અમદાવાદ: પતિ મનાવતો હતો રંગરલીયા ને પત્ની પહોંચી અને પછી...

News18 Gujarati
Updated: June 10, 2018, 5:13 PM IST
અમદાવાદ: પતિ મનાવતો હતો રંગરલીયા ને પત્ની પહોંચી અને પછી...

  • Share this:
અમદાવાદ:  શહેરનાં ચાંદખેડા વિસ્તાર માંથી એક વ્યભિચારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પત્નીએ પોતાના પતિને પ્રમિકા સાથે રંગે હાથ પકડી પાડ્યો હતો. જેથી આ સમગ્ર મામલે પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર ઘટના અમદાવાદના ચાંદખેડામાં રહેતા એક પરિવારની છે. પત્નીને છેલ્લા ઘણા સમયથી તેના પતિ પર શંકા હતી કે તેના પતિનું અફેયર અન્ય યુવતી સાથે ચાલી રહ્યું છે. તેવામાં પત્નીને બાતમી મળતા તે હોટલ પહોંચી ગઈ હતી અને ત્યાં તેને પોતાના પતિને તેની પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ પત્નીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે પતિ વિરૂદ્ધ વ્યાભિચારનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં એક મહિલાએ પોતાના પતિને વિદેશ મહિલા સાથે તેના જ ઘરમાં ઝડપી પાડ્યો હતો. મહિલાને માહિતી મળી હતી કે તેનો પતિ કોઈ વિદેશી મહિલા સાથે રંગરેલિયા મનાવી રહ્યો છે. બાદમાં તે પોતાના ઘરે પહોંચી ગઈ હતી અને પતિને વિદેશી યુવતી સાથે પકડી પાડ્યો હતો. મહિલાએ આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે પતિ અને યુવતીને અટકાયત કરીને બંનેની પૂછપરછ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહિલા પોતાના પતિ સાથે અણબનાવ બાદ છેલ્લા ચારેક મહિનાથી અલગ રહેતી હતી. લગ્ન પહેલા બંને 10 વર્ષ સુધી લિવ-ઇનમાં રહ્યા બાદ બે વર્ષ પહેલા મહિલાએ યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સતત ઝઘડા, મારપીટને કારણે તે છેલ્લા ચાર મહિનાથી પતિથી અલગ રહેલા ચાલી ગઈ હતી. બંનેને એક વર્ષનું બાળક પણ છે.  મહિલાનો આક્ષેપ છે કે પતિ તેના બાળકને પણ મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો, જેથી તે અલગ રહેવા ચાલી ગઈ હતી.  જેમની ઉપર આરોપ છે તે પતિ અમદાવાદનો મોટો વેપારી છે.

 
First published: June 10, 2018, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading