અમદાવાદ : દારૂડિયા પતિએ સાસરેથી આવેલા દાગીના વેચી માર્યા, પત્નીએ પોતાના દાગીના બચાવવા કર્યું કઈક આવું

અમદાવાદ : દારૂડિયા પતિએ સાસરેથી આવેલા દાગીના વેચી માર્યા, પત્નીએ પોતાના દાગીના બચાવવા કર્યું કઈક આવું
પ્રતિકાત્મક તસવીર

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષીય મહિલાએ તેના પતિ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

  • Share this:
અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના જ દારૂડિયા પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે તેના પિયરજનોએ તેના પતિને જે દાગીના લગ્નમાં આપ્યા હતા તે તેણે પત્નીની જાણ બહાર વેચી દીધા હતા. તે કોઈ કામધંધો તો કરતો ન હતો અને આ મહિલા નોકરીએથી મોડી આવે તો તેની સાથે ઝગડા કરતો હતો. પતિએ પોતાના સાસરેથી આવેલા દાગીના તો વેચી દીધા પણ પત્નીના દાગીના પર પણ તેની નજર હતી.

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષીય મહિલાએ તેના પતિ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મહિલા શહેરની સિવિલ હોસ્પિટલ સામે આવેલા એક કેન્સર કેર હોસ્પિટલમાં નોકરી કરે છે. તેના લગ્ન વર્ષ 2005માં ગોમતીપુરમાં રહેતા યુવક સાથે થયા હતા. આ મહિલાને તેના પિતાએ લગ્નમાં સોનાના દાગીના આપ્યા હતા અને તેના પતિને પણ સોનાના દાગીના આપ્યા હતા. જે દાગીના આ મહિલાના પતિએ તેને પૂછ્યા વગર ક્યાંક વેચી દીધા હતા. જેથી આ મહિલાએ પોતાના દાગીના તેના પિયર ખાતે મૂકી દીધા હતા.



આ પણ વાંચો - અમદાવાદ : મોબાઈલ ગેમ બાબતે પિતાએ આપ્યો ઠપકો, ગુસ્સામાં બાળકીએ એવું કર્યું કે પરિવારનો જીવ થયો અદ્ધર

લગ્ન બાદ આ મહિલાને જાણ થઈ હતી કે તેના પતિને દારૂ પીવાની ટેવ છે અને અવારનવાર તેના પતિ દારૂ પીને ઘરે આવતો હતો અને બાદમાં આ મહિલા પાસે તેના પિતાએ આપેલા દાગીના તથા રોકડા રૂપિયાની માગણી કરતો હતો અને જો મહિલા દાગીના રોકડા રૂપિયા ન આપે તો તેને માર પણ મારતો હતો.

જ્યારે જ્યારે આ મહિલાને નોકરીએથી ઘરે આવવામાં મોડું થાય તો તેનો પતિ માર મારતો હતો. આ મહિલા ગર્ભવતી હતી અને તેને પાંચમો મહિનો ચાલતો હતો ત્યારે નોકરીએથી ઘરે આવીને જમવા બેસી હતી. ત્યારે તેના પતિએ શાંતિથી જમવા પણ દીધી ન હતી અને નાની વાતોમાં બોલાચાલી કરી તેની સાથે ઝઘડો કર્યો હતો. અગાઉ આ મહિલા તેના પતિને છોડીને તેના પિયરમાં રહેવા જતી રહી હતી. પરંતુ બાદમાં તેના પતિએ તેને સમાધાન કરી પરત સાસરીમાં લઈ આવ્યો હતો. પતિએ પોતાના દાગીના વેચીને આ મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપતા મહિલાએ કંટાળીને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:January 08, 2021, 20:54 pm

ટૉપ ન્યૂઝ