Home /News /madhya-gujarat /

કોણ બનશે ગાંધીનગર મહાનગર પાલિકાનાં મેયર? આજે થશે મહાનગર પાલિકાનાં મેયરની પસંદગી

કોણ બનશે ગાંધીનગર મહાનગર પાલિકાનાં મેયર? આજે થશે મહાનગર પાલિકાનાં મેયરની પસંદગી

કોણ બનશે ગાંધીનગરના મેયર?

આજે ગાંધીનગર મનપા (Gandhinagar Corporation Election Result) ની  પ્રથમ સામાન્ય સભા મળવાની છે.  આ સામાન્ય સભા પહેલા ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ (BJP Parliamentary Board) ની બેઠક  યોજાશે,  જે બેઠક માં ગાંધીનગર મનપાના શાસક પક્ષનાં હોદેદારોનાં નામ પર અંતિમ મોહર લાગશે

વધુ જુઓ ...
આજે ગાંધીનગર મનપા (Gandhinagar Corporation Election Result) ની  પ્રથમ સામાન્ય સભા મળવાની છે.  આ સામાન્ય સભા પહેલા ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ (BJP Parliamentary Board) ની બેઠક  યોજાશે,  જે બેઠક માં ગાંધીનગર મનપાના શાસક પક્ષનાં હોદેદારોનાં નામ પર અંતિમ મોહર લાગશે. આ વખતે પણ  જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જ  હોદેદારોની પસંદગી કરવામાં આવશે. આ માટે ભાજપ (BJP) કઇ જાતિ સમિકરણને પ્રાધાન્ય આપે છે તે જોવાનું રહેશે.

ગાંધીનગર મનપા ટોટલ 11 વોર્ડ 44 બેઠક 41 બેઠક પર ભાજપ ની જીત
જીતેલા ઉમેદવારોમાં જાતિગત સમીકરણ એસસી 5, 1 જનરલ ઉમેદવાર એસસી બેઠક પરથી લડ્યો છે. પાટીદાર 12, ક્ષત્રિય 7, બ્રાહ્મણ 5, ઠાકોર 7,  ઓબીસી 3, અને એસટી  1 બેઠક પરથી લડ્યો છે.

આ પણ વાંચો-Gujarat Coronavirus updates: Diwali પહેલા માટોભાગના જિલ્લાઓ કોરોના ફ્રી, માત્ર 14 નવા કેસ નોંધાય

1. મેયર પદ એસસી  માટે અઢી વર્ષ માટે આરક્ષિત રાખવામાં આવ્યાં છે જેમાં 2 નામ છે રેસ માં હિતેશ મકવાણા / ભરત દીક્ષિત છે.

2 જો મેયર માં પુરુષ કોર્પોરેટર ને પ્રાધાન્ય આપવામાં આવે તો dy મેયર નું પદ મહિલા ન  મળી શકે.  જો બ્રાહ્મણ અથવા ક્ષત્રિય મહિલાને પ્રાધાન્ય મળી શકે તો આ માટે ત્રણ નામ ચર્ચામાં છે.  આ રેસમાં હેમા ભટ્ટશેલજા ત્રિવેદી, અંજના મહેતા અને છાયા ત્રિવેદી નું નામ ચર્ચામાં છે.

આ પણ વાંચો-100 કરોડ વેક્સિનેશન પર ઉજવણીની તૈયારી! ગીરનાર સહિત દેશના સાત સ્થળોએ મફત રોપવે રાઈડ

3. મનપામાં મહત્વ નું સ્થાન એટલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાટીદાર કોર્પોરેટરને મળી શકે છે પ્રાધાન્ય, મહેન્દ્ર દાસ, જશુભાઈ પટેલ, રાજુ પટેલનાં નામ ચર્ચામાં  છે

4. પક્ષ ના નેતા તરીકે ક્ષત્રિય સમાજને જો પ્રાધાન્ય આપવામાં આવે છે તો આ પદ માટે પદમ સિંહ ચૌહાણ, અનિલસિંહ વાઘેલા, જશપાલસિંહ બીહોલા ને મળી શકે છે સ્થાન

5. દંડક તરીકે ઠાકોર સમાજ નાં આગેવાનને જો પસંદ કરવામાં આવે તો. આ માટે નટુજી ઠાકોર, માણેક જી ઠાકોરનું નામ લેવાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
Published by:Margi Pandya
First published:

Tags: BJP Gandhinagar Corporation, Mayor, ગાંધીનગર, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन