ગુજરાત ભાજપ પ્રમુખની રેસમાં રજની પટેલ, શંકર ચૌધરી અને આઈ.કે. જાડેજાનું નામ મોખરે

News18 Gujarati
Updated: August 23, 2019, 7:42 PM IST
ગુજરાત ભાજપ પ્રમુખની રેસમાં રજની પટેલ, શંકર ચૌધરી અને આઈ.કે. જાડેજાનું નામ મોખરે
પ્રદેશ પ્રમુખ તરીકે રજની પટેલ, શંકર ચૌધરી અને આઈ.કે.જાડેજાનાં નામ અગ્રેસર ચાલી રહ્યાં છે.

ગુજરાત પ્રદેશ ભાજપને નવેમ્બર મહિનામાં નવા પ્રદેશ પ્રમુખ મળશે. પ્રદેશ પ્રમુખ ઉપરાંત પ્રદેશ અને જિલ્લાનાં માળખામાં પણ મોટા પ્રમાણમાં પરિવર્તન આવશે.

  • Share this:
મયૂર માંકડિયા, ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપને નવેમ્બર મહિનામાં નવા પ્રદેશ પ્રમુખ મળશે. પ્રદેશ પ્રમુખ ઉપરાંત પ્રદેશ અને જિલ્લાનાં માળખામાં પણ મોટા પ્રમાણમાં પરિવર્તન આવશે. હાલ ચર્ચાતી માહિતી પ્રમાણે પ્રદેશ પ્રમુખ તરીકે રજની પટેલ, શંકર ચૌધરી અને આઈ.કે.જાડેજાનાં નામ અગ્રેસર ચાલી રહ્યાં છે.

શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને મોહન કુંડારીયા ચૂંટણી અધિકારી

ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટીય કક્ષાથી પ્રદેશ કક્ષા સુધી સંગઠન પરિવર્તનની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. સંગઠન પર્વ અંતર્ગત આગામી નવેમ્બર મહિના સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહામંત્રી, સહિત પ્રદેશ મંત્રીઓ અને જિલ્લા-મહાનગરનાં પ્રમુખોની નિમણુંક કરવામાં આવશે. પ્રદેશમાં જિલ્લા અને મંડળ સુધીના જુદા જુદા હોદેદારોની નિમણુંક કરવા પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને મોહન કુંડારીયાને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. આ બન્ને હોદેદારોએ જિલ્લા સંગઠનમાં નવા હોદેદારોની નિમણુંક માટે જિલ્લા સંરચના અધિકારીને કામ શોપી દીધું છે.

ઓક્ટોબર મહિના સુધી નિમણૂંક પૂર્ણ

આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મંડળ અને જિલ્લા કક્ષા સુધીની સંગઠન સંરચના માટે હોદેદારોની નિમણુંક કરી દેવામાં આવી છે. ઓક્ટોબર મહિના સુધીમાં તે નિમણુંક પૂર્ણ કરવામાં આવશે. જયારે નવેમ્બર મહિનામાં પ્રદેશ કક્ષાની નવી નિમણુંક પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : હું ચૂંટણી લડીશ તો રાધનપુરથી જ લડીશ : અલ્પેશ ઠાકોરપ્રદેશ પ્રમુખની સાથે મહામંત્રીઓ પણ બદલાશે

જિલ્લા અને મંડળ સુધીનાં નવા હોદેદારોની નિમણુંક બાદ ગુજરાત પ્રદેશ ભાજપનાં હોદેદારોની નિમણૂંક માટે કવાયત હાથ ધરવામાં આવશે. જેમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ મંત્રીનાં મહત્વનાં હોદાઓની નિમણુંક કરવામાં આવશે. જો પ્રદેશ પ્રમુખની વાત કરવામાં આવેતો વર્તમાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રૂપાણી સરકારના મંત્રી મંડળમાં સામેલ થવા માટે નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. ત્યારે હવે નવા પ્રદેશ પ્રમુખની રેસમાં રજની પટેલ, શંકર ચૌધરી અને આઈ.કે.જાડેજાનાં નામની ચર્ચા પ્રદેશ ભાજપના આંતરિક વળતુળમાં ચાલી રહી છે.

આ પણ વાંચો : પરેશ રાવલનાં ડ્રાઇવરની રેપના આરોપમાં ધરપકડ

તો પ્રદેશ ભાજપનાં ચાર મહામંત્રીઓને પણ બદલવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં ભરતસિંહ પરમાર, મનસુખ માંડવિયા, કે સી પટેલ અને શબ્દશરણ ભ્રહ્મભટ્ટ છે. તેમના બદલે પ્રદીપ સિંહ વાઘેલા, નીતિન ભરદ્વાજ, બાબુ ઝેબિલિયા અને અમિત ઠાકરનું નામ અગ્રેસર ચાલી રહ્યું છે.

વર્તમાન સમયમાં પ્રદેશ ભાજપનાં જો મુખ્ય હોદેદારોની વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ સાથે નવ પ્રદેશ ઉપપ્રમુખ, ચાર પ્રદેશ મહામંત્રી અને 9 પ્રદેશ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહશે કે આગામી 3 વર્ષે માટે પ્રદેશની ટીમમાં કેટલા નવા ચહેરા અને કેટલા જૂના ચહેરાનો સમાવેશ થશે.
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर