ગુજરાતની આ બેઠકો પર કોંગ્રેસને જીતનો હતો વિશ્વાસ પરંતુ ખીલ્યું કમળ

News18 Gujarati
Updated: May 24, 2019, 8:28 AM IST
ગુજરાતની આ બેઠકો પર કોંગ્રેસને જીતનો હતો વિશ્વાસ પરંતુ ખીલ્યું કમળ
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું અને આખા રાજ્યમાં કમળ ખીલી ગયું છે.

કોંગ્રેસને જે બેઠકો પર ભારોભાર વિશ્વાસ હતો કે તેઓ ફતેહ કરશે પરંતુ ત્યાં પણ કેસરિયો લહેરાયો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું અને આખા રાજ્યમાં કમળ ખીલી ગયું છે. કોંગ્રેસને જ્યાં પણ જીતનો વિશ્વાસ હતો અને તેમણે પોતાના દિગ્ગજ નેતાઓને ઉતાર્યા હતાં ત્યાં પણ તેઓ હારી ગયા છે. કોંગ્રેસને જે બેઠકો પર ભારોભાર વિશ્વાસ હતો કે તેઓ ફતેહ કરશે પરંતુ ત્યાં પણ કેસરિયો લહેરાયો છે તેની પાછળ અનેક કારણો ચર્ચાઇ રહ્યાં છે.

અમરેલી

અમરેલી બેઠક પર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ગણાતા પરેશ ધાનાણીને ઉતાર્યા હતાં. તેમની સામે ભાજપનાં નારણ કાછડિયા વચ્ચે ખરાખરીનો જંગ હતો. વિધાનસભામાં પણ અમરેલી જિલ્લાની તમામ આઠ બેઠકો પર કોંગ્રેસને અસાધારણ જીત મળી હતી. તેનો તમામ શ્રેય કોંગ્રેસે પરેશ ધાનાણીને જ આપ્યો હતો. આ હારની પાછળ ચર્ચા એવી પણ છે કે વિધાનસભા ચૂંટણી સમયે પાટીદાર મુદ્દો ગરમ હતો. બીજી તરફ જોઇએ તો લોક સભા ચૂંટણી સમયે કોંગ્રેસને આ બેઠક પર જીતનો વિશ્વાસ હતો જેથી તેમણે અહીં વધારે કામ નથી કર્યું. કોંગ્રેસે અહીં વધારે જન સંપર્ક કે પ્રચાર ઓછો કર્યો છે. જેના કારણે ભાજપનાં નારણ કાછડિયાએ આ બેઠક પર જીત મેળવી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષે નેતા બદલવાની પરંપરા તૂટીઃ ભાજપના મહેન્દ્ર મુંજપરાની જીત

આણંદ

આણંદમાં કોંગ્રેસ તરફથી દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી હતાં. જ્યારે ભાજપે આ વખતે સીટિંગ સાંસદને પડતા મુકીને નવા ઉમેદવાર મિતેશ પટેલને ટિકિટ આપી હતી. વર્ષોથી આ બેઠક તો કોંગ્રેસનો ગઢ છે. જેથી કોંગ્રેસે જાણે વિચારી લીધું કે ભાજપને નવા ઉમેદવાર ઉતાર્યા છે એટલે આ બેઠક તો આપણી જ છે. વળી બેઠક પર પાટીદાર અને ઓબીસીનો વિસ્તાર ગણાય છે. જોકે ભરતસિંહે ઓબીસીને પોતાનાં વિશ્વાસમાં લેવા માટે રીઝવ્યાં ન હતાં. જ્યારે બીજેપીએ અહીંનાં લોકોને રીઝવવા માટે બૂથ લેવલ મેનેજમેન્ટ કર્યું હતું.પાટણ

આ બેઠક પરથી કોંગ્રેસે પીઠ નેતા જગદીશ ઠાકોરને જ્યારે ભાજપમાં સંસદીય સચિવ ભરતસિંહ ડાભીને ઉતાર્યા હતાં. જગદીશ ઠાકોરે અહીં જન સંપર્ક પણ ઘણો કર્યો હતો તેથી કોંગ્રેસને સંપૂર્ણ જીતનો વિશ્વાસ હતો. આ બેઠક પર કોંગ્રેસમાંથી છેલ્લા સમયે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરને કારણે ઘણો જ ફટકો પડ્યો છે. જેના કારણે ઓબીસીનાં મતો કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : અમરેલી: ભાજપના ઉમેદવાર કાછડીયાની જીત, ધાનાણી હાર્યા

સુરેન્દ્રનગર

ભાજપે સુરેન્દ્રનગરમાં વર્તમાન સાંસદ દેવજી ફતેપુરાનું પત્તુ કાપી ડો. મહેન્દ્ર મુંજપરાને ઉમેદવાર બનાવ્યાં હતાં. જ્યારે કોંગ્રેસે સોમાભાઇ પટેલને ઉતાર્યાં હતાં. અહીં હાર્દિક પટેલે પણ ઘણી જ સભાઓ સંબોધી હતી જેથી તેમને વિશ્વાસ હતો કે અહીં કોંગ્રેસ જ જીતશે. બીજી તરફ ડો. મહેન્દ્ર મુંજપરા રાજનીતિમાં નવા છે પરંતુ તેઓ તબીબી અને શિક્ષણ ક્ષેત્રમાં મદદ માટે ઘણાં જ લોકપ્રિય છે. તેઓ માણસો વચ્ચેનાં વ્યક્તિ છે. આ જ તેમની ક્રેડિટ ભાજપને કામ લાગી.

પોરબંદર

પોરબંદરમાં પણ ભાજપનાં નવા ઉમેદવાર રમેશ ધડુક અને કોંગ્રેસમાંથી ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયા વચ્ચે જંગ હતો. વિધાનસભામાં લલિત વસોયાને ઘણાં મોટા માર્જીનથી જીત મળી હતી. લલિત વસોયાએ આ બેઠક પર જમીન પર પણ ઘણાં કામ કર્યા હતાં, જેથી બધાને વિશ્વાસ હતો કે આ બેઠક તો તેમના ફાળે જ જશે. આ ઉપરાંત રાદડિયા પરિવાર અને જયરાજસિંહ જાડેજાનાં પરિવારે રમેશ ધડુકને જીતાડવામાં ઘણી મહેનત કરી છે.

જૂનાગઢ

જૂનાગઢમાં કોંગ્રેસમાંથી રાજેશ ચુડાસમા અને કોંગ્રેસ તરફથી પીઢ નેતા પુંજાભાઇ વંશ વચ્ચે જંગ હતો. આ બંન્ને નેતા કોળી જ્ઞાતિનાં છે અને પુંજાભાઇનું નામ કોળી સમાજમાં વધુ છે એટલે કોંગ્રેસને અહીં જીતનો વિશ્વાસ હતો. જો કે જૂનાગઢમાં નરેન્દ્ર મોદીએ કરેલી ચૂંટણી સભા ઉપરાંત કોળી અને કરોડિયા જ્ઞાતિનાં મતો મેળવવા માટે ભાજપે ઘણું જ ગ્રાઉન્ડ વર્ક પણ કર્યું છે. આ કારણોને લીધે બીજેપી અહીં જીત નોંધાવી શકયા
First published: May 24, 2019
વધુ વાંચો
अगली ख़बर