BJPના નવા પ્રદેશ પ્રમુખ વાઘાણી જ રહેશે કે...? આ નામો ચર્ચામાં

News18 Gujarati
Updated: September 5, 2019, 2:54 PM IST
BJPના નવા પ્રદેશ પ્રમુખ વાઘાણી જ રહેશે કે...? આ નામો ચર્ચામાં
પ્રતિકાત્મક તસવીર

જો કેન્દ્રીય નેતૃત્વ- પાટીદારોને પડતા મૂકવાનો નિર્ણય કરે તો વાઘાણીને બદલે આ વખતે - ક્શત્રિય , આદિવાસી અથવા દલિત પર પસંદગી ઉતારાય તેવી સંભાવના છે.

  • Share this:
ગીતા મહેતા: ગુજરાત ભાજપનાં સગંઠન માળખામાં ફેરફાર થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. ખાસ કરીને, ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જ રહેશે કે નવા પ્રદેશ પ્રમુખની નીમણૂક થશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.

લોકસભામાં ભાજપનો જ્વલંત વિજય થયો છે. આ જીત પછી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પ્રદેશના માળખામાં ફેરફાર કરવાના સંકેતા આપ્યા છે તેમ સુત્રો જણાવી રહ્યાં છે. તાજેતરમાં જ પાર્ટી દ્વારા સભ્ય નોંધણી અભિયાન હાથ ધર્યુ હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પ્રદેશ પ્રમુખથી લઇને આખુય પ્રદેશ માળખુ જાહેર કરી દેવાશે. હાલના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પાટીદાર નેતા છે. જો વાઘાણીને ફરી વખત પ્રમુખ ન બનાવવામાં આવે તો કઇ જ્ઞાતિના નેતાને તક આપવામાં આવશે તેની ચર્ચા ચાલી રહી છે અને નવા સમીકરણો રચાઇ રહ્યાં છે.

હાલ, પ્રદેશ પ્રમુખ ની રેસમાં હાલ મુખ્ય ચાર નામો છે. જેમાં ગોરધન ઝડફિયા (પાટીદાર), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (ક્ષત્રિય), ગણપત વસાવા (આદિવાસી) અને શંભુનાથ ટુંડિયા (દલિત)નો સમાવેશ થાય છે.

શા માટે આ ચાર નામો ચર્ચામાં છે ?

એક શક્યતા એવી છે કે પાટીદાર અનામત આંદોલન અને ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમ્યાનસફળ નેતૃત્વ પૂરુ પાડનાર જીતુ વાઘાણીને જ ફરીથી પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રાખવામાં આવે. પણ વાઘાણીને મંત્રીમંડળમાં જવાની પ્રબળ ઇચ્છા છે.બીજું નામ પૂર્વ મંત્રી અને પાટીદાર નેતા ગોરધન ઝડફિયા છે. તેમણે લોકસભા ચૂંટણી દરમ્યાન ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી દરમ્યાન પણ ગોરધન ઝડફિયાની આગેવાની હેઠળ જીત મળતા તેમનું કદ વધ્યું છે. એક વાત એવી પણ છે કે, તેમને અમરાઇવાડીની પેટા ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવે.

ત્રીજું નામ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું છે. તેમના માથે ધારાસભ્ય પદ રદ થવાની તલવાર લટકી રહી છે ત્યારે, ભૂપેન્દ્રસિંહ ને પ્રદેશ પ્રમુખ બનાવી સાચવી લેવાય તેવી સંભાવના પ્રબળ છે. ભૂપેન્દ્રસિંહ કાર્યકર્તામાંથી નેતા થયેલા વ્યક્તિ છે. સંગઠન અને સરકાર બંન્નેનો બહોળો અનુભવ છે. સર્વસ્વીકૃત છે.પ્રદેશના ઉપપ્રમુખ રહી ચૂકયા છે અને સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. ક્ષત્રિયને પ્રતિનિધિત્વ આપવા સાથે અનુભવી વ્યક્તિના વિશાળ અનુભવનો લાભ સંગઠનને મળે તેમ છે. જોકે, ભૂપેન્દ્રસિંહ પોતે આ માટે તૈયાર હોય તેમ જણાતુ નથી.

આ ત્રણ નામો સિવાય, આદિવાસી પટ્ટામાંથી આવતા ગણપત વસાવાને પણ પ્રદેશ પ્રમુખની રેસમાં છે. ગણપત વસાવા- બે વાર કેબિનેટ મંત્રી અને એક વાર વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકયા છે અને આદિવાસી બેલ્ટમાં તેમની સારી પકક્ડ છે. સરકારની ગુડ બુકમાં છે. આ કારણોથી તેમનુ નામ પ્રદેશ પ્રમુખ તરીકેની રેસમાં માનવામાં આવે છે.

જો પાર્ટી દલિત કાર્ડ રમે તો શંભુનાથ ટુંડિયાના શિરે પ્રદેશ પ્રમુખ નો તાજ આવી શકે છે. શંભુનાથ ટુંડિયા ઝાંઝરકાના ગાદીપતિ છે અને આગામી નવેમ્બર માસમાં રાજ્યસભાના સાંસદ તરીકેની તેમની ટર્મ પૂરી થાય છે.

જો કેન્દ્રીય નેતૃત્વ- પાટીદારોને પડતા મૂકવાનો નિર્ણય કરે તો વાઘાણીને બદલે આ વખતે - ક્શત્રિય , આદિવાસી અથવા દલિત પર પસંદગી ઉતારાય તેવી સંભાવના છે. રેસમાં ઘણાં નામો હોવા છતાં ભાજપના સૂત્રો નવા પ્રદેશ પ્રમુખ તરીકે ગોરધન ઝડફિયા અથવા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જ ફાઇનલ હોવાનુ જણાવી રહ્યા છે. અલબત્ત, પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે આવશે તે તો આવનારો સમય જ બતાવશે.
First published: September 5, 2019
વધુ વાંચો
अगली ख़बर