અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક અજીબ (OMG) ઘટના બની છે. જેમાં પતિએ સવારના પહોરમાં તંદુરી રોટલી (Tandoori Roti) ખાવાની ઈચ્છા વ્યકત કરી હતી. જેથી પત્નીએ ઈન્કાર કરતા બંને વચ્ચે થયેલા ઝઘડામાં (husband beaten wife) પતિએ માર મારતા પત્નીને મનમાં લાગી આવતા તેણે પોતાના ઘરમાં ઉંદર મારવાની દવા પી લઈ આત્મહત્યા (suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેનો બચાવ થયો હતો. આ અંગે મહિલાની ફરિયાદ આધારે ગોમતીપુર પોલીસે (Gomtipur police station) ગુનો નોંધી તપાસ આદરી છે.
ગોમતીપુરમાં ચોકસીની ચાલીમાં રહેતી એક યુવતીના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા. પરિણીતાને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. ઓટોરીક્ષા ચલાવતો તેનો પતિ સવારે ઉઠી નાસ્તો કરવા બેઠો ત્યારે તેણે પત્નીને કહ્યું હતું કે, મને બહારથી તંદુરી રોટી લાવી આપ તો જ હું જમીશ.
આથી પરિણીતાએ કહ્યુ હતુ કે, સવાર સવારમાં ક્યાંથી તંદુરી રોટી લાવીશું. આ બાબતે ઉશ્કેરાઈ પતિએ પત્નીને ગાળો બોલી તેમને માર માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના માણસો આવી ગયા હતા અને પરિણીતાને છોડાવ્યા હતા. દરમિયાન મહિલાનો પતિ ઘરની બહાર જતો રહ્યો હતો.
દરમિયાન બપોરના ત્રણ વાગ્યાના સુમારે મહિલાનો પતિ ઘરમાં આવ્યો અને રીક્ષાની ચાવી શોધતો હતો. આ સમયે મહિલાએ તેમને કહ્યુ હતુ કે રીક્ષા લઈ કયા જશો તમે રીક્ષા તો ચલાવતા નથી અને આખો દિવસ રખડીને આવો છો. આથી ફરી તેનો પતિ ઉશ્કેરાયો અને પત્નીને માર માર્યો હતો. આ બાબતથી મનમાં લાગી આવતા મહિલાએ ઘરમાં પડેલી ઉંદર મારવાની દવા પી લીધી હતી.
દવાની અસર થતા મહિલાની તબિયત લથડી હતી. દરમિયાન તેમના કાકી સાસુ ઘરમાં આવતા તેમને આ અંગેની જાણ થતા તેઓ મહિલાને લઈને શારદાબેન હોસ્પિટલ ગયા હતા.
" isDesktop="true" id="1017578" >
જયાં સમયસર સારવાર મળતા પરિણીતાનો બચાવ થયો હતો. આ અંગે મહિલાએ તેમના પતિ વિરૂધ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.