અમદાવાદ : શહેર ના ઘરેલુ હિંસાના (Domestic Violence) બનાવો એ તો જાણે કે માજા મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે. દરરોજ મહિલા પરના (violence Against woman) અત્યાચાર ની અનેક ફરિયાદ પોલીસ (Police complain) ચોપડે નોંધાઈ રહી છે. હજી પણ સમાજમાંથી જાણે કે દહેજનું દૂષણ દૂર ના થયું હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ સંતાનમાં દીકરાના જન્મની ઘેલછાનાં કારણે પણ અનેક પરિણીતાઓ (Wife) એ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે. આવો એક બનાવ શહેરના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
ઈસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલા એ પોલીસ ફરિયાદ આપી છે કે લગ્ન ના એકાદ મહિના બાદ તેના સાસરિયાં એ તેને ત્રાસ આપવાની શરૂ કર્યું હતું. તેના પતિ નાઈટ માં નોકરી કરતા હોવાથી જો પરિણીતા તેની સાથે મોબાઇલ પર વાત કરે તો તેની નણંદ ફોન લઈ લેતા હતા. અને દહેજ ને લઇને ત્રાસ આપતા હતા. લગ્નના ત્રણેક મહિના બાદ મહિલા ને પ્રેગ્નન્સી રહી હતી. આ દરમિયાન મહિલાનું બ્રેસલેટ તેના સાસુ એ લઈ લીધેલ હતું અને પરત આપવું ના પડે તે માટે ચોરીનો આરોપ લગાવતા હતા.
જ્યારે તેના નણંદ તેને તારો બાપ ભિખારી છે, તારા બાપની કોઈ ઈજ્જત નથી, ગરીબ કી છોકરી ક્યાં ભડકા આવું વારંવાર સંભળાવતા હતા. એટલું જ નહિ તેના પતિ અને સાસુ ગરીબ કે મુલ્લાંની છોકરી ના લવાય તેમ કહીને બોરિયા બિસ્તર ભરવાનું કહેતા હતા.
મહિલાએ દીકરી ને જન્મ આપતા તેના સાસરિયાં ને તે ગમ્યું નાં હતું. અને તેના સાસુ તેને કહેતા કે 'આપણા કુટુંબમાં દરેક ને પહેલા ખોળે છોકરો આવે છે, તને કેમ છોકરી' આમ ચાર મહિના ની દીકરી થતાં મહિલા ની ના હોવા છતાં તેના સાસુ બાળકીને રોટલી અને ચીકુ ખવડાવતા.
" isDesktop="true" id="1068331" >
જેથી તે બીમાર પડી જતી હતી. જો કે આ દરમિયાન મહિલા ને બીજો ગર્ભ રહી જતા તેના સાસુ અને નણંદ એ કહ્યું હતું કે 'જો ફરીથી દીકરી આવી તો આવી બનશે, એમ પણ મારો દીકરો તને રાખવા માંગતો નથી. દીકરી આવી તો તને રાખશે જ નહિ.' આમ માનસિક તણાવ માં ગર્ભ પડી જતાં મહિલા તેના પિયર માં રહેવા ગઈ હતી. જ્યાં પણ તેનો પતિ તેને તલ્લાક આપી દેવા માટે દબાણ કરતો હતો.
જો કે તેનો દિયર દીકરી ને રમડવા ના બહાને લઈ ગયો હતો. અને જ્યારે બે દિવસ બાદ મહિલા એ દીકરી ને પરત મૂકી જવા માટે નું કહેતા તેના નણંદ એ તેને કહ્યું હતું કે દીકરી જોઈતી હોય તો તલ્લાક પેપર પર સહી કર. જેથી મહિલા એ હેલ્પ લાઈન ની મદદ લઇને દીકરી પરત મેળવી હતી. જો કે સાસરિયાં તેને લઈ ના જતા અંતે મહિલા એ પોલીસ ફરિયાદ દાખલ કરાયેલ છે.