Ahmedabad News : અમદાવાદ શહેરમાં 'પતિ-પત્ની ઓર વો'નો વધુ એક કિસ્સો, પીડિત પરિણીતાએ પતિ અને સાસરિયાઓ સહિતના સામે પોતાના પર થયેલા કથિત અત્યાચારની ફરિયાદ નોંધાવી
અમદાવાદ: શહેરમાં (Ahmedabad ) ફરી એક વાર પતિ પત્ની ઔર વો (Pati Patni aur Wo) નો કિસ્સો સામે આવ્યો છે. જયપુર (Jaipur) ખાતે પિતા સાથે રહેતી પત્નીને (Wife) જાણ થઈ કે ભાવના (Bhavna) નામની સ્ત્રી સાથે આડા સબન્ધ છે. જેની જાણ સાસુને કરતા આ જ ભાવના કે જે મહિલાની સૌતન હતી તેને સાથે લાવી રહેવા લાગ્યા હતા. એટલું જ નહીં પતિ પણ આ પત્નીને પિયરમાંથી ક્યારેક 5 લાખ તો કયારેક 50 લાખ લાવવા દબાણ કરી (dowry) ત્રાસ આપી માર મારતો હતો. જે બાબતે મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આંબાવાડી માં રહેતી 40 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2001માં થયા હતા. તે હાલ જોડીયા બાળકો સાથે પિયરમાં રહે છે. લગ્નના એક વર્ષ બાદ સાસરિયાઓ એ ત્રાસ આપવાનું શરૂ કરી ઘરકામની બાબતોમાં બોલાચાલી કરવા લાગ્યા હતા. આટલું જ નહીં પતિના ધંધા માટે પૈસાની જરૂર હોવાથી સાસુ અને નણંદ પિયરમાંથી પૈસા લાવી આપવા દબાણ કરતા હતા.
બાદમાં મહિલા પતિ સાથે અલગ મકાન રાખી જયપુર રહેવા ગઈ હતી. ત્યારબાદ પતિએ ફ્લેટ લીધો અને તે માટે 5 લાખ સસરા પાસેથી લઈ દહેજ ગણાવી પરત આપ્યા નહોતા. જે ફ્લેટમાં તેઓ છ વર્ષ રહ્યા હતા. બાદમાં તે ફ્લેટ વેચી પ્લોટ ખરીદી ભાડાના મકાનમાં રહેવા ગયા હતાં.
થોડા વર્ષો બાદ મહિલાને ગર્ભ રહ્યો હતો અને ત્યારે પણ દારૂ પી પતિ ત્રાસ આપતો અને મહિલાને આઇવીએફ ની સારવાર દરમિયાન ડોક્ટરે સીડી ચઢવાની ના મા પાડી હોવા છતાંય સાસુ ઘરકામ માટે ત્રાસ આપતી હતી. જે દરમિયાન મહિલાના પતિ કોઈ ભાવના મેવાડા સાથે વાતો કરતા તેની સાથે આડા સબન્ધ હોવાનું સામે આવ્યું અને તે બાબતે પૂછે તો તેને પતિ માર મારતો હતો.
આડા સબંધ
ત્યારબાદ સાસરિયાઓ એ મહિલાના પતિને સાળા તથા સસરા ને બોલાવી 50 લાખની માંગણી કરવા ચઢામણી કરી હતી. અને તે માટે મહિલાએ ના પાડતા તેને શ્રીમંત વખતે જ માર માર્યો હતો. વર્ષ 2019માં મહિલાની સાસુ ભાવના મેવાડા નામની સ્ત્રીને લઈને ઘરે રહેવા આવી ગયા હતા જે ભાવના સાથે મહિલાના પતિને આડા સબન્ધ હતા. જે બાબતે વાત કરતા તેને ફરી માર માર્યો હતો. પતિને આ માટે વાત કરતા તેની સાથે લગ્ન કરવાના છે તું છૂટાછેડા આપી દે કહીને ત્રાસ આપ્યો હતો.
બાદમાં મહિલાનો પતિ ઘર છોડીને જતો રહ્યો હતો. તેવામાં મહિલાની સાસુએ તેના પિતાને ફોન કરી લઈ જવા જણાવતા મહિલાને તેના પિતા લઈ ગયા હતાં. બાદમાં સમાધાન થતા મહિલા પરત પતિ સાથે રહેવા આવી હતી પણ તેને છૂટાછેડા આપવા દબાણ કરી ખાવાનું ન આપી માર મારી ત્રાસ આપવા લાગ્યા હતા. જેથી સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ કરતા હવે મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર