Home /News /madhya-gujarat /

ગાંધીનગર બેઠકમાં અમિત શાહનાં 'ચાણક્ય' હર્ષદ પટેલ કોણ છે?

ગાંધીનગર બેઠકમાં અમિત શાહનાં 'ચાણક્ય' હર્ષદ પટેલ કોણ છે?

હર્ષદ પટેલ, અમિત શાહ

હર્ષદ પટેલ વેજલપુરમાં શાળાનાં આચાર્ય છે અને ગાંધીનગર લોકસભા બેઠકનાં પ્રભારી છે.

  અમદાવાદ: ભારતનાં રાજકારણમાં ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને રાજનીતિનાં ચાણક્ય કહેવામાં આવે છે પણ અમિત શાહની ગાંધીનગર લોકસભા બેઠકનાં ચૂંટણી પ્રભારી હર્ષદ પટેલ કોણ છે ?

  આજે ચૂંટણી પરિણામોમાં અમિત શાહ 5 લાખથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે ત્યારે તેમની આ જીત માટે પડધા પાછણ રણનીતિ ઘડવામાં હર્ષદ પટેલ અને તેમની ટીમની મહત્વની ભૂમિકા રહી છે.

  અમદાવાદનાં રાણીપમાં રહેતા અને શાળાનાં આચાર્ય હર્ષદ પટેલ ઉર્ફે દાઢી ગાંધીનગર લોકસભા બેઠકનાં ચૂંટણી ઇન્ચાર્જ હતા અને અમિત શાહને જંગી બહુમતિથી જીતાડવા માટે જ રણનીતિ ઘડી અને ગ્રાઉન્ડ લેવલ પર અમલામાં મૂકી તેની પાછળ તેમની મહત્વની ભૂમિકા ગણાય છે.

  વર્ષોથી ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આ બેઠર પરથી ચૂંટાતા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહે ઝંપલાવ્યું હતુ.

  હર્ષદ પટેલ અને તેમની ટીમ અમિત શાહને જંગી બહુમતિથી જીતાડવા માટે માઇક્રોલેવેલની રણનીતિ ઘડી કાઢી હતી. ચૂંટણીની રણનીતિ એવી રીતે ઘડવામાં આવી હતી કે, દેશમાં ચૂંટણીનાં ઇતિહાસમાં અમિત શાહને સૌથી વધુ મતોની લીડથી જીત મળે અને એ રીતે તેનું આયોજન કરવામાં આવ્યું. આ રણનીતિ મુજબ, ગાંધીનગર લોકસભા બેઠકમાં 70 ટકા મતદાન થાય એવી રીતે પ્રયત્નો કરવા જેથી સાત લાખની લીડથી અમિત શાહ જીતે.

  આ ટાર્ગેટ સાથે હર્ષદ પટેલ અને તેમના 45 લોકોની કોર ટીમ મેદાનમાં ઉતરી હતી. ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાત વિધાનસભા મત વિસ્તારોમાં શેરીએ-શેરીએ પહોંચવા માટે આયોજન કર્યુ અને એક-એક મતદાર સુધી પહોંચવાનું સજ્જડ પ્લાનીગ કર્યુ હતું. અમિત શાહની સામે કોંગ્રેસે ધારાસભ્ય સી.જે.ચાવડાને મેદાને ઉતાર્યા હતા.

  હર્ષદ પટેલે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, “સમગ્ર ગાંધીનગર લોકસભા મત વિસ્તારોને ‘એ’ થી લઇ ‘ડી’ કેટેગરીમાં વહેંચ્યા હતા. જેમાં એ કેટેગરી એટલે એવા વિસ્તારો કે 80 ટકાથી વધુ મતદારો ભાજપનાં સમર્પિત મતદારો હોય. આમ, અલગ-અલગ કેટગરીને ધ્યાનમાં રાખી એ વિસ્તારોની રણનીતિ ઘડી,”.

  “અમે ખાસ કરીને માલધારીઓ, ઠાકોર અને દલિત મતદારોનેં કેન્દ્રમાં રાખી ખાટલા પરિષદો કરી. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ (14 એપ્રિલ)નાં દિવસે દલિત વસ્તી ધરાવતા મત વિસ્તારોમાં પહોંચ્યા અને પત્રિકાઓ વહેંચી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલિતો અને પછાત વર્ગો માટે કરેલા કામોની વાતો કરી. મોદીએ કુંભમેળામાં સફાઇ કામદારોનાં ધોયેલા પગનાં ફોટા બતાવ્યા અને એ મતદારોને ભાજપ તરફ મતદાન કરવા પ્રેર્યા,” હર્ષદ પટેલે ચૂંટણી રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું.

  આ સિવાય, અમિત શાહ ગુજરાત ક્રિકેટ અસોસિએશન સાથે પણ જોડાયેલા હોવાથી સમગ્ર લોકસભા મત વિસ્તારમાં યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટોનાં આયોજકોનો સંપર્ક કર્યો. સહકારી બેંકનાં આગેવાન અને અમિત શાહનાં નજીક ગણતા અજય પટેલનાં માધ્યમથી સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા મતદારોને આકર્ષવામાં આવ્યા. આ સિવાય, અંબાજી પગપાળા જતા સંઘોનાં ભક્તોનો સંપર્ક કરવામાં આવ્યો.

  “અમે 60 હજારથી વધુ લોકોને એવી વ્યક્તિગત જવાબદારી સોંપવામાં આવી કે, દરેક વ્યક્તિ ઓછામાં ઓછા દસ મતદારોને તેમનાં વિસ્તારમાંથી મતદાનનાં દિવસે સવારમાં 10 વાગ્યા પહેલા મતદાન મથક સુધી લઇ જાય અને ભાજપ તરફી મતદાન કરાવે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓનું એક લીસ્ટ બનાવવામાં આવ્યુ અને એ તમામનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવ્યો,” હર્ષદ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું. તેઓ મહિસાગર જિલ્લાનાં પક્ષનાં પ્રભારી છે.

  ઓક્ટોબર 2014માં ગોપીનાથ મૂંડેનાં દિકરી પ્રિતમ મૂંડેને પેટા-ચૂંટણીમાં 6,92,245 મતોથી વિજયી થયા હતા. તેમના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પેટા ચૂંટણીમાં તેમની જીત થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા લોકસભા બેઠક પરથી 5.7 લાખ મતોની લીડથી 2014ની ચૂંટણી જીત્યા હતા.

  આ પહેલા સૌથી વધુ મતોની સરસાઇથી લોકસભા ચૂંટણી જીતવાનો રેકોર્ડ ડાબેરી નેતા અનીલ બસુનાં નામે હતો. તેઓ 5,92,502 મતોની સરસાઇથી ચૂંટણી જીત્યા હતા.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Harshad Patel, Lok sabha polls, અમિત શાહ, ગાંધીનગર`, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन