ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણી યથાવત્, નીતિન પટેલ ડેપ્યૂટી સીએમ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 23, 2017, 9:06 AM IST
ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણી યથાવત્, નીતિન પટેલ ડેપ્યૂટી સીએમ
એક અહેવાલ પ્રમાણે નીતિન પટેલ અને ગણપત વાસાવા ડેપ્યૂટી સીએમ બની શકે છે. ભુપેન્દ્ર ચુડાસમા અધ્યક્ષ બની શકે છે.

એક અહેવાલ પ્રમાણે નીતિન પટેલ અને ગણપત વાસાવા ડેપ્યૂટી સીએમ બની શકે છે. ભુપેન્દ્ર ચુડાસમા અધ્યક્ષ બની શકે છે.

  • Share this:
ગાંધીનગરઃ આખરે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે પદ માટે ભાજપ કૉર કમિટીની બેઠકમાં સર્વાનુમતે મંજૂરીની મહોર લગાવી દેવાઈ છે. વિજય રૂપાણી વધુ એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી અદા કરશે. જૂની ફોર્મ્યુલા અનુસાર, ફરી એક વખત નીતિન પટેલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ની ભૂમિકા અદા કરશે.

અત્રે ઉલ્લખનીય છે કે, આજે 3.30 કલાકે પ્રદેશ ભાજપના કાર્યાલય "કમલમ" ખાતે બે કેન્દ્રીય પર્યવેક્ષકો : અરુણ જેટલી અને સરોજ પાંડે ની ઉપસ્થિતિમાં 'ભાજપ કૉર કમિટી" ની બેઠક શરુ થઇ હતી. આ બેઠકમાં ભાજપ તરફથી ચૂંટાયેલા તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત ભાજપના નિરીક્ષક ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓનો જમાવડો "કમલમ" ખાતે એકત્રિત થયો હતો. ધારાસભ્યો દળની બેઠકમાં શાસક પક્ષના નેતા તરીકે સર્વાનુમતે નામ નક્કી કરવાની ચર્ચા થઇ હતી. આ ચર્ચાના અંતે સહુએ વિજય રૂપાણીના નામ ઉપર મહોર લગાવી હતી, જયારે નીતિન પટેલને ઉપ મુખ્યમંત્રી બનાવાયા હતા.

આ અગાઉ, ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની ફોર્મ્યુલા અનુસાર બે ડેપ્યુટી ચીફ મિન્સ્ટર્સ બનાવવાની મુદ્દે ચર્ચા થઇ હતી. જેના પરિણામ સ્વરૂપે પૂર્વે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહી ચૂકેલા મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ અને પૂર્વ અધ્યક્ષ અને આદિવાસી નેતા ગણપત વસાવા પર પસંદગી થાય તેવી શક્યતાઓ બળવત્તર બની હતી. જોકે, આખરે જૂની વ્યવસ્થા અનુસાર જ, વિજય રૂપાણી ને પુનઃ મુખ્યમંત્રી અને નીતિન પટેલને ઉપમુખ્યમંત્રી તરીકે રિપીટ કરાયા હતા.

સરપ્રાઇઝની હતી આશા

નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી હંમેેશા સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે. એટલે એવી ચર્ચા હતી કે સીએમ તરીકે વિજય રૂપાણી નહીં પરંતુ કોઈ નવું જ નામ આવશે. જોકે, મોદીએ આ વખતે કોઈ સપ્રાઈઝ આપી ન હતી.
First published: December 22, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading