Home /News /madhya-gujarat /

BJP હાઇકમાન્ડે CR પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા?

BJP હાઇકમાન્ડે CR પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા?

સીઆર પાટીલની ફાઇલ તસવીર

પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સીઆરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, 'ખભેથી ખભા મિલાવી દરેક કાર્યકર કામ કરશે'

  ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ (Gujarat BJP President) પ્રમુખ તરીકે સીઆર પાટીલ (CR Patil)ની નિમણૂક કરી છે. સીઆર પાટીલ ભાજપના (cr patil BJP president) નવસારી લોકસભા મતવિસ્તારના સાંસદ છે. કુશળ સંગઠક ગણાતા સીઆરને ભાજપે પ્રદેશ પ્રમુખ બનાવીને એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા તો નહીં પણ ઉડાવી મૂક્યાનું રાજકીય નિષ્ણાતો માને છે. ભાજપ વતી અનેક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા ચંદ્રકાંત રઘુનાથ પાટીલે સુરતમાંથી આઇ.ટી.આઇ સુધીનો અભ્યાસ કર્યો છે. સીઆરને કુશળ સંગઠક માનવામાં આવે છે. ત્રણ ટર્મના સાંસદ સીઆર લૉકસભાની અનેક કમિટીઓમાં કામ કરી ચુક્યા છે.

  પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સીઆર પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'પ્રદેશ અધ્યક્ષ તરીકે મારૂં કામ દરેક કાર્યકર્તાને સાથે લઈને ચાલવાનું છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો તે બદલ તેમનો આભાર. ભાજપનો દરેક કાર્યકર્તા મહત્ત્વનો છે. દરેક કાર્યકર્તા ખભેથી ખભો મિલાવી કામ કરશે. હાલમાં કોરોના મહામારી મોટો પડકાર છે. સરકારની કામગીરી સાથે ભાજપના સંગઠનની કામગીરી પણ કોરોનાને ડામવાની છે.'

  આ પણ વાંચો :  ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે સી.આર.પાટીલની પસંદગી, પ્રથમ વખત બીન ગુજરાતી ચહેરાને સ્થાન

  પેટાચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર જીતશે

  સીઆર પાટીલે મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થશે. દરેક બેઠકે પર સંગઠન જે ઉમેદવારને મેદાને ઉતારશે તેનો વિજય થશે. અધ્યક્ષ તરીકે વાઘાણીના સમયમમાં જે કામ આગળ વધ્યુ છે તેને વધારે સારી રીતે આગળ લઈ જવાશે'

  ચંદ્રકાંત રઘુનાથ પાટીલની ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થયા બાદ રાજકીય વિશ્લેષક ડૉ.શીરિષ કાશીકરે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કૉંગ્રેસે સ્ટ્રેજી બદલી કાર્યકારી અધ્યક્ષ યુવા નેતાને ચાન્સ આપ્યો છે ત્યારે ભાજપે સીઆરની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. જે વ્યક્તિ ખૂબ સારા સંગઠક તરીકે કામ કરી શકે તેમ હોય તેને ભાજપે ચાન્સ આપી અને એક કાંકરે અનેક પક્ષીઓ ઉડાડી મૂક્યા છે.

  જ્ઞાતિગત રાજકારણ

  રાજકારણમાં જ્ઞાતિ અને પર્ફોમન્સની જરૂર હોય છે. પરંતુ દરેક વખતે પ્રદેશ અધ્યક્ષ બને તેમાં જ્ઞાતિનું ફેક્ટર તો હતું પરંતુ દરેક વખતે ફેક્ટર અલગ હતું. કાશીરામ રાણામાં જે સંગઠક તરીકેની શક્તિ હતી તેમાં કાશીરામ રાણા પછી જે પેઢી આવી તે સીઆર છે. આ વખતેની વિધાનસભાની ચૂંટણી સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતની જે સ્થિતિ હતી તેમાં ભાજપ નબળો ન પડ્યો પરંતુ એક્સપેક્ટેશન કરતા વધારે બેઠકો જીતી.

  આ પણ વાંચો :  સુરત : બોમ્બે માર્કેટ અને હીરા-ચોક્સી બજારમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન, Corona બેકાબૂ બનતા નિર્ણય લેવાયો

  કૉંગ્રેસ યુક્ત ભાજપને સાચવી લેવાનો પડકાર

  પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ હતો તેને સમાપ્ત કરવાનુ નામ
  સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બનાવતા જ્ઞાતિજાતિના નામ હવે સામે આવતા નથી. સીઆર બિનગુજરાતી છે એટલે તેમનામાં જ્ઞાતિજાતિના સમીકરણનો કોઈ પ્રભાવ આવતો નથી. જોવાનું એ છે કે સીઆર આખી બાબતને કેવી રીતે કંટ્રોલ કરે છે. તેમને સંગઠનમાં કેવી રીતે કામ કરવું તે જાણે છે ત્યારે એવા સમયમાં જ્યારે કૉંગ્રેસમાંથી ભરપુર પ્રમાણમાં લોકો આવ્યા છે ત્યારે ભાજપના નેતાઓને સાચવવા, કૉંગ્રેસના નેતાઓને પણ સાચવવા એ તેમના માટે ચેલેન્જ રહેશે.

  કૉંગ્રેસે હાર્દિકને કાર્યકારી અધ્યક્ષ બનાવી ટ્રમ્પ કાર્ડ ખેલ્યુ?

  ચૂંટણી સમયે પણ જોવા મળ્યું કે હાર્દિક અને તેના મિત્રો આંદોલન સમયે પણ પાટીદાર ફેક્ટર પર સવાર થયા પરંતુ કૉંગ્રેસને તેનો ખાસ લાભ મળતો જોવા મળ્યો નહીં. તેમ છતાં કૉંગ્રેસે પાટીદાર ચહેરાને કાર્યકારી અધ્યક્ષ બનાવતા ભાજપે એક કુશળ સંગઠકને મુખ્યમંત્રી બનાવી અને એક કાંકરે અનેક પક્ષીઓ ઉડાડી દીધા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Bjp gujarat, CR Patil, Gujarat BJP

  આગામી સમાચાર