Home /News /madhya-gujarat /

AMC પાસેથી કોણ દંડ લેશે? પાલડી ટાગોર હોલ પાછળથી વેસ્ટ પીપીપી કિટ, માસ્ક અને સેનિટાઇઝર જથ્થો મળ્યો

AMC પાસેથી કોણ દંડ લેશે? પાલડી ટાગોર હોલ પાછળથી વેસ્ટ પીપીપી કિટ, માસ્ક અને સેનિટાઇઝર જથ્થો મળ્યો

છ મહિના બાદ પ્રત્યક્ષ રીતે એએમસી માસિક સામાન્ય સભા પાલડી ટાગોર હોલ ખાતે મળી હતી

તંત્ર કોવિડ-19ના ગાઇડલાઇન નામે સામાન્ય નાગરિકો પાસેથી મસ મોટો દંડ વસુલ કરે છે. ત્યારે એએમસી સામે કોણ કાર્યવાહી કરશે તે એક સવાલ છે

અમદાવાદ : શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે એએમસી અને રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર અનેક પગલા લેવાય છે પરંતુ આજે એવી ઘટના સામે આવી જેમાં એએમસી જાણે નિયમો ભૂલી ગઇ હોવાનો આરોપ સ્થાનિકે લગાડ્યો છે. અમદાવાદ પાલડી ટાગોર હોલ પાછળ માસ્ક , પીપીપી કિટ રસ્તા પર રઝળતા જોવા મળ્યા હતા.

ટાગોર હોલ પાસે રહેતા જોહર વ્હોરાએ જણાવ્યું હતું કે છેલ્લા સાત મહિનાથી અહીં કોઇએ આ પ્રકારનું વેસ્ટ નાખ્યું નથી પરંતુ ગઇ કાલે અહીં સામાન્ય સભા મળી હતી . તેમજ તેના બે દિવસ પહેલા આરોગ્ય ટીમ દ્વારા અહીં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો વેસ્ટ અહીં નાખી દેવામાં આવ્યો હોવાનો આરોપ સ્થાનિકોએ લગાડ્યો છે. ન્યૂઝ 18એ આ અહેવાલ પ્રસારિત કરતા જ તે જગ્યા પર સફાઇ કરી દેવામાં આવી હતી . ત્યારે સવાલ થાય છે કે તંત્રની લાપરવાહીનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે .એક તરફ દંડની જોગવાઇ કરાઇ છે ત્યારે એએમસીની આ ભૂલનો દંડ કોણ આપશે અને કોણ લેશે.

આ પણ વાંચો - અદાર પૂનાવાલાએ પૂછ્યું - શું સરકાર પાસે COVID-19 વેક્સીન પર ખર્ચ કરવા માટે 80 હજાર કરોડ રૂપિયા છે?

મહત્વપૂર્ણ છે કે ગઇ કાલે છ મહિના બાદ પ્રત્યક્ષ રીતે એએમસી માસિક સામાન્ય સભા પાલડી ટાગોર હોલ ખાતે મળી હતી. સભા પહેલા બે દિવસ અહીં કાઉન્સિલરના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગે કર્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં પીપીપી કિટ, માસ્ક કે સેનિટાઇઝરનો ઉપયોગ કરાયો હતો. તંત્ર કોવિડ-19ના ગાઇડલાઇન નામે સામાન્ય નાગરિકો પાસેથી મસ મોટો દંડ વસુલ કરે છે. એક મહિનામાં 52 લાખ દંડ વસુલાયો છે. 100થી વધુ એકમ સીલ કરાયા છે ત્યારે એએમસી સામે કોણ કાર્યવાહી કરશે તે એક સવાલ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Masks, એએમસી`

આગામી સમાચાર