બિઝનેસના કામે જવાનું કહી પતિ અમદાવાદમાં પ્રેમિકા સાથે રંગરેલીયા મનાતો, પત્નીએ રંગે હાથે પકડ્યો

News18 Gujarati
Updated: September 14, 2019, 7:54 PM IST
બિઝનેસના કામે જવાનું કહી પતિ અમદાવાદમાં પ્રેમિકા સાથે રંગરેલીયા મનાતો, પત્નીએ રંગે હાથે પકડ્યો
પ્રતિકાત્મક તસવીર

પત્નીને જાણ થતા જ હોટલના રૂમમાં જઈ પતિને પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી લીધો હતો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં (Police station)પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં (Delhi)રહેતા પતિએ વડોદરા (Vadodara)ઓફિસે કામથી જવાનું કહી અમદાવાદની એક હોટલમાં પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતો હતો. પત્નીને (wife) જાણ થતા જ હોટલના રૂમમાં જઈ પતિને પ્રેમિકા (Girl Friend)સાથે રંગે હાથ ઝડપી લીધો હતો.

દિલ્હીમાં રહેતી 41 વર્ષીય યુવતી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. પતિ વીરેન્દ્ર સાથે વર્ષ 2002માં તેના લગ્ન થયા હતા અને હાલ બે બાળકો છે. યુવતીનો પતિ ટૂર્સ એન્ડ ટ્રાવેલનો (tours and travels)બિઝનેસ સંભાળે છે. 12મી તારીખના રોજ વીરેન્દ્ર એ પત્નીને કહ્યું કે તેને ગુજરાતમાં (Gujarat) વડોદરા ખાતે કામ છે.

કામનું બહાનું કરી વીરેન્દ્ર વડોદરા જવા નીકળ્યો હતો. પણ પત્નીને બાદમાં જાણ થઈ કે વીરેન્દ્ર અમદાવાદ (Ahmedabad) ગયો છે. ત્યાં યુવતી વિમાન મારફતે અમદાવાદ આવી અને રાણીપ વિસ્તારમાં એક હોટલમાં રોકાઈ. ત્યાં તેને અન્ય હોટલમાં પતિ રોકાયો હોવાની જાણ થતા જ તે સીધી પતિ રોકાયો હતો એ જ હોટલમાં પહોંચી ગઇ હતી. જઈને જોયું તો પત્નીના ઇલેક્શન કાર્ડ પર જ વિરેન્દ્રએ પ્રેમિકાને એન્ટ્રી અપાવી હતી.

આ પણ વાંચોઃ-પોલીસ જવાનો સાવધાન! જો ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો બમણો દંડ ભરવો પડશે

યુવતી તેના પતિને સૌતન સાથે જોઈ જતા બંને પક્ષે હોટલમાં જ બબાલ થઈ હતી. હોટલના સ્ટાફે વચ્ચે પડીને આખરે પોલોસને જાણ કરતા રાણીપ પોલીસ (Ranip Police) આવી પહોંચી અને વીરેન્દ્ર તથા ભૂમિકા દુબે ને પોલીસસ્ટેશન લાવી બને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
First published: September 14, 2019, 7:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading