અમદાવાદઃ એઇડ્સગ્રસ્ત પતિ થોડા સમયનું કહી પત્નીને પિયરમાં મૂકી ફોન બંધ કરી દીધો, પત્નીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદઃ એઇડ્સગ્રસ્ત પતિ થોડા સમયનું કહી પત્નીને પિયરમાં મૂકી ફોન બંધ કરી દીધો, પત્નીએ નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

પરિણીતાને ફસાવવા માટે તેના દીયરે ઝેરી દવા પીવાનું નાટક કર્યું હતું. જેથી બાદમાં તેનો પતિ ફોસલાવી આ પરિણીતાને તેના પિયર લઈ આવ્યો અને થોડા દિવસ બાદ પરત લઈ જશે તેમ કહી મૂકી ગયો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં (Vadaj police station) એક પરિણીતાએ તેના પતિ, દિયર અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતા (husband wife fight) અને તેનો પતિ બને એઇડ્સ ગ્રસ્ત (Suffering from AIDS) છે. લગ્નના થોડા સમય બાદ જ તેને ત્રાસ આપવાનું શરૂ કરી દિયરે ઝેરી દવા પીવાનું નાટક પણ કર્યું હતું. જેથી પરિણીતાને તેનો પતિ પિયરમાં થોડા દિવસ રહેવાનું કહી મૂકી ગયો હતો પણ પછી તેને તેડવા આવ્યો ન હતો. આટલું જ નહીં પરિણીતાએ પરત જવા પતિને ફોન કર્યો તો તેણે ફોન પણ બંધ કરી દેતા પરિણીતાએ આ મામલે પોલીસને અરજી આપી હતી. જે મામલે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જુના વાડજમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. આ યુવતી અને તેનો પતિ બને એચ.આઈ.વી પોઝિટિવ છે. યુવતીનું સાસરું પાલનપુર છે પણ પતિ સાથે મનદુઃખ થતા તે અમદાવાદમાં પિયરમાં આવીને રહે છે. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેતી હતી.લગ્નના થોડા સમય બાદ જ તેની નણંદ અને દીયરે ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. પણ યુવતીને માતા પિતા ન હોવાથી અને એક વ્યક્તિએ જવાબદારી ઉઠાવી તેના લગ્ન કરાવી આપતા તે આ ત્રાસ સહન કરતી હતી. યુવતીનો દીયર અને તેની નણંદ અવાર નવાર યુવતીના પતિને ચઢામણી કરી તેને માર મરાવતા હતા.

આ પણ વાંચોઃ-

પરિણીતાને ફસાવવા માટે તેના દીયરે ઝેરી દવા પીવાનું નાટક કર્યું હતું. જેથી બાદમાં તેનો પતિ ફોસલાવી આ પરિણીતાને તેના પિયર લઈ આવ્યો અને થોડા દિવસ બાદ પરત લઈ જશે તેમ કહી મૂકી ગયો હતો.થોડા દિવસ થઈ જતા સાસરે જવા માટે પરિણીતાએ પતિને ફોન કર્યા તો તેનો નમ્બર બન્ધ આવતો હતો. જેથી પતિ તેને લેવા નહિ જ આવે તેમ માની તેણે વાડજમાં અરજી કરી હતી. જે અરજી આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:February 10, 2021, 20:33 pm

ટૉપ ન્યૂઝ