ભાજપને થયું ભાન: દલિતો કેમ નારાજ છે? એ જાણવા દલિત ચિંતન શિબિર કરી

News18 Gujarati
Updated: August 21, 2018, 3:12 PM IST
ભાજપને થયું ભાન: દલિતો કેમ નારાજ છે? એ જાણવા દલિત ચિંતન શિબિર કરી
ફાઈલ ફોટો

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા અનામતને નબળી કરવાની યુક્તિઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી.

  • Share this:
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્રની સરકારની દેશભરમાં દલિતોના મુદ્દાઓ પર ભારે ટીકા થઇ રહી છે. આ મુદ્દાને સમજવા માટે ભાજપ દ્વારા તાજેતરમાં દલિત ચિંતન શિબિર દિલ્હીમાં રાખવામાં આવી હતી અને દલિત નેતાઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરાયો કે, દલિતો શા માટે ભાજપથી નારાજ છે ?

આ દલિત ચિંતન શિબિર સંઘ પરિવાર પ્રેરિત ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવી હતી. આ ચિંતન શિબિરમાં બે સેશન્સ રાખવામાં આવ્યા હતા.

આ ચિંતન શિબિરમાં ગૃહમંત્રી રાજનાથ સિંઘ અને ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવે હાજરી આપી હતી. એક સેશન રાજનાથ સિંઘના ઓફિસિયલ રેસિડેન્સ પર રાખવામાં આવ્યુ હતુ તો બીજુ સેશન તિન મૂર્તિ ભવન ખાતે રાખવામાં આવ્યુ હતું.

અંદાજિત 50 પ્રતિનિધિઓએ આ ચિંતન શિબિરમાં હાજરી આપી હતી. આ શિબિરમાં ભાજપના સંસદ સભ્યો, પાર્ટીના હોદ્દેદારો અને દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર ચર્ચાનો મુદ્દો એક જ હતો: દલિત કેમ ગુસ્સે છે?

દલિત યુવાનો સાથેનું વર્તન
આ ચર્ચામાં ભાગ લેનારા ઘણા બધા દલિત નેતાઓએ ન્યૂઝ18ને જણાવ્યુ કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા રોહિત વેમુલા, હૈદરાબાદ વાઇસ ચાન્સેલર દેવા મુદ્દાઓને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ભીમ આર્મીના ચીફ ચન્દ્રશેખર આઝાદ પર નેશનલ સિક્યુરીટી એક્ટ હેઠળ ગૂનો દાખલ કરવામાં આવ્યો છે. દલિત નેતાઓ જેલમાં છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા અનામતને નબળી કરવાની યુક્તિઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી.

આ મિટીંગમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી સંજય પાસવાન, ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ વિનય સહર્ષબુદ્ધે, ભાજપના પ્રવક્તા બિજય સોનકર શાસ્ત્રીએ હાજરી આપી હતી. ભાજપનાં સાંસદ ઉદિત રાજે ન્યૂઝ18ને કહ્યુ કે, અમે આ ચર્ચામાં હાજરી આપી હતી અને મેં દલિતોને સ્પર્શતા મુદ્દાઓ જેવા કે ઉચ્ચત્તર શિક્ષણ, નોકરશાહી અને વહિવટીતંત્રમાં દલિતોના પ્રતિનિધિત્વ વિશે વાત કરી હતી.”

એક તરફ દેશમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણી પણ આવશે એવા સમયે ભાજપની દલિત ચિંતન શિબિર અગત્યની છે.
First published: August 21, 2018, 2:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading