Home /News /madhya-gujarat /

ગાંધીનગરમાં સિરિયલ કિલરની ગોળીએ મરનારા ત્રણ વ્યક્તિ કોણ હતા?

ગાંધીનગરમાં સિરિયલ કિલરની ગોળીએ મરનારા ત્રણ વ્યક્તિ કોણ હતા?

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ ગાંધીનગર સિરિયલ મર્ડરના (Serial Murder) હત્યારાને (Killer) 11 મહિના બાદ ઝડપી પાડ્યો છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં ચકચાર મચાવનાર અમદાવાદ (Ahmedabad) ગાંધીનગર (Gandhinagar)નાં સિરિયલ કિલર( Serial Killer)ને એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) ઝડપી પાડ્યો છે. આ કિલરને 3 હત્યાનાં કેસમાં પોલીસ મહિનાઓથી શોધી રહી હતી. એ.ટી.એસએ સિરિયલ કિલર મોલિશ માલી ને ગઇકાલે એટલે શનિવારે મોડીરાતે સરખેજ (sarkhej) વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ હત્યારાએ જે ત્રણ હત્યા કરી હતી તેણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી.

    સિરિયલ કિલરનો ભોગ બનનારા 3 લોકો

    હત્યા નંબર - 1
    ગત 14 ઑકટોબર 2018ના રોજ અડાલજ પંથકમાં દંતાલી ગામમાં રહેતા માલધારી એવા 60 વર્ષીય જયરામભાઈ મફતભાઈ રબારીની ગામની જ સીમમાં હત્યા કરવામાં આવી હતી અને તેમની સોનાની વાળીની લૂંટ કરાઈ હતી.

    હત્યા નંબર-2
    ગાંધીનગરના કોબા નજીક પ્રેક્ષા ભારતી પાસે કોબા ગામના બસ સ્ટેન્ડ પાસે પ્રેક્ષા વિશ્વ ભારતી નજીક લોખંડનો વેપાર કરતાં ૭પ વર્ષીય વૃધ્ધ કેશવલાલ દ્વારકાદાસ પટેલનો મૃતદેહ પણ ગોળી મારી હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

    આ પણ વાંચો :  ATSએ ઝડપી પાડ્યો ગાંધીનગરનો સિરિયલ કિલર, 11 મહિનાથી ફરાર હતો

    હત્યા નંબર 3
    તા.26 જાન્યુઆરી 2019ના દિવસે શેરથામાં 45 વર્ષીય જુઠાજી મગનજી ઠાકોરની માથામાં ગોળી ધરબીને હત્યા કરીં 11 તોલા દાગીનાની લૂંટ પણ થઈ હતી.

    એક જ સમયે એક જ મોડસ્ ઑપરૅન્ડીથી હત્યા
    હત્યારા મોલિશ માલીએ તમા હત્યાઓ માટે એક જ સરખા સમયની પસંદગી કરી હતી. ત્રણેય હત્યા સવારના સમયગાળામાં એટલે કે 8થી 10ના સમયગાળામાં વચ્ચે થઇ છે, અને હત્યારાએ માથાના પાછળના ભાગે જ ગોળી મારીને હત્યા કરી છે. જ્યારે હથિયારમાં ઑટોમૅટિક પિસ્તોલ અને 7.65 એમ.એમ.ની કારતુસથી કરી હતી.

    પોલીસની જહેમત
    નોંધનીય છે કે ગત ઓક્ટોબરથી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને એક પિસ્તોલથી થઈ હોવાનું માલુમ પડતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ સીટની રચના કરી હતી. જેમાં વિવિધ દરજ્જાના અધિકારીઓ અને એજન્સીઓને સામેલ છે. દિવસો સુધી અજાણ્યા હત્યાને શોધવા માટે પોલીસે સંખ્યાબંધ સ્થળના CCTV ફુટેજ મેળવ્યા હતા. પણ કોઈ ચોક્કસ કડી મળી નહોતી. પરંતુ મોડે મોડે તમામ હત્યા સ્થળ પાસે લોંગ કોટ અને ટોપી પહેરેલી વ્યક્તિ હોવાની જાણકારી મળી હતી. ઉપરાંત આ વ્યકિતના CCTV ફૂટેજ પણ મળ્યા હતા. પોલીસ દ્વારા આ ફૂટેજ અને તેના આધારે તૈયાર કરાયેલા ફોટોગ્રાફ અને સ્કેચને અનેક લોકોને બતાડી તેની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં તેની ઓળખ કિન્નર રાની તરીકે થઇ હતી. પરંતુ બાદમાં આ વ્યઢળ સિરિયલ કિલર ન હતો તેવું સામે આવ્યું હતું.

    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन