સવાલ 100 કરોડનોઃ કોણ બનશે મુખ્યમંત્રી અને કોને મળશે મંત્રી મંડળમાં સ્થાન?

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 22, 2017, 8:56 AM IST
સવાલ 100 કરોડનોઃ કોણ બનશે મુખ્યમંત્રી અને કોને મળશે મંત્રી મંડળમાં સ્થાન?
ગુજરાતમાં નવી સરકાર શપથ લેવા જઇ રહી છે ત્યારે સવાલ સો કરોડનો છે કે મુખ્યમંત્રી કોણ હશે? શુક્રવારે ગુજરાત ભાજપના પ્રભારી અરુણ જેટલી અને અન્ય નેતાઓ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેશે.

ગુજરાતમાં નવી સરકાર શપથ લેવા જઇ રહી છે ત્યારે સવાલ સો કરોડનો છે કે મુખ્યમંત્રી કોણ હશે? શુક્રવારે ગુજરાત ભાજપના પ્રભારી અરુણ જેટલી અને અન્ય નેતાઓ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેશે.

  • Share this:
ગાંધીનગરઃ ગુજરાતમાં નવી સરકાર શપથ લેવા જઇ રહી છે ત્યારે સવાલ સો કરોડનો છે કે મુખ્યમંત્રી કોણ હશે? શુક્રવારે ગુજરાત ભાજપના પ્રભારી અરુણ જેટલી અને અન્ય નેતાઓ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેશે. પરંતુ અટકળો એ છે કે પીએમ મોદી અને અમિત શાહની જોડી વિજય રૂપાણી અને નીતિન પટેલને ચાલુ રાખવાના મતમાં છે. જોકે, મંત્રી મંડળના ચહેરાઓ બદલાઈ જશે.

કોણ બનશે ગુજરાતનો નાથ?

- વિજય રૂપાણી જ સીએમ પદે યથાવત રહે તેવી સંભાવના

- નીતિન પટેલ પણ નાયબ-મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે તેવી સંભાવના
- કોઇ અન્ય નેતાને પણ બનાવી શકાય છે ઉપમુખ્યમંત્રી
- અન્ય ઉપમુખ્યમંત્રી તરીકે ગણપત વસાવાનું નામ આગળ25મી ડિસેમ્બરે ભારતના પૂર્વ વડાપ્રધાન વાજપેયીનો જન્મ દિવસ છે, ગુજરાતની ભાજપ સરકાર તે જ દિવસે શપથ લેશે. પણ મુખ્યમંત્રીના નામની અટકળો વચ્ચે હવે નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પહેલા મુખ્યમંત્રી તરીકે વજુભાઇ વાળા, આર.સી.ફળદુ, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા જેવાના નામો આગળ ચાલતા હતા. પણ હવે મનાય છે કે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી વિજય રૂપાણીને સીએમ પદે યથાવત રાખવાના મૂડમાં છે. આ માત્ર એક અટકળ જ છે, મોદી હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે.

કોણ બનશે મંત્રી?

- સૌરાષ્ટ્રમાં ભાજપ ધોવાયું હોવાથી ત્યાં પ્રાધાન્ય અપાય તેવી શક્યતા
- પાટીદારોને મંત્રી મંડળમાં પ્રાથમિકતા અપાશે
- 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવાશે મંત્રી
- વિસ્તાર અને જાતિનું રખાશે ધ્યાન
- ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનું નામ અધ્યક્ષ પદ માટે ચાલી રહ્યું છે

મંત્રી તરીકે નીચેના નામોની ચર્ચા

કૌશિક પટેલ
પ્રદિપસિંહ જાડેજા
વલ્લભ કાકડિયા
આરસી ફળદુ
જયેશ રાદડિયા
વિભાવરી દવે
પુરુષોત્તમ સોલંકી
બાબુ બોખરીયા
દિલીપ ઠાકોર
વાસણ આહિર
નિમા આચાર્ય
ઇશ્વરસિંહ પટેલ
અરવિંદ પટેલ
પભુભા માણેક
સીકે રાઉલજી
હિતુ કનોડિયા
કુમાર કાનાણી
દુષ્યંત પટેલ
જીતુ સુખડિયા
મનીષા વકિલ
સંગીતા પાટીલ
પંકજ દેસાઈ
પરબત પટેલ
રાજેન્દ્ર ત્રિવેદી
શૈલેષ મહેતા
First published: December 21, 2017, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading