Home /News /madhya-gujarat /

800 વિદ્યાર્થીઓથી ધમધમતી અમદાવાદની સ્કૂલનની માન્યતા રદ, DEOએ પણ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો

800 વિદ્યાર્થીઓથી ધમધમતી અમદાવાદની સ્કૂલનની માન્યતા રદ, DEOએ પણ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો

અમદાવાદના થલતેજ (Thaltej) વિસ્તારમાં આવેલ ન્યુ આર એચ સ્કૂલ વિવાદમાં આવી છે.

અમદાવાદના થલતેજ (Thaltej) વિસ્તારમાં આવેલ ન્યુ આર એચ સ્કૂલ વિવાદમાં આવી છે. ભાડા કરાર રદ્દ થતાં મકાન માલિકે બિલ્ડીંગ ખાલી કરવા એક વર્ષ પેહલા નોટિસ ફટકારી હતી પરંતુ  RH કાપડિયા સ્કૂલ દ્વારા બે વર્ષની મુદત આપવા માંગ કરી હતી. જે મલિક દ્વારા ગ્રાહ્ય રાખી નથી અને આ મામલે ખાલી કરવા માટે કોર્ટમાં દાદ માંગવામાં આવી છે.

વધુ જુઓ ...
અમદાવાદ (Ahmedabad)માં આવેલી થલતેજની ન્યુ આર.એચ. કાપડિયા સ્કૂલ (New R.H Kapadiya School) વિવાદમાં આવી છે. પ્રાથમિક વિભાગે માન્યતા રદ કરી હોવા છતાં શાળાએ વર્ષ 2022-23ના એડમિશન શરૂ કર્યા છે. ભાડાના મકાનમાં ચાલતી સ્કૂલ (School)નો ભાડા કરાર પૂર્ણ થતાં વિવાદ શરૂ થયો છે. મકાન માલિકે જગ્યા ખાલી કરવાની જાણ કર્યા છતાં સંચાલક જગ્યા ખાલી કરવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના થલતેજ (Thaltej) વિસ્તારમાં આવેલ ન્યુ આર એચ સ્કૂલ વિવાદમાં આવી છે. ભાડા કરાર રદ્દ થતાં મકાન માલિકે બિલ્ડીંગ ખાલી કરવા એક વર્ષ પેહલા નોટિસ ફટકારી હતી પરંતુ  RH કાપડિયા સ્કૂલ દ્વારા બે વર્ષની મુદત આપવા માંગ કરી હતી. જે મલિક દ્વારા ગ્રાહ્ય રાખી નથી અને આ મામલે ખાલી કરવા માટે કોર્ટમાં દાદ માંગવામાં આવી છે. બીજી તરફ પ્રાથમિક નિયામક દ્વારા સ્કૂલની મંજૂરી 9 મે બાદ રદ્દ કરવા આદેશ કર્યો છે તો બીજીતરફ નવા વર્ષના એડમિશન શરૂ કરતાં DEOએ પણ સ્કૂલને નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો- ઢોર નિયંત્રણ બિલ હાલ મોકૂફ, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અપાઇ ખાતરી

1 મહિનો માત્ર બાકી હોવા છતાં વિદ્યાર્થીઓને સ્કૂલ બંધ કરવાના આદેશ થયા હોવા અંગે કોઈ જાણ નથી કરાઈ રહી. DEO એ આ અંગે કહ્યુ કે, શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાનું બંધ કરે. ત્યારે નિયમોના ઉલ્લંઘન બદલ સ્કૂલ સંચાલક સામે કાર્યવાહી પણ થઈ શકે છે. RH કાપડિયાના સંચાલક મિલન કાપડિયાનું કહેવું છે કે DEO તરફથી અમને કોઈ નોટિસ મળી નથી. કોરોનાના કારણે અમે જગ્યાના મલિક પાસે બે વર્ષનો સમય માગ્યો છે. હાલ આ મામલે કોર્ટ મેટર ચાલી રહી છે. અમે નજીકમાં અન્ય બિલ્ડીંગ પણ શોધી રહ્યા છીએ.

આ પણ વાંચો- Viral Video : જામનગર વીડિયો વાયરલ થયા બાદ યુવકનો આપઘાત, પરિવારના ગંભીર આક્ષેપ

તો સ્કૂલ જે સ્થળે ચાલી રહી છે તે સ્થળના માલિક મનોજ દીક્ષિતએ જણાવ્યું હતું કે, 31 માર્ચે ભાડા કરાર પૂર્ણ થયો છે. માનવતાના ધોરણે શિક્ષણ વિભાગે 9 મે 2022 સુધી શાળા ચલાવવા મંજૂરી આપી છે. પરંતુ સ્કૂલ સંચાલક આગામી વર્ષના એડમિશન આપીને વાલીઓને ગુમરાહ કરી રહી છે અને રજીસ્ટર્ડ ભાડા કરારની ભંગ કરી રહી છે. હાલ તો સમગ્ર મામલે સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે DEO ફક્ત કાગળ પર કાર્યવાહી કરવાને બદલે ઠોસ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Education News, Education News in Gujarati, Gujarat Education Department

આગામી સમાચાર