અમદાવાદનો શરમજનક કિસ્સો! ભરરાત્રે વિવિધ આસનોથી સેક્સ કરવાની પત્નીએ ના પાડી, પતિએ એક વાગ્યે ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદનો શરમજનક કિસ્સો! ભરરાત્રે વિવિધ આસનોથી સેક્સ કરવાની પત્નીએ ના પાડી, પતિએ એક વાગ્યે ઘરમાંથી કાઢી મૂકી
પ્રતિકાત્મક તસવીર

યુવતીનો પતિ કોઈ દાગીના કે મંગળસૂત્ર પણ પહેરવા દેતો નહિ અને સતત શારીરિક-માનસિક ત્રાસ આપ્યા કરતો હતો. અને તેનો પતિ તેની સાથે અલગ-અલગ પ્રકારે શારીરિક સંબંધ બાંધવા માગણી કરતો હતો.

  • Share this:
અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે તેની સાસુ સસરાએ અને નણંદ નાની નાની કામની વાતોમાં તેને ત્રાસ આપી બીભત્સ ગાળો બોલતા હતા. તેનો પતિ પણ તેના પરિવારના સભ્યોનો પક્ષ લઈને તેને માર મારતો હતો. અનેક વાર આ યુવતીનો પતિ અલગ અલગ રીતે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. અને જો યુવતી આ રીતે સબન્ધ બાધવાની ના પાડે તો ઝગડા કરતો હતો. આટલું જ નહીં લગ્નથી આજ દિન સુધી આ જ કારણોથી યુવતીને તેના પતિનું શારીરિક સુખ પણ મળ્યું નહોતું. રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ 181 હેલ્પલાઇન પર ફોન કરી આ બાબતે ફરિયાદ આપતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ન્યૂ મણિનગર ખાતે રહેતી ૨૮ વર્ષીય યુવતી ના લગ્ન વર્ષ 2019 માં થયા હતા. તેનો પતિ એક બેંકની મહેસાણા જિલ્લાની ખેરાલુ બ્રાંચમાં નોકરી કરતો હતો અને અગાઉ બાવળા ખાતે નોકરી કરતો હતો. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી. લગ્ન સમયે આ યુવતીના પિતાએ દહેજમાં ડાઈનીંગ ટેબલ, એસી અને કાર તથા અન્ય વસ્તુઓ આપી હતી. સાથે સાથે રોકડા પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા.જો કે લગ્નના પંદરેક દિવસ બાદ જ આ યુવતી ના પિતા ને સસરાએ બોલાવી ઠપકો આપ્યો હતો કે તેમની દીકરીને કોઈ કામ આવડતું નથી તેને ઘર કામ શીખવાડો. જેથી આ યુવતી પિયરમાં બે મહિના રહેતી અને સાસરીમાં પંદરેક દિવસ રહેતી હતી. જો કે લગ્નના ત્રણેક માસ બાદ જ તેની સાસુ સસરા નણંદ તમામ લોકો ભેગા મળી આ યુવતીને કામ બાબતે ભૂલો કાઢીને ત્રાસ આપતા હતા અને બિભત્સ ગાળો બોલતા હતા.

આ પણ વાંચોઃ-

યુવતી એટલી હદે ત્રાસી ગઈ હતી કે તેનો પતિ પણ તેના પરિવારનો પક્ષ લઇને તેની પત્નીની ભૂલો કાઢી તેને માર મારતો હતો. થોડા સમય પહેલાં તેના પતિનું ક્લાર્ક માંથી ઑફિસરની પોસ્ટ પર પ્રમોશન થતાં આ યુવતીના સાસરી વાળાઓએ તેને કહ્યું હતું કે 'મારો દીકરો તો ઓફિસર છે અને તું મારા ઘરે શોભતી પણ નથી તારો બાપ તો કંગાળ છે દહેજમાં કશું આપ્યું નથી'. આ વાત યુવતીએ તેના પિયર જનોને કહેતા આ બાબતને લઈને મીટીંગ થઇ હતી. પરંતુ બાદમાં છોકરો સુધરી જશે અને બધું ઠીક થઈ જશે તેમ કરી આ યુવતીના માતા-પિતાએ તેનું ઘર કર્યું હતું.

જોકે આ યુવતીએ દહેજ વધુ ન લાવતા તેનો પતિ સમાજમાં તથા આજુબાજુના માણસોને તેની પત્ની વિશે જણાવતો કે તેનું કેરેક્ટર ખરાબ છે અને તેને અન્ય પુરુષો સાથે અફેર છે. આ રીતે બદનામી કરી ખોટી વાતો તેનો પતિ કરતો હતો અને આ યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદથી આજદિન સુધી તેને તેના પતિ વચ્ચે કોઇ શારીરિક સંબંધ બંધાયા નથી. યુવતીનો પતિ કોઈ દાગીના કે મંગળસૂત્ર પણ પહેરવા દેતો નહિ અને સતત શારીરિક-માનસિક ત્રાસ આપ્યા કરતો હતો. અને તેનો પતિ તેની સાથે અલગ-અલગ પ્રકારે શારીરિક સંબંધ બાંધવા માગણી કરતો હતો. યુવતી આ બાબતે ના પાડે તો તેની સાથે ઝઘડો કરતો હતો.

આ યુવતી જ્યારે સામેથી તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા જાય ત્યારે તેનો પતિ ના પાડતો હતો અને તે બાબતે પણ તેને ઝઘડા થતા હતા. ગત 28 ડિસેમ્બરના  રોજ તેના પતિએ તેની સાથે  ઝઘડો કરી અલગ અલગ પ્રકારની શારીરિક સંબંધ બાંધવાની માગણી કરતા તે બાબતે ઝઘડો થયો હતો અને બાદમાં સાસરિયાઓ સાથે બોલાચાલી પણ થઈ હતી. જેથી તેના પતિએ વાળ પકડીને રાત્રે એક વાગ્યે ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી આ યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કર્યા બાદ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સિલરોએ  કાઉન્સિલિંગ કર્યું હતું અને બાદમાં  કંટાળીને આ યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:December 28, 2020, 23:46 pm

ટૉપ ન્યૂઝ