કોણ છે વિજય રૂપાણી? જાણો - CM રૂપાણીની રાજકીય સફર

kiran mehta | News18 Gujarati
Updated: December 23, 2017, 9:08 AM IST
કોણ છે વિજય રૂપાણી? જાણો - CM રૂપાણીની રાજકીય સફર
રૂપાણીના નામની જાહેરાત બાદ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને તેમને શુભેચ્છા પાઠવી હતી

કટોકટી દરમિયાન નાની વયે જેલવાસ ભોગવ્યો, 24 વરસે ભાજપમાં પ્રવેશ...

  • Share this:
ગુજરાત રાજ્યના ફરી બનનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી પક્ષ અને પ્રજા, બન્નેના નેતા છે. લાંબા સમયથી કાર્યકર રહેલા વિનમ્ર સ્વભાવના રૂપાણીને તેમની ધીરજે અને ખંતે એક અસાધારણ નેતા બનાવ્યા છે. ભારતની લોકશાહીના તેઓ પ્રખર અનુયાયી છે. ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. પોતાના કાર્યો અને સમર્પણ દ્વારા રોજિંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, તેના સિદ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે હમેશા અમલ કર્યો છે.

આ પહેલા મુખ્યમંત્રીનો પદભાર સંભાળનારા વિજય રમણિકલાલ રૂપાણી વાસ્તવમાં સાચા અને વિનમ્ર છે. સંઘ સંસ્કૃતિ, શિષ્ટાચાર અને અથાગ પ્રયત્નો તેમની રાજકીય કારકિર્દીના સ્તંભ અને તેમની વાસ્તવિકતાની વિશેષતા છે.

બાળપણથીજ RSSના સ્વયંસેવક

બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે. જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે આથી વારસાગત વિનમ્રતા તેમના વ્યક્તિત્વમાં પ્રબળપણે ઝળકી ઉઠે છે. તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે. જવાબદારી ઉપાડવાની તેમની ક્ષમતા અને પડકારોનો સામનો કરવાની તેમની સહજવૃતિ દ્વારા તેમણે તેમના પ્રભાવશાળી ગુણોને મજબૂતી આપી છે. તેમને કોઈપણ કામ સોંપવામાં આવે ત્યારે, તેમની કામગીરી હંમેશા આંજીં દેનારી રહી છે. સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવતી વખતે શ્રી રૂપાણીએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

લો પ્રોફાઇલ વ્યક્તિત્વ
સ્વાભાવિક રીતે જન્મજાત નેતા હોવા છતા તેમણે હંમેશા લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યુ છે. તેમના કોલેજના દિવસોમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન સાથે જોડાયા હતા... ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી.કટોકટી દરમિયાન નાની વયે જેલવાસ ભોગવ્યો
24 વરસે ભાજપમાં પ્રવેશ

કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા હેઠળ જેલવાસ વ્હોર્યો હતો.તેમણે માત્ર 24 વર્ષની ઉંમરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.કોર્પોરેટર તરીકે ભાજપમાં શરૂ થએલી સફર મુખ્યમંત્રી સુધી પહોંચી.
First published: December 22, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading