Home /News /madhya-gujarat /

અમદાવાદ : પત્નીને અન્ય યુવક સાથે વાત કરતા પતિ જોઇ ગયો, પત્નીને એવો માર માર્યો કે થયું મોત

અમદાવાદ : પત્નીને અન્ય યુવક સાથે વાત કરતા પતિ જોઇ ગયો, પત્નીને એવો માર માર્યો કે થયું મોત

આરોપી નાકુ નિનામા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Crime News- આરોપીએ તેની પત્નીને બળદેવ ઠાકોર નામના વ્યક્તિ સાથે વાતચીત કરવાની ના પાડી હોવા છતાં વાતચીત કરતા પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો

અમદાવાદ : કહેવાય છે કે વહેમની કોઈ દવા નથી. જ્યારે વહેમ કે શંકા ઉદભવે ત્યારે તેનું પરિણામ કેટલું વિપરીત આવતું હોય છે તેનો કોઈ અંદાજ હોતો નથી. આવો જ એક બનાવ શહેરના (Ahmedabad)મેઘાણીનગર વિસ્તારમાં (Meghaninagar)જોવા મળ્યો છે. યુવક સાથે વાતચીત નહીં કરવા માટે જણાવ્યું હોવા છતાં પત્ની આ યુવક સાથે વાતચીત કરતી હોવાનું જોવા મળતા આરોપી યુવકે તેની પત્નીને એટલી હદ સુધી માર માર્યો કે બરોડ ફાટી ગઇ અને પત્નીએ જીવ ગુમાવવાનો વખત આવ્યો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરુ કરી છે.

મેઘાણીનગર રામેશ્વર બ્રિજ નજીક રહેતા મનીષા નાકુ નિનામા નામની મહિલાને તેના પતિએ બળદેવ ઠાકોર નામના વ્યક્તિ સાથે વાતચીત કરવાની ના પાડી હતી. જોકે પત્ની મનીષા 21મી ઓક્ટોબરે સવારે તેની રૂમમાં બેસાડી બળદેવ ઠાકોર સાથે વાતચીત કરતી હતી તે આરોપી જોઈ ગયો હતો.

જેને લઇને પતિ પત્ની વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો અને આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે આરોપી નાનુએ તેની પત્નીને મૂઢ માર માર્યો હતો. જેમાં પેટના ભાગે મૂઢ માર મારતાં બરોડ ફાટી ગઇ હતી. બરોડ ફાટી જવાથી પેટમાંથી લોહી વહી જવાથી મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ : કેમ દર દિવાળીમાં માર્કેટમાં પોલીસને બનવું પડે છે ચોર? આ વાત જરૂરથી વાંચજો

સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે હાલમાં આ મામલે આરોપી નાકુ નિનામા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ : પત્ની પ્રેગ્નેન્ટ થતાં પતિએ કહ્યું- આ બાળક તેનું નથી, પરિણીતાએ આત્મહત્યા કરી

શંકાશીલ પતિ અને સાસરિયાના ત્રાસથી ખાડિયામાં (Khadiya)પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પત્ની પ્રેગ્નેન્ટ થતાં પતિએ આ બાળક તેનું નહીં હોવાની શંકા રાખીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું. ઉપરાંત નાની નાની બાબતોને લઇને સાસરિયા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

મૂળ રાજસ્થાનના અને અસારવા વિસ્તારમાં રહેતા કૈલાશ કુમાર ચૌહાણે ખાડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી હતી કે તેમની બહેનના લગ્ન જૂન 2020માં સારંગપુરમાં રહેતા પીરારામ દરજી સાથે થયા હતા. તે દિવસે તેમની બહેનના સસરાએ દહેજ પેટે રૂપિયા એક લાખ રોકડા માંગતા તેઓએ આપ્યા હતા. લગ્નના ચાર મહિના સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખેલ હતી. જોકે પરિણીતાએ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરવાનું કહેતા જ તેના પતિ, સાસુ-સસરા, દિયર-દેરાણીએ ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. જેથી તે પરીક્ષા માટે તૈયારી કરી શકી ન હતી. આથી કંટાળી મહિલાએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, અમદાવાદ, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन