મંદીમાં પતિએ પત્નીના દાગીના વેચી નાખતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

News18 Gujarati
Updated: September 13, 2019, 8:51 AM IST
મંદીમાં પતિએ પત્નીના દાગીના વેચી નાખતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
પ્રતીકાત્મક તસવીર

રૂપિયાથી પણ મંદીની મોકાણમાંથી બહાર ન નીકળતા તેણે પત્ની પાસે ત્રણ લાખની લોન લેવડાવી હતી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પત્નીએ જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પત્નીએ આક્ષેપ કર્યો છે કે મંદીનું બહાનું કરી પતિએ તેના દાગીના વેચી નાખ્યા હતા અને લોન પણ લીધી હતી. આ ઉપરાંત પિયરમાંથી રૂપિયા લાવવાનું કહીને પતિ તેને ત્રાસ આપતો હતો.

કૃષ્ણનગરમાં રહેતી અમીતાબેન સાંગાણીના લગ્ન શૈલેષ સાથે થયા હતા. અમીતાબેનના આ ત્રીજા લગ્ન હતા. તેનો પતિ શૈલેષ એમ્બ્રોઇડરીનું જોબવર્ક કરે છે. હાલ તમામ ક્ષેત્રોમાં મંદી હોવાથી શૈલેષને પણ ધંધામાં મંદી આવી હતી. આથી શૈલેષે તેમની પત્નીના દાગીના વેચી નાખ્યા હતા. આ રૂપિયાથી પણ મંદીની મોકાણમાંથી બહાર ન નીકળતા તેણે પત્ની પાસે ત્રણ લાખની લોન લેવડાવી હતી. જોકે, પતિએ હપ્તા ભર્યા ન હતા અને પત્નીને હપ્તા ભરવાનું કહીને માર મારીને ત્રાસ ગુજાર્યો હતો. આ મામલે અમીતાબેને કંટાળીને પતિ સામે જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પહેલી પત્નીએ બીજી પત્નીને કહ્યું,'ઘરમાંથી બહાર નીકળ'

અમદાવાદના જ બીજા એક બનાવમાં બેંકમાં નોકરી કરતા એક કર્મચારીએ પોતે પરિણીત હોવા છતાં બીજી યુવતી સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેણે એક બાળકને પણ જન્મ આપ્યો હતો. તાજેતરમાં બેંક કર્મીની બીજી પત્ની બાળકને લઇને પતિના ઘરે પહોંચી ગઇ હતી, જ્યાં તેની પહેલી પત્ની હાજર હતી. બીજી પત્નીએ પતિના ઘરે પહોંચીને પહેલી પત્નીને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલે બેંક કર્મીની પહેલી પત્નીએ બીજી પત્ની તેમજ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે ચાંદખેડા પોલીસનું કહેવું છે કે, કપિલદેવ અને કમલાબેનના લગ્નનો ભાંડો ફુટતા જ પહેલી પત્ની નેહલબેને સાસરિયાઓ સામે આક્ષેપ કર્યા છે. સાસુએ નેહલબેનને કહ્યું હતું કે, બીજી વહુ કમાવાવાળી છે તો તને શું વાંધો છે? કપિલદેવે તેને રાખી છે તો તને શું વાંધો છે? આ ઉપરાંત સાસરિયાઓ પુત્ર અને બીજી વહૂનું ઉપરાણું લઇને પહેલી વહૂને પિયરમાંથી 10 લાખ દહેજ લાવવા દબાણ કરી ત્રાસ આપતા હતા. હાલ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर