ભાજપના બિનગુજરાતી નેતાઓ અમરાઈવાડી બેઠક પર પ્રચાર કરવાથી દૂર ભાગી રહ્યા છે?

News18 Gujarati
Updated: October 8, 2019, 8:08 AM IST
ભાજપના બિનગુજરાતી નેતાઓ અમરાઈવાડી બેઠક પર પ્રચાર કરવાથી દૂર ભાગી રહ્યા છે?
જગદીશ પટેલના ચૂંટણી પ્રચારમાં આઈ. કે. જાડેજા સહિતના નેતાઓ

અમરાઈવાડી બેઠકના ઉમેદવાર જગદીશ પટેલને એકલા પાડી દેવાની નીતિ સામે આવી રહી છે

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર હોવાનો કિસ્સો થોડા દિવસ અગાઉ જ સામે આવ્યો હતો. ત્યારે હવે અમરાઈવાડી બેઠકના ઉમેદવાર જગદીશ પટેલને એકલા પાડી દેવાની નીતિ અખત્યાર કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. આ બેઠક પર જેટલા નેતાઓએ ટીકીટ માંગી હતી તે પૈકીના મોટા ભાગના નેતાઓ હવે જગદીશ પટેલથી જાણે કે અંતર બનાવી રહ્યા હોય તેમાં આ બેઠક પર પ્રચાર માટે ફરકતા નથી. અન્ય સીટો પર અહીંથી નેતાઓ પ્રચારમાં જાય છે પરંતુ આ નેતાઓ અમદાવાદમાં પ્રચાર કરતા નથી.

અમદાવાદની અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને એકલા હાથે ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું નજરે પડી રહ્યું છે. આમ તો આ બેઠક શહેરી વિસ્તારની બેઠક છે અને તે ભાજપનો ગઢ છે. પરંતુ ચૂંટણી સમયે પ્રચાર કરવો જરૂરી હોય છે આ બેઠક પર ઓપન કેટેગરીના મતદારો વધારે છે તો બિનગુજરાતી મતદારોની સંખ્યા પણ વધારે છે પરંતુ કડવા પાટીદાર કે બિનગુજરાતી ભાજપના નેતાઓએ જાણે કે અમરાઈવાડી બેઠક પર અંતર બનાવી રાખ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

જ્યારથી આ બેઠક પર ઉમેદવારના નામની પસંદગી કરવામાં આવી છે ત્યારથી ભાજપના એકપણ દિગ્ગજ નેતાઓ અહી ફરક્યા પણ નથી. પૂર્વ અને પશ્ચિમના સાંસદ આ બેઠકને લઈને પ્રચારમાં લાગેલા છે એ સિવાય એક પણ નેતાઓ અહી પ્રચાર માટે આવ્યા નથી. જયારે ઉમેદવારી નોંધાવવાની હતી ત્યારે આ બેઠક પર ચૂંટણી લડવા માટે 30 જેટલા નેતાઓએ લાઇન લગાવી હતી તે પૈકીના શહેર મહામંત્રી કમલેશ પટેલ, દિનેશ કુશવાહ, અમુલ ભટ્ટ કે પછી ઋત્વીજ પટેલ સહિતના નેતાઓ અત્યારે હવે અમરાઈવાડી બેઠકમાં જ પ્રચાર માટે જતા નથી.

અમદાવાદના સ્થાનિક હોવા છતાં આ નેતાઓ અન્ય વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પરંતુ અમરાઈવાડી બેઠકમાં ફરકતા નથી આ બેઠક સિક્યોર બેઠક હોવાના કારણે તમામ નેતાઓને ચૂંટણી લડવાના અભરખા હતા પરંતુ ટિકિટ નહિ મળતા હવે ત્યાં પ્રચાર કરવાનું પણ ટાળી રહ્યા છે. આને લઈને ભાજપમાં એક ચર્ચા એ પણ છે કે ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર છે અને જગદીશ પટેલ, આનંદીબેન જૂથના છે જેને લઈને જ કેટલાક નેતાઓ પહેલેથી જ નારાજ છે. અને એટલે જ આનંદીબેન જૂથના નીલમ પટેલને સસ્પેન્ડ કરી દીધા હતા.

આ બેઠક પર હવે પાટીદાર નેતાઓ જ આમને સામને છે જેથી અન્ય એક સ્થિતિનું પણ નિર્માણ થયું છે ત્યારે ડેમેજ કંટ્રોલ માટે કમાન નીતિન પટેલને સોંપવામાં આવી છે..ધર્મેન્દ્ર પટેલ પાટીદાર આંદોલન વખતે એસપીજી અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા જેથી અમરાઈવાડી સીટના પાટીદારો સાથે સીધા સંપર્કમાં છે. જો આ ચૂંટણી દરમિયાન કડવા પાટીદાર ભાજપથી મોઢું ફેરવે તો ભાજપને હારનો સામનો કરવો પડે જેથી એ પાટીદારોને રીઝવવા માટે અને મતદારો સાથે સીધો સંવાદ કરવા અને પાટીદાર અગ્રણીઓ સાથે સંપર્ક કરવાની જવાબદારી હવે નીતિન પટેલને સોપવામાં આવી છે. કારણ કે એસપીજી ગ્રુપ ઘણા વર્ષોથી નીતિન પટેલ સાથે સીધો સંપર્ક ધરાવે છે. તો બીજી તરફ ભાજપમાં આ બેઠકને લઈને જૂથવાદ ચરમસીમા પર છે ત્યારે ભાજપના નેતાઓના ઝગડાનો ફાયદો પણ કોંગ્રેસને મળી શકે છે જેથી આ સીટ જીતવા હવે જવાબદારી નીતિન પટેલને સોપવામાં આવી છે.​

આ પણ વાંચો,
બદરૂદ્દીન શેખની નારાજગી પાછળ ક્યા ધારાસભ્યને થશે ફાયદો?
267 કરોડના એફેડ્રીન ડ્રગ્સ મામલો : પૂર્વ MLA ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ સહિત 5ને 10 વર્ષની જેલ
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर