અમદાવાદ : 'તું તો લફડા વાળી છે,' પતિ-પત્ની ઓર વોના કિસ્સાનો કરૂણ અંજામ, મામલો પહોચ્યો પોલીસમાં

અમદાવાદ : 'તું તો લફડા વાળી છે,' પતિ-પત્ની ઓર વોના કિસ્સાનો કરૂણ અંજામ, મામલો પહોચ્યો પોલીસમાં
પ્રતિકાત્મક તસવીર

પરીણિતાના લગ્ન જીવનમાં એક બાળક જન્મ્યુ છતાં તેને પ્રેમની હતી તલાશ, યુવક સાથે બંઘાયા હતા પ્રેમના તાર, પણ આ સંબંધ રાખવો ભારે પડ્યો

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાનો આક્ષેપ છે કે તેના લગ્નના દસેક વર્ષ બાદ તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પણ તેના પતિ અને સાસુને જાણ થતા તેણે માફી માંગી હતી. પણ બાદમાં આ વાતને લઈને સાસરિયાઓ ત્રાસ અપાતા હતા અને બદચલન જેવા શબ્દો કહી અપમાનિત કરતા હતા. એક દિવસ ઝગડો થતા તેને કાઢી મુકવાની વાત કરી બાળકો ન સોંપતા યુવતીએ રોડ પર ફેરિયાની લારીમાંથી બ્લીચિંગ પી લેતા તેને સારવાર અર્થે ખસેડી હતી. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાપુનગરમાં રહેતી 30 વર્ષીય યુવતી અગરબત્તી ના કારખાનામાં નોકરી કરે છે. પંદરેક વર્ષ પહેલા તેના લગ્ન એક યુવક સાથે થયા હતા જેનાથી સંતાનમાં તેને એક પુત્ર અને એક પુત્રી છે. આજથી પાંચેક વર્ષ પહેલા આ યુવતીને જીગ્નેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ યુવતીના પતિ અને સાસુને થતા તેને આ બાબતે માફી માંગી હતી. બાદમાં પતિ પત્નીએ લખાણ કરી સમાજની રુહે તેને પરત તેના ઘરે રાખી હતી.આ પણ વાંચો :  રાજકોટ : હવસખોર ફુવો ઝડપાયો, 7વર્ષની માસૂમ ભત્રીજીને રૂમમાં બંધ કરી પછી હેવાનિયતની તમામ હદો પાર કરી

બાદમાં તેની સાસુ સહિતના લોકો આ યુવતીને તું તો લફળાવાળી છે અને બદચલન હોવાનું કહી તેને ત્રાસ આપતા હતા. બાદમાં તેનો પતિ અવાર નવાર અલગ અલગ વાતોને લઈને તેને માર પણ મારતો હતો. આટલું જ નહીં તેની દેરાણી તેને આબરૂ વગરની કહી તેને કાઢી મૂકી તેના પતિને બીજે પરણાવી દેવાનું કહી ત્રાસ ગુજરાતી હતી. યુવતી સાથે ઝગડા કરી તેને કાઢી મુકવાની ધમકી પણ સાસરિયાઓ એ આપી હતી.

આ પણ વાંચો :  રાજકોટ : 'મે ભી માધુરી દિક્ષિત બનના ચાહતી હૂં', ફિલ્મોમાં કામ કરવા ઘરેથી 500 રૂપિયા લઈ નીકળી ગઈ હતી દીકરી, અંતે સુખદ મિલન થયું  

અને એક દિવસ તેની નણંદ આવી ગઈ હતી અને ઝગડો કરતા તેને બાળકો આપવાની મનાઈ કરતા રોડ પર ફેરિયાની લારીમાંથી આ યુવતી બ્લીચિંગ પી જતા તેને સારવાર અર્થે ખસેડી હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:February 14, 2021, 07:47 am

ટૉપ ન્યૂઝ