અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યા


Updated: September 13, 2020, 3:29 PM IST
અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યા
પ્રતિકાત્મક તસવીર

યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ પતિ સાથે સાસરીમાં રહેવા ગઇ હતી પરંતુ સાસરીયાએ રાખવાનો ઇન્કાર કરતા તે ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી હતી.

  • Share this:
અમદાવાદ: પતિ મોડા આવતા પત્નીએ પુચ્છા કરી હતી કે, કેમ મોડુ થયું, મારો ફોન કેમ નથી ઉપાડતા. પત્નીની આવી વાત સાંભળી પતિ ઉશ્કેરાયો હતો અને તેને ફટકારી (husband beaten wife) હતી. જેથી પત્નીને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં (L.G. hospital) જવું પડ્યું હતું. જેથી આ મામલે પત્નીએ પતિ, સાસુ-સસરા સામે ખોખરા પોલીસ મથકમાં (khokhara police station) ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પતિ સાથે સાસરીમાં રહેવા ગઇ હતી પરંતુ સાસરીયાએ રાખવાનો ઇન્કાર કરતા તે ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી હતી.

ચાર મહિના પતિ સાથે રહ્યાં બાદ યુવતીની માતાને ફેક્ચર થતા તે પિયર ગઇ હતી. આ દરમિયાન સાસુ-સસરા સહિતના લોકોએ પતિની ચઢામણી કરી હતી. જેથી યુવતિ પિયર હતી ત્યારે પતિએ તેને જાણ કર્યા વગર મકાન ખાલી કરી દીધુ હતુ અને તમામ વસ્તુ લઇ માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો હતો.

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ એક ઘટનામાં પતિ-પત્નીનું થયું મોત, પોસ્ટમોર્ટમ થયું તો ડોક્ટરોના ઉડી ગયા હોશ

ત્યારબાદ યુવતી ફરી પતિ સાથે રહેવા આવી હતી. ત્યારે સાસુ-સસરા નીચેના માળે રહેતા અને યુવતી પતિ સાથે ઉપરના માળે રહેતી હતી. યુવતી બીમાર પડતા તેની સારવાર કરાવાની જગ્યાએ સાસુ સસરાએ મારામારી કરી કહ્યું હતું કે, તું કાયમ બીમાર જ રહે છે તારુ અહીંયા કોઇ જ કામ નથી તેમ કહી કાઢી મુકી હતી. જેથી યુવતી પિયર રહેતી હતી.

આ પણ વાંચોઃ-દેશનો પહેલો કેસઃ ડોક્ટરોએ કરી કમાલ! corona સંક્રમિત દર્દીના બંને ફેફસાંનું કર્યું સફળ ટ્રાન્સપ્લાન્ટઆ પણ વાંચોઃ-કરુણ ઘટના! યુગલે સેલ્ફી વીડિયો બનાવીને કરી આત્મહત્યા, છ મહિના પહેલા ગાયબ થઈ હતી યુવતી

યુવતી સ્વસ્થ થતા પતિ તેને ફરી સાસરીએ લઇ આવ્યો હતો અને તે પરત સાસરે ગઇ હતી. ત્યારે પતિ સહિતના લોકો ત્રાસ આપતા હતા અને મારા મારી કરતા પાસડીમાં ઇજા થઇ હતી. જેથી આ મામલે તેણે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે સમાધાન કરી લીધુ હતુ અને પરત રહેવા લાગી હતી.

11 સપ્ટે.ના રોજ રાત્રે પતિ ઘરે પરત આવ્યા ત્યારે યુવતીએ પુચ્છા કરી હતી કે, કેમ મોડુ થયું, મારો ફોન કેમ નથી ઉપાડતા. આટલું કહ્યાં બાદ પતિ ગુસ્સે થયા હતા અને બિભત્સ ગાળો બોલી મારા મારી કરવા લાગ્યા હતા. જેથી ઇજા થતા તેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી આ મામલે ખોખરા પોલીસ મથકમાં પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
Published by: ankit patel
First published: September 13, 2020, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading