Home /News /madhya-gujarat /દેશના CAG તરીકે નિમાયેલા મોદી-શાહના વિશ્વાસુ IAS જી.સી. મુર્મુ કોણ છે?

દેશના CAG તરીકે નિમાયેલા મોદી-શાહના વિશ્વાસુ IAS જી.સી. મુર્મુ કોણ છે?

જીસી મુર્મુની ફાઇલ તસવીર

ગુજરાતના પુર્વ આઇએએસ અધિકારી અને પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુ ગિરીશચંદ્ર મુર્મુની કેગના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અમદાવાદ : 5મી ઑગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ થોડા સમયમાં ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ તરીકે જી.સી. મુર્મુની નિમણૂક કરી હતી. મુર્મુ ગુજરાત કેડરના એ આઇએસ અધિકારી છે જેની વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથેની નિકટતા ચર્ચાની એરણે છે. કારણ કે ગિરીશચંદ્ર મુર્મુની (G.C. Murmu) નિમણૂક દેશના CAG Comptroller and Auditor General of India તરીકે કરવામાં આવી છે. કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું. તેઓ રાજીવ મહર્ષિની જગ્યા લેશે. રાજીવ મહર્ષિને વર્ષ 2017માં CAG નિયુક્ત કરાયા હતાં. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહ્યો. આદિવાસી સમાજમાંથી આવતા મુર્મુ દેશના પ્રથમ ટ્રાબલ કેગ પણ છે અને આ પણ એક અલગ પ્રકારની સફળતા છે. જ્યારે તેમની નિયુક્તિ દેશના કેગ તરીકે થઈ છે ત્યારે તેમના કેરિયર વિશે અને કાર્યપ્રણાલી વિશે જાણવું રસપ્રદ રહેશે.

ગિરીશચંદ્ર મુર્મુ પીએમ મોદીના એ માનીતા 'કર્મયોગી'

જી.સી. મુર્મુ વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માનીતા અધિકારી છે. અનેક અહેવાલોમાં તેમને પીએમ અને એચએમના માનીતા અધિકારી તરીકે ગણાવાયા છે. જોકે, તેઓ માનીતા અધિકારી હોવાની સાથે કર્મયોગી છે. આવું એટલા માટે કારણ કે તેમણે ગુજરાતમાં અને ત્યારબાદ કેન્દ્રસરકારમાં જે જવાબદારીઓ સંભાળી તે જાણીને સૌ આ વાતથી સંમત થશે.

આ પણ વાંચો :  નવી શિક્ષણ નીતિમાં દરેક સ્ટુડન્ટને મળશે પોતાને સાબિત કરવાની તકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કોણ છે મુર્મુ

જી.સી.મુર્મુ વર્ષ 1985ની ગુજરાત બેચના આઇએસ અધિકારી છે. નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ 2001માં ગુજરાતના નાથ બન્યા ત્યારે મુર્મુ રાજ્યના રાહત કમિશનર હતા. ત્યારબાદ તેમની નિમણૂક ખાણ-ખનીજ વિભાગના કમિશનર તરીકે થઈ અને તેઓ વર્ષ 2003 સુધી આ વિભાગમાં રહ્યા. ત્યારબાદ મુર્મની નિમણૂક ગુજરાત મેરીટાઇમ બોર્ડના એમડી તરીકે થઈ હતી.

આ નિમણૂક બાદ તેમને એક વર્ષ વિદેશ તાલીમ અર્થે મોકલવામાં આવ્યા હતા. ગાંધીનગરના અનુભવી પત્રકારોના મતે ત્યારબાદ મુર્મુએ પરત વળીને જોયું નથી. મુર્મુએ ત્યારબાદ ગૃહ વિભાગના સચિવ તરીકે કાર્ય કર્યુ. આ એજ સમય હતો જ્યારે અમિત શાહ પ્રથમ વાર ગૃહમંત્રી બન્યા હતા. તેમણે વર્ષ 2008 સુધી આ જ હોદ્દા પર કામ કર્યુ અને તેઓ મોદી-શાહની નજીક આવી ગયા. અલબત વિશ્વાસુ બન્યા.

આ જ સમયે તેમણે કોઓપરેટિવ, વિભાગ, રજિસ્ટ્રાર, અને એમડી એવા હોદ્દાઓ પર કામ કર્યુ. વર્ષ 2008માં તેમની નિમણૂક મુખ્યમંત્રીના કાર્યાલયમાં થઈ હતી. તેમણે સીએમઓ ગુજરાતમાં વર્ષ 2012 સુધી ફરજ બજાવી. આ દરમિયાન તેમણે અમિત શાહની સીબીઆઈ તપાસથી લઈને રાજ્યમાં ચાલી રહેલી અનેક કેન્દ્રને લગતી કાયદાકીય પ્રક્રિયાઓ સુપેરે નિભાવી હોવાના મીડિયા અહેવાલ છે.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા અને મુર્મુની કેન્દ્રમાં નિમણૂક થઈ

વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની ગાદી પર સત્તાની કમાન સંભાળતાની સાથે જ ગુજરાતના તેમના અને અમિત શાહના વિશ્વાસુ અધિકારીઓને દિલ્હીના તેડા શરૂ થઈ ગયા. મુર્મુ તેમા ઉપલી હરોળમાં હતા. વર્ષ 2015માં તેમણે એક્સપેન્ડીચર વિભાગમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ તેમને રેવેન્યુ વિભાગમાં સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ સોંપવામાં આવી.

31 ઑક્ટોબ 2019નાં રોજ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે નિમણૂક

વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ થયા બાદ ઑક્ટોબરની 30મી તારીખે તેમની નિમણૂક જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે થઈ હતી. જ્યાં તેમનો કાર્યકાળ 9 મહિનાનો રહ્યો હતો અને હવે તેમની નિમણૂક કેગ તરીકે થઈ છે.

આ પણ વાંચો :   અમદાવાદ : 8 દર્દીને ભરખી જનાર શ્રેય હૉસ્પિટલ અગ્નિકાંડમાં FSL રિપોર્ટથી ખુલશે રહસ્ય? જાણો પોલીસે શું તપાસ કરી

શિક્ષણ

જી.સી. મુર્મુએ બર્મિંગહમ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યુ છે. અને તેમણે એમએ પોલિટીકલ સાયન્સમાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી કર્યુ છે. તેઓ વર્ષ 1985ની બેચના આઇએએસ તરીકે ઉતિર્ણ થયા અને ત્યારબાદ ફરજ દરમિયાન અનેક તાલિમો મેળવેલી છે.
First published:

Tags: Amit shah, કેગ, નરેન્દ્ર મોદી