અમદાવાદ: 'મને પતિથી છૂટકારો અપાવો,' ટીવી સિરિયલ જેવો કિસ્સો આવ્યો સામે

Kaushal Pancholi
Updated: October 29, 2018, 11:25 AM IST
અમદાવાદ: 'મને પતિથી છૂટકારો અપાવો,' ટીવી સિરિયલ જેવો કિસ્સો આવ્યો સામે
સિરીયલની પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં ટીવી સિરિયલ 'સિલસિલા બદલતે રિશ્તો કા' જેવી જ એક વાત સામે આવી છે.

  • Share this:
અમદાવાદમાં ટીવી સિરિયલ 'સિલસિલા બદલતે રિશ્તો કા' જેવી જ એક વાત સામે આવી છે. બે દંપતી વર્ષોથી મિત્ર હતાં, એક પ્રોફેસર અને બીજા બેન્ક મેનેજર છે. ગઇકાલે અચાનક સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આવીને પ્રોફેસરની પત્નીએ તેના પતિના આડા સંબંધ મિત્રની પત્ની સાથે છે.

મહિલાએ આજીજી કરતા પોલીસને જણાવ્યું હતું કે, 'મને તેનાથી છૂટકારો અપાવો, મારે તેની સાથે રહેવું નથી. મને છૂટાછેડા અપાવો.' જો કે આ મામલામાં સેટેલાઇટ પોલીસે કોઇ ફરિયાદ નોંધી ન હતી પરંતુ બંન્ને દંપતી વચ્ચે સમાધાન કરાવીને છૂટા પાડ્યા હતાં.

શહેરમાં રહેતા બેન્ક મેનેજર અને પ્રોફેસર વર્ષો જૂના મિત્રો હતા. એટલે તેઓ પોતાના પરિવારની સાથે એકબીજાને ઘરે જતા, ફરવા જતા. બંન્ને સાથેને સાથે જ રહેતા હતાં. થોડા સમય પહેલા બેન્ક મેનેજરની બદલી થઇ ગઇ હતી. ત્યાર બાદ પ્રોફેસરની મેનેજરના ઘરની અવર જવર વધી ગઇ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: 'મારૂં એક્ટિવા કેમ ટો કર્યું?' કહીને મહિલાએ ટ્રાફિક પોલીસને માર્યો લાફો

જેના કારણે મિત્રની પત્ની સાથે મન મળી જતા તેમની મુલાકાતો પણ વધી ગઇ હતી. આની જાણ પ્રોફેસરની પત્નીને થતાં તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતાં.

આ પણ વાંચો: અમદાવાદના યુવકની અનેક સેલેબ્સ સાથે છે તસવીરો, આપઘાતનું કારણ આવ્યું સામેઅંતે પોલીસે બંન્ને દંપતીને ત્યાં બોલાવીને સમજાવીને છૂટા પાડ્યા હતાં. હવે પછી તેઓ બંન્ને ક્યારેય નહીં મળે તેવી શરતે છૂટા પડ્યા હતાં.
First published: October 29, 2018, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading