અમદાવાદ : 'પતિ-પત્ની ઓર વો,' વિદેશ રહેતા પતિની કાળી કરતૂતોનો ભાંડો ફૂટ્યો! પત્નીએ કરી પોલીસ ફરિયાદ

અમદાવાદ : 'પતિ-પત્ની ઓર વો,' વિદેશ રહેતા પતિની કાળી કરતૂતોનો ભાંડો ફૂટ્યો! પત્નીએ કરી પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમા પત્ની અને બાળકી અને પત્નીને મૂકીને વિદેશ એકલા રહેતા પતિના કારનામાનો ભાંડો ફેસબૂકમાંથી ફૂટી ગયો

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલાએ (Ahmedabad Wife) તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો કે લગ્ન બાદ વિદેશ લઈ જવાનું કહી પોતે ત્યાં રહેતો અને નોકરી કરતો પણ મહિલાને કે પુત્રીને લઈ જતો ન હતો. દરમિયાનમાં લગ્નના (Marriage) ત્રણેક વર્ષ બાદ મહિલાને ફેસબુક થકી જાણ થઈ કે તેનો પતિ અન્ય સ્ત્રી સાથે રિલેશનમાં રહે છે. વર્ષ 2020માં મહિલાના સાસરિયાઓ આ સ્ત્રીને દુબઈ ફરવા પણ લઈ ગયા હતા. કંટાળીને 20 લાખ દહેજ પેટે ખંખેરી લેનાર આ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

થલતેજમાં આવેલા એક ફ્લેટમાં રહેતી 36 વર્ષીય મહિલા એસજી હાઇવે પર એક કંપનીમાં નોકરી કરે છે અને પિયરજનો સાથે રહે છે. વર્ષ 2015માં આ મહિલાના લગ્ન બોપલના એક યુવક સાથે થયા હતા. જે લગ્નજીવન દરમિયાન ત્રણ વર્ષની એક પુત્રી પણ આ મહિલાને છે. લગ્ન સમયે સાસરિયાઓ એ મહિલા પાસે 50 હજાર રોકડા અને દાગીના માગતા મહિલાના પિયરજનોએ આપ્યા હતા.આ પણ વાંચો : પાકિસ્તાનનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો

લગ્ન બાદ મહિલા પતિ સાથે ન્યુઝીલેન્ડ ગઈ હતી. બાદમાં તેનો પતિ યુ.એસ જતો રહ્યો હતો. ત્યારે મહિલાના સાસરિયાઓ એ ચારિત્ર્ય પર શંકા રાખી મહિલાને પરત બોલાવી લીધી હતી પણ પોતાના ઘરે રાખી નહોતી. જ્યારે મહિલાએ પુત્રીને જન્મ આપ્યો ત્યારે તેનો પતિ વિદેશથી આવ્યો હતો અને બાદમાં અમુક જ દિવસમાં પરિવારજનોએ કાઢી મુકતા મહિલા તેની દીકરી અને પતિ ભાડેથી રહેવા લાગ્યા હતાં.

બાદમાં મહિલાનો પતિ પરત યુએસ જતો રહ્યો અને અનેક દિવસો બાદ પરત આવતા ટેલિફોનિક ઝગડો થતા મહિલાને પતિએ તરછોડી યુએસ જતો રહ્યો હતો. મહિલાનો પતિ વિદેશથી આવે ત્યારે માત્ર તેને સાસરે રહેવા બોલાવતો અને બાદમાં પિયરમાં ધકેલી દેતો હતો.

આટલુ જ નહીં મહિલાના સાસરિયાઓએ અત્યારસુધીમાં 20 લાખ દહેજ પણ લીધું હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે. મહિલાનો પતિ પુત્રી સાથે અવાર નવાર વિદેશ લઈ જવાના માત્ર પ્રલોભનો આપતો હતો. પણ વર્ષ 2018માં આ મહિલાને ફેસબુક પર મુકેલા ફોટો થકી જાણ થઈ કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે રિલેશન છે.

આ પણ વાંચો :  સુરત : નાઇટ કર્ફ્યૂમાં ચેતજો! બેફામ તસ્કરોએ સ્પોર્ટ્સ બાઇક ચોરી, ઘટના CCTV Videoમાં કેદ

બાદમાં મહિલાને તેની ફ્રેન્ડ થકી એવી પણ વાત જાણવા મળી કે તેનો પતિ જે સ્ત્રી સાથે રિલેશનમાં રહે છે તેને એક પુત્રી પણ છે. અને વર્ષ 2020 માં આ જ મહિલાના સાસરિયાઓ તે સ્ત્રી સાથે દુબઇ ફરવા પણ ગયા હતા. સમગ્ર મામલે હાલ વસ્ત્રાપુર પોલીસસ્ટેશન માં મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:April 04, 2021, 07:13 am

ટૉપ ન્યૂઝ