અમદાવાદ : બંગલામાંથી જુગારધામ ઝડપાયું, વિધવા મહિલા આર્થિક સહારો મેળવવા જુગાર રમાડતી


Updated: February 22, 2020, 8:32 AM IST
અમદાવાદ : બંગલામાંથી જુગારધામ ઝડપાયું, વિધવા મહિલા આર્થિક સહારો મેળવવા જુગાર રમાડતી
પ્રતિકાત્મક તસવીર

આર્થિક સહારો ન રહેતા ઓછી મહેનતે નાણાં કમાવવાની લાલચે મહિલા જુગારધામ ચલાવતી હતી,

  • Share this:
અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસે બાતમીનાં આધારે થલતેજ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. આ જગારધામ કોઇ કુખ્યાત શખ્સ નહિ પણ માલેતુજાર બંગલામાં રહેતી મહિલા ચલાવતી હતી. તે વિધવા હોવાથી આ જુગારધામ ચલાવતી હોવાની પોલીસે શંકા સેવી છે.

થલતેજમાં આવેલા ગોયલ ઇન્ટરસિટી ફ્લેટની સામેનાં સુરધારા બંગલોના મકાન નંબર ત્રણમાં કેટલાક લોકો બહારથી ભેગા થઇને કોઇ ગેરકાયદે પ્રવૃત્તી કરતા હોવાની વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીનાં આધારે ત્યાં જઇને દરોડા પાડ્યા હતા. ત્યારે દરોડા દરમિયાન ઘરની બહાર એક મહિલા બેઠી હતી અને અંદર કેટલાક લોકો જુગાર રમતા હતા. પોલીસે રેડ કરીને મકાન માલિક મીનાબહેન પંજાબીની ધરપકડ કરી હતી. આ સાથે જુગાર રમનારા નિકેશ ગાંધી, અનિલ રાઠોડ, કેતન શાહ, ભુપેન્દ્ર ગોહિલ, જીતેન્દ્ર પટેલ,ભરત બારોટની ધરપકડ કરી અને તેમની પાસેથી જુગાર રમવાના સાધનો અને રોકડાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 આ પણ વાંચો : બોડેલી : લક્ઝરી બસનાં છાપરા પર મહિલા મુસાફર સાથે ગેંગરેપ, ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ

આ અંગે પોલીસનું માનવું છે કે, મીનાબહેન પંજાબીનાં પતિ પરમાનંદનું મૃત્યુ થયું છે. જેથી કોઇ આર્થિક સહારો ન રહેતા તેઓ આ લોકોને ઘરમાં બોલાવી જુગાર રમાડતા હતા. પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 22, 2020
વધુ વાંચો
अगली ख़बर