પતિએ લાઇટ બિલ ન ભર્યું તો કનેક્શન કપાયું, ઉશ્કેરાયેલી પત્નીએ દસ્તા વડે પતિને ફટકાર્યો

News18 Gujarati
Updated: November 13, 2019, 8:33 PM IST
પતિએ લાઇટ બિલ ન ભર્યું તો કનેક્શન કપાયું, ઉશ્કેરાયેલી પત્નીએ દસ્તા વડે પતિને ફટકાર્યો
પ્રતિકાત્મક તસવીર

દિકરીએ પણ પિતાને ધોકેણાથી માર માર્યો, માથામાં આવ્યા સાત ટાંકા

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ: શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં એક પતિએ પત્ની અને દીકરી સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, સમયસર લાઇટ બિલ ન ભરતા કનેક્શન કપાઇ ગયું હતું. જેથી મોડી રાત્રે આ મામલે પત્ની સાથે પતિને તકરાર થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિને દસ્તા વડે ફટકારતા તેને માથામાં સાત ટાંકા આવ્યા હતા. ઉપરાંત દિકરીએ પણ કપડાં ધોવાના ધોકેણા વડે પિતા પર હુમલો કર્યો હતો. આ મામલે પતિએ પત્ની અને દિકરી સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડા સંજય પાર્ક સોસાયટી ખાતે ભુપેન્દ્ર બાબુલાલ લેઉઆ તેમની પત્ની અને સંતાન સાથે રહે છે. તેઓ ગાડીમાં એલઇડી બલ્બનું વેચાણ કરી ગુજરાન ચલાવે છે. થોડા સમયથી ધંધામાં મંદી હતી. જેથી ચાર મહિનાથી લાઇટનું બિલ ન ભરતા ઇલેક્ટ્રીક કંપનીએ વીજ કનેક્શન કાપી કાઢ્યું હતું. જેથી તેઓ ગઇકાલે ઝડપી પરવારી સુઇ ગયા હતા.

જોકે, રાત્રે દોઢ વાગ્યે પત્ની સંગીતા ઉઠી હતી અને તેણે પતિને જગાડી કહ્યું હતું કે, તમે કેમ લાઇટ બિલ નથી ભર્યું, તેથી પતિએ જણાવ્યું હતું કે, લાઇટ બિલ ભરવા ગયો હતો પરંતુ દેવ દિવાળીની રજા હોવાથી ભરાયું નથી. ત્યારે પત્નીએ જણાવ્યું હતું કે, પંખો ન થતો હોવાથી મચ્છર કરડે છે અને ઉંઘ નથી આવતી. જેથી પતિએ પત્નીને જણાવ્યું હતું કે, મચ્છર કરડતા હોય તો મારા રૂમમાં આવી સાથે સુઇ જાવ અથવા કેરોસીન છાંટી પોતા મારો. પતિની આવી વાત સાંભળી પત્ની સંગીતા ઉશ્કેરાઇ હતી અને ગાળો બોલવા લાગી હતી. પતિએ ગાળો ન બોલવા જણાવતા તે રસોડામાં જઇ દસ્તો લઇ આવી હતી અને પતિની છાતી પર બેસી દસ્તાના ચાર પાંચ ફટકા માંથામાં મારી દીધા હતા. પતિ લોહીલુહાણ થતા તેને પત્નીને ધક્કો મારતા તે નીચે પડી ગઇ હતી.

આ દરમિયાન પુત્રી ચિતલ જાગી ગઇ હતી અને માતાને નીચે પડેલી જોઇ પિતા પર કપડાં ધોવાના ધોકેણા વડે માર માર્યો હતો. આ દરમિયાન બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. તેમને પતિ પત્ની અને દિકરીને છુટા પાડ્યા હતા. આ દરમિયાન લોહીલુહાણ હાલતમાં પતિને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને માથામાં સાત ટાંકા આવતા તેને પુત્રી અને પત્ની સામે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.
First published: November 13, 2019
વધુ વાંચો
अगली ख़बर