'મારો પતિ 'ગે' અને HIV પોઝેટીવ છે, આ વાત છુપાવી મારી સાથે લગ્ન કર્યા'


Updated: January 12, 2020, 11:22 PM IST
'મારો પતિ 'ગે' અને HIV પોઝેટીવ છે, આ વાત છુપાવી મારી સાથે લગ્ન કર્યા'
પ્રતિકાત્મક તસવીર

લગ્ન થયાને 8 દિવસ થયા બાદ પણ પતિ પત્ની વચ્ચે કોઈ પણ જાતના સંબંધ ન હોવાથી મહિલાએ તેની નણંદને સમગ્ર વાત કહી, પછી જાણવા મળ્યું પતિએ બીજા પુરુષ સાથે સમલૈગીંક લગ્ન કરેલા છે

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ: અમદાવાદમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે કે તેનો પતિ સમલૈંગિક લગ્ન ધરાવતો અને એચઆઇવી ગ્રસ્ત હોવા છતા તેણે આ બાબત છુપાવીને તેની સાથે લગ્ન કરી લીધા છે.

આ મહીલાના લગ્ન નવેમ્બર 2019માં જમાલપુરમાં રહેતી એક યુવાન સાથે થયા હતાં. લગ્ન થયાને 8 દિવસ થયા બાદ પણ પતિ પત્ની વચ્ચે કોઈ પણ જાતના સંબંધ ન હોવાથી મહિલાએ તેની નણંદને સમગ્ર વાત કહી હતી અને સાસરીયાને પણ હકીકત જણાવી હતી. અને ત્યાર બાદ તેના ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટો નીકાળાવ્યા હતા જેની પુછપરછ કરતા સાસરીયાએ જણાવ્યુ હતુ કે, "બધુ નોર્મલ છે કોઈ ચિંતા જેવી બાબત નથી"

પરંતુ ત્યાર બાદ થોડા દિવસો જતા કાંઈ પરિણામ ન આવતા ફરીથી ફરીયાદ કરતા સાસરીયાઓએ મહિલાને સારીરીક અને માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યુ હતુ. ત્યાર બાદ મહિલા પિયર જતી રહી હતી અને ત્યા તેની બહેનને સમગ્ર હકીકત જણાવી પરંતુ બહેને સમજાવી કે "શરુ શરુ માં આવુ જ હોય અને આગળ જતા સારુ થઈ જશે" અને ત્યાર બાદ તે સાસરીયામાં પરત ફરી હતી, પરંતુ મહિલાને તેના પતિ પર શંકા ગઈ હતી અને તેનો મોબાઈલ ચેક કરતા તેને તેમાં બીજા પુરુષ સાથેના ફોટા જોવા મળ્યા હતા હતા.

તેમાં તેને જોવા મળ્યુ હતુ કે, પતિએ બીજા પુરુષ સાથે સમલૈગીંક લગ્ન કરેલા છે. જે ફોટાની વાત પતિને કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો. અને જણાવ્યુ કે મે લંડનમાં સમલૈગીંક મેરેજ કરેલા છે અને તે હકીકત મારા માતા પિતાને ખબર છે. અને ત્યાર બાદ મહીલાને પતિ અને સાસરીયા દ્વારા વધુ ત્રાસ આપવાની શરુઆત કરાઈ હતી.

થોડા સમય બાદ પતિને મોઢામાં ચાંદા પડતા ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટો નીકાળવા જણાવ્યુ હતુ અને રિપોર્ટોમાં કાઈ અજુકતુ લાગતા બીજા ડોક્ટરને ત્યા અન્ય રીપોર્ટો નીકાળ્યા હતા જેમાં એચઆઈવી રોગ હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે મહિલાએ તેના પરિવારજનોની સલાહ લઈને ફરીયાદ નોંધાવી છે જેની તપાસ પોલીસએ ગુનો નોંધી હાથ ધરી છે.
First published: January 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading