મોદીના કાફલાની તપાસ કરનારા અધિકારીને શા માટે સસ્પેન્ડ કરાયા? : અહેમદ પટેલ

News18 Gujarati
Updated: April 18, 2019, 3:03 PM IST
મોદીના કાફલાની તપાસ કરનારા અધિકારીને શા માટે સસ્પેન્ડ કરાયા? : અહેમદ પટેલ
અહેમદ પટેલ (ફાઇલ તસવીર)

SPG સુરક્ષા પ્રાપ્ત કોંગ્રેસના નેતાની ચૂંટણી પંચ તપાસ કરી શકે છે તો બીજેપીના નેતાની તપાસ કેમ ન થઈ શકે? : અહેમદ પટેલ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની કથિત તપાસ બદલ મોહમ્મદ મોહસિન નામના એક IAS અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસ પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે, પીએમ મોદી તેમના હેલિકોપ્ટરમાં એવું તો શું લઈને જઈ રહ્યા હતા કે તેમણે દુનિયાથી આ વસ્તુ છૂપાવવી પડી હતી? બીજી તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલે પણ ટ્વિટ કરીને વિવિધ સવાલો ઉઠાવ્યા છે. અહેમદ પટેલે સવાલ ઉઠાવતા કહ્યું કે, નિયમ બધા માટે અલગ-અલગ કેમ છે?

સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેમજ કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલે આ મામલે ટ્વિટ કરતા લખ્યું છે કે, "એવા અનેક પ્રસંગો બન્યા છે જ્યારે કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ પ્રમુખોના કાફલાની ચૂંટણી પંચ દ્વારા તપાસ કરવામાં આવી હોય. એસપીજી રક્ષણ પ્રાપ્ત હોય તેવા દરેક વ્યક્તિઓ માટે અલગ નિયમ ન હોય. પીએમના હેલિકોપ્ટરની તપાસ માટે આઈએએસ અધિકારીને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો? આવું કરીને શું સંદેશ આપવામાં માંગો છો? શું કાયદો બધા માટે અલગ અલગ હોય છે?"

બીજા એક ટ્વિટમાં અહેમદ પટેલે લખ્યું છે કે, "મારો સવાલ એકદમ સરળ છે. જો એસપીજી સુરક્ષા પ્રાપ્ત હોય તેવા કોંગ્રેસના નેતાની તપાસ થઈ શકે છે તો આ નિયમ બીજેપી પર કેમ ન લાગૂ થઈ શકે?"

ઉલ્લેખનીય છે કે બુધવારે ચૂંટણી પંચે જાહેર કરેલા આદેશ પ્રમાણે 1996ની બેંચના અધિકારી મોહમ્મદ મોહસિનને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે IAS અધિકારી મોહમ્મદ મોહસિનને એસપીજી સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિ માટે જાહેર કરવામાં આવેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. મોહમ્મદ મોહસિને મોદીના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.
First published: April 18, 2019, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading