Home /News /madhya-gujarat /

અમદાવાદ : વેક્સિન કેમ જરૂરી છે? કોરોનાગ્રસ્ત થયેલ તબીબે સમજાવી આખી વાત

અમદાવાદ : વેક્સિન કેમ જરૂરી છે? કોરોનાગ્રસ્ત થયેલ તબીબે સમજાવી આખી વાત

પ્રતિકાત્મક તસવીર

સમગ્ર દેશમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થયો અને કરોડો લોકોએ કોરોનાની રસી લઇ પોતાને સુરક્ષિત કર્યા

અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ અતિ ઘાતક સાબિત થઇ રહ્યું છે. વાયરસની તીવ્રતા શરીરમાં વધી છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ફેફસા સુધી પહોંચે છે. સમગ્ર દેશમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થયો અને કરોડો લોકોએ કોરોનાની રસી લઇ પોતાને સુરક્ષિત કર્યા. રસીકરણ કેટલા હદે માનવશરીરને રક્ષણ આપે છે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના સંક્રમિત તબીબ ડૉ. યતીન દરજીએ પુરુ પાડ્યું છે.

કોરોનામાં સતત ફરજ બજાવ્યા બાદ 12મી ફેબ્રુઆરીએ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ અને 13મી માર્ચે કોરોના રસીકરણનો બીજો ડોઝ લીધો હતો. ત્યારબાદ પણ પોતોની ફરજ પર કર્તવ્યનિષ્ઠ એવા આ તબીબે દિવસ રાત કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કાર્યરત રહ્યા. ગત અઠવાડિયે કોરોનાથી સંક્રમિત થયા પરંતુ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલ હોવાના કારણે વાયરસના આ ઘાતક સ્વરૂપે તેમના ફેફસાના ફક્ત 20થી 25 ટકા વિસ્તારને જ નુકસાન પહોંચાડ્યું હતું. કોરોનાના લક્ષ્ણો પણ સર્વસામાન્ય રહ્યા હતા.

કોરોનાની 1200 બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. તબીબી સારવારના કારણે અને વેક્સિનના ડોઝ લીધેલ હોવાના કારણે શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટીબોડીઝે શરીરમાં પ્રવેશેલા વાયરસ સામે પ્રતિકાર કર્યો લડત આપી અને તેઓ ખૂબ જ ઝડપી સાજા થયા. તેઓ કોરોના વોર્ડમાં હાલ સારવાર મેળવી રહ્યા છે અને 1 મે ના રોજ સાજા થઇને ઘરે પરત ફરશે. કોરોના વોર્ડમાંથી લોકોને અપીલ કરતા કહે છે કે, મેં કોરોનાની રસી લીધી હતી તેના કારણે જ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ ખૂબ જ ઝડપી સાજો થઇ શક્યો છું. દેશના તમામ નાગરિકોએ કોરોનાની રસી અચૂકપણે લઇને સંક્રમણથી સુરક્ષિત થવું જોઇએ.

આ પણ વાંચો - અમદાવાદ : હુક્કાની મહેફિલ માણતા 7 નબીરાઓ ઝડપાયા, મેચ જોવાની સાથે બાર જેવી સગવડો અપાતી

ડૉ. યતીન દરજીનું માનવું છે કે, કોરોના રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. રસી લીધા બાદ પણ સરકારી દિશાનિર્દેશોના પાલન કરવા જરૂરી છે. રસી લીધા બાદ સંક્રમણ સંબંધિત વિસ્તારમાં જતા સંક્રમણ લાગવાનો ભય રહે છે. બાકીના કિસ્સામાં સામાન્ય સંક્રમણથી રસીના કારણે જરૂરથી બચી શકાય છે. તેઓ દ્રઢ પણે કહે છે કે, કોરોના રસીકરણ કરાવ્યા સિવાયના દર્દીઓ જ્યારે સંક્રમિત થયા બાદ સારવાર અર્થે આવે છે તેના કરતાં વેક્સિન લીધા બાદ સંક્રમિત થયેલ દર્દીમાં કોરોનાના લક્ષણો સામાન્ય હોય છે.

કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉ. કાર્તિકેય પરમાર કહે છે કે, છેલ્લા એક વર્ષથી લગાતાર અમેં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યાં છીએ. અમારી 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ દાખલ થાય ત્યારે વેક્સિનેટેડ છે કે નહીં તે ઓ.પી.ડી.માં નોંધવામાં આવે છે. આ તમામ ડેટા પરથી જોવા મળ્યું છે કે કોરોનાની રસી લીધા બાદ સંક્રમિત થયેલ દર્દીઓમાં સંક્રમણની ગંભીરતા મહદઅંશે ગંભીર જોવા મળી નથી. ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વેક્સિનના ડોઝ અચૂકપણે લઇને કોરોના સામેનું સુરક્ષા કવચ ધારણ કરવું જોઇએ.

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, અમારી કોરોના ડેઝીગન્ટેડેટ 1200 બેડ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કરાવ્યા બાદ આવતા દર્દીઓમાં કોરોના વાયરસની ગંભીરતાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. જેમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થઇને ઘરે પરત થયા છે. કોરોના રસીકરણ જરૂરથી આવા દર્દીઓના જીવ બચાવવા અને વાયરસ સામે રક્ષણ આપવા કારગર સાબિત થયું છે.

અત્રે નોધવું જરૂરી છે કે 1 મે 2021થી રાજ્યભરમાં 18 વર્ષથી વધુ વયના યુવાઓ-નાગરિકો માટે રાજ્યભરમાં કોરોના રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થનાર છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પણ તમામ નાગરિકોને આ રસીકરણ અભિયાનમાં જોડાઇને રસીકરણ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. એવામાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના રસીકરણ જીવનરક્ષક બની કોરોના સામેની લડતમાં વિજય પ્રાપ્ત કરવા અસરકારક સાબિત થશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Aarogya setu app, Corona vaccine, Corona vaccine registration, Cowin platform

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन