પત્ની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારત આવશે, પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે

News18 Gujarati
Updated: February 11, 2020, 7:57 AM IST
પત્ની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારત આવશે, પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે
રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતનો પહેલો પ્રવાસ છે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ભારતનાં પ્રવાસે આવી રહ્યાં છે.

  • Share this:
અમદાવાદ : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ભારતનાં પ્રવાસે આવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતમાં પહેલો પ્રવાસ છે. મળતી માહિતી પ્રમાણે  ડોનાલ્ડ ટ્રમ્પ ભારતનાં પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે.

વ્હાઇટ હાઉસે ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રવાસ અંગેની ટ્વિટ કરીને આ માહિતી આપી છે. જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પ પોતાની આ યાત્રામાં નવી દિલ્હી ઉપરાંત અમદાવાદ પણ આવશે. આ યાત્રા અમેરિકા અને ભારતનાં સંબંધોને વધારે મજબૂત કરશે.


જાણો ગુજરાતનો કાર્યક્રમ

ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા આવશે જેને કારણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યારથી જ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમની અંદરનાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને પાસ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. તેઓ અમદાવાદ એરપોર્ટ, સાબરમતી આશ્રમ, મોટેરા સ્ટેડિયમનું નિરિક્ષણ કરશે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમ ખાતે 'હાઉડી ટ્રમ્પ' જેવો ભવ્યાતિભવ્ય સમારોહ યોજાઇ શકે છે.

મોટેરા સ્ટેડિયમ પણ આવશે

મળતી માહિતી પ્રમાણે, અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી રહી છે. જેમાં મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત નિશ્ચિત કરાઇ છે. મોટેરા ખાતેનાં કાર્યક્રમનો સમય બપોરે ત્રણ વાગ્યાથી સડા પાંચ વાગ્યા સુધીનો નક્કી થયો છે.

આ પણ વાંચો : એસિડ અટૅકનાં 4 વર્ષ : 'કાજલ'ને કોઇની નજર લાગી ગઇ અને બગડી આખી જિંદગી

નોંધનીય છે કે, વિદેશ મંત્રાલયનાં પ્રવકતાએ નવી દિલ્હીમાં એક બ્રીફિંગમાં કહ્યું હતું, આ ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રવાસ અંગે મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે. જ્યારે પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિને મળ્યા તો તેમણે ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ આપ્યુ હતું. બંને દેશ આ અંગે વાતચીત કહી રહ્યું છે. જેવી સટીક માહિતી આવશે તરત જ અમે શેર કરીશું.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 11, 2020
વધુ વાંચો
अगली ख़बर