી હતી કે તમને મળવા આવી હતી, આ બહુ ચાલુ છોકરી છે. આ વાત યુવતીને પસંદ ન આવતા તે સીધી વસ્ત્રાપુર પોલીસસ્ટેશન પહોંચી અને પતિ સામે ફરિયાદ નોંધાવી.

વસ્ત્રાપુર પોલીસે આ અંગે યુવતીની ફરિયાદ નોંધી તપાસ કરી તો આરોપી પતિ સામે અગાઉ પણ બોપલમાં ફરિયાદ થઇ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી મહિલાને ન્યાય અપાવવા પ્રયાસ હાથ ધર્યો છે.
 

 
First published: August 5, 2019
વધુ વાંચો
अगली ख़बर