ગુજરાત ભાજપના ધારાસભ્યોએ અચનાક કેમ ધમપછાડા શરૂ કર્યા?


Updated: January 25, 2020, 9:14 AM IST
ગુજરાત ભાજપના ધારાસભ્યોએ અચનાક કેમ ધમપછાડા શરૂ કર્યા?
ભાજપના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદાર અને મધુશ્રીવાસ્તવની ફાઇલ તસવીર

ભાજપના આંતરિક સુત્રો કહી રહ્યા છે કે અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે એ અનેક બાબતો સૂચવી રહી છે. ધારાસભ્યોએ એક કાંકરે અનેક પક્ષી મારવા જેવો ઘાટ સર્જ્યો છે

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં ભાજપમ અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે.ગુજરાતમાં ભાજપના 25 વર્ષના શાશન બાદ સંસ્કાર નગરી વડોદરા ના ધારાસભ્યો જાણે કે વર્ષોથી દબાયેલા હતા અને હવે ભડાસ કાઢી રહ્યા હોય એવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે વર્ષે 2017 ની વિધાનસભા ચૂંટણી પછી વડોદરા શહેર અને જિલ્લાના ધાસભ્યો એકી સુરે કહી રહ્યા છે કે અધિકારીઓ સંભાળતા નથી.

સવાલો અનેક છે પરંતુ જવાબ કોઈ પાસે નથી.ઘણી વખત રાજ્યના મંત્રીઓ અને ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે રાજ્યમાં 25 વર્ષથી ભાજપ સત્તા પર છે પ્રજાનો પ્રેમ છે આવા સમયે અધિકારીઓની આડોડાઈની વાતો આગળ ધરી સંસ્કાર નગરી વડોદરા શહેર અને જિલ્લા ના ધારાસભ્યો હવે ખુલીને સામે આવી રહ્યા છે.વર્ષે 2017 ની વિધાનસભા ચૂંટણી પછી જે સ્થિતિ સર્જાઈ છે તે અનેક બાબતો તરફ નિર્દેશ કરી રહી છે. શું અત્યાર સુધી ધારાસભ્યોનો અવાજ રૂંધાયેલો હતો તે હવે ખુલીને સામે આવી રહ્યો છે ? કે પછી અધિકારીઓ જ બધા નિર્ણય પોતાની મનસુફી મુજબ કરે છે? સ્થિતિ કોઇપણ હોય પરંતુ ભાજપ અત્યારે બેકફૂટ પર આવી ગયું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભાજપના નેતાઓ શિષ્ટ બદ્ધ પાર્ટીની વાતો તો કરે છે પરંતુ એ જ શિસ્તના લીરા ભાજપના વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યો જ ઉડાવી રહ્યા છે.

 

(ડાબેથી) મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદાર અને યોગેશ પટેલ


આમ તો આ સિલસિલો એ વર્ષે 2017 ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ચાલુ થયો હતો.વર્ષે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો 99 બેઠકો મળવાની સાથે જ  ભાજપના મહત્વકાંક્ષી ધાસભ્યો સરકાર ને દબાવી મંત્રી પદ અને બોર્ડ નિગમ મેળવાનો પ્રયાસ કરી રહ્યાનું  રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહી છે.

ભાજપના આંતરિક વલતુળો માં વર્ષે 2017 ની વિધાનસભા ની ચૂંટણીના પરિણામ બાદ જ  એ વાતે જોર પકડ્યું હતું કે સરકારનો કંટ્રોલ નથી અધિકારીઓ પર અને લાગતું નથી કે સરકાર જેવું કાઈ છે. અધિકારીઓને પત્રો લખીને રજૂઆત કરવામાં આવે તો પણ સાંભળવામાં આવતી નથી મનમાની મુજબ વર્તવામાં આવી રહ્યું છે. અને જે સ્પીડે અને રજૂઆત મુજબના કામ થવા જોઈએ એ થતા નથી.અને આ સ્થિતિ રાજ્યના મોટા શહેરોની છે જ્યાં ભાજપનો દબદબો છેઆ પણ વાંચો : ભાજપ સરકાર અને સંગઠનને તેમના જ ધારાસભ્યો મુશ્કેલીમાં મૂકી રહ્યા છે?

જો વડોદરા શહેરની વાત કરવામાં તો રાજેન્દ્ર ત્રિવેદી ને મંત્રી મંડળ માંથી બાકાત કરતા તેમને વિધાનસભા અધ્યક્ષ બનાવા પડ્યા. તો  યોગેશ પટેલે પણ એફઆરસી મુદ્દે અને ત્યાર બાદ પોતાના મત વિસ્તાર મુદ્દે અનેક વખત સરકાર ને પત્ર લખી સરકાર અને સંગઠને મુશ્કેલી માં મુખ્ય અંતે વિજય રૂપાણી સરકારમાં તેમને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું.ત્યાર બાદ લોકસભાની ચૂંટણી પહેલા મધુશ્રીવાસ્તવે લોકસભાનક ચૂંટણી લડવાની જીદ પકડતા તેમને ગુજરાત એગ્રો ના ચેરમેન બનાવમાં આવ્યા.તો હવે કેતન ઇનમદારે તો વિધાનસભા અધ્યક્ષ ને રાજીનામુ મોકલી સરકાર અને સંગઠને બાનમાં લીધું હતું.

Yogesh Patel, યોગેશ પટેલ
સરકારનો ખૂબ વિરોધ કર્યા બાદ વડોદરાના રાવપુર મતવિસ્તારના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા.


જો અમદાવાદની વાત કરવામાં આવે તો  ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેશની ચૂંટાયેલું બોર્ડ  કહી રહ્યું હતું કે  એએમસી કમિશ્નર સાંભળતા નથી.તો ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે gnfc ના અધિકારીઓ માનતા નથી અને સ્થિતિ સર્જાઈ છે તેને કંટ્રોલ નહિ કરી તો ભોપાલ ગેસકાંડ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તે મામલે પત્ર લખ્યો છે.

આ પણ વાંચો :   રાજકોટ પોલીસનો હીરો : તપાસમાં ગયેલા PSI રડી પડ્યા, આરોપીની દીકરીની સારવાર કરાવશે

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની ફાઇલ તસવીર


ભાજપના આંતરિક સુત્રો કહી રહ્યા છે કે અત્યારે જે સ્થિતિ સર્જાઈ રહી છે એ અનેક બાબતો સુચવી રહી છે એક કાંકરે અનેક પક્ષી મારવા જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. નારાજ ધારાસભ્યોની માંગણી પૂર્ણ થઇ રહીએ છે અધિકારીઓ પર કામ કરવા માટે દબાણ ઉભું થઇ રહ્યું છે અને જે ધારાસભ્યો ભડાસ રાખીને બેઠા છે તે પણ ઠાલવવામાં આવી રહી છે તો આગામી સમયમાં આવતા સંગઠન સહ રચના કાર્યમાં પણ પોતાની મનસુફી મુજબ પકડ ઉભી કરવા દબાણ ટેકનીક અપનાવવામાં આવી રહી છે.
First published: January 25, 2020, 9:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading