પતિ પત્ની ઔર વો : "હું તો આવો જ છું, તારે ન રહેવું હોય તો તારા બાપના ઘરે જા"

News18 Gujarati
Updated: April 16, 2019, 10:00 AM IST
પતિ પત્ની ઔર વો :
પ્રતિકાત્મક તસવીર

લગ્ન વખતે મહિલાના સાસુ-સસરા અમદાવાદ ખાતે રહેતા હતા, બાદમાં તેઓ પણ સુરત ખાતે રહેવા આવી ગયા હતા.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરમાં પત્ની-પત્ની ઔર વોના એક કેસમાં મહિલાએ તેના પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે પતિ અને સાસુએ ઝઘડા કરીને મહિલાના દાગીના, રોકડ રકમ અને જમીન-પ્લોટ અને મકાનના દસ્તાવેજો પડાવી લીધા હતા. એટલું જ નહીં ફરિયાદી મહિલાના જણાવ્યા પ્રમાણે તેના પતિને અન્ય સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધ છે. આ મામલે મહિલાએ તેના પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ આપી છે. ફરિયાદ પ્રમાણે મહિલાનો પતિ તેને અવાર નવાર માર મારીને ઘર છોડીને જતા રહેવાની ધમકી આપતો હતો.

કેસની વિગત જોઈએ તો નવા વાડજમાં રહેતી પ્રીતિ પટેલના (નામ બદલ્યું છે) લગ્ન વર્ષ 2013માં અમદાવાદના નારણપુરા ખાતે રહેતા મુકેશ પટેલ સાથે થયા હતા. બંનેએ પ્રમે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રીતિ તેમજ મુકેશ પટેલ સુરતમાં રહેતા હતા. લગ્નના એક વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યું હતું. બાદમાં મુકેશ પટેલે તેની પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

લગ્ન વખતે મહિલાના સાસુ-સસરા અમદાવાદ ખાતે રહેતા હતા, બાદમાં તેઓ પણ સુરત ખાતે રહેવા આવી ગયા હતા. મહિલાની ફરિયાદ પ્રમાણે લગ્નના વર્ષ બાદ તેના પતિએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. ફરિયાદ પ્રમાણે મહિલાનો અવાર નવાર ધંધા બદલતો હતો, આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડા થયા હતા. મહિલાનો પતિ તેને ગડદા-પાટુનો માર મારીને એવા વેણ કહેતો હતો કે, "હું આવો જ છું, તારે રહેવું હોય તો રહે, નહીં તો તારા બાપના ઘરે જતી રહે."

થોડા વર્ષ સુરત રહ્યા બાદ મહિલા, તેનો પતિ અને સાસુ અમદાવાદ રહેવા આવી ગયા હતા. મહિલાએ આપેલી ફરિયાદ પ્રમાણે તેનો પતિ રાત્રે મોડે ઘરે આવતો હતો, તેમજ કારણ પૂછવા પર માર મારતો હતો. એટલું જ નહીં 2013ના વર્ષમાં ઘરે ઇન્કમટેક્સની રેડ પડવાની છે તેમ કહીને તેના લોકરમાં રહેલા પ્લોટ અને મકાનના દસ્તાવેજો પડાવી લીધા હતા. જે બાદમાં ઝઘડો કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિના અન્ય મહિલા સાથે પણ સંબંધ છે. આ વાત તેના સાસુના જાણવા હોવા છતાં તેઓ તેના પુત્રને મદદ કરી રહ્યા છે. આ મામલે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
First published: April 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading