OMG! અમદાવાદના ASI મોર્નિંગ વોક કરવા ગયાને લૂંટારુઓ સવા લાખની ચેઇન લૂંટી ગયા
OMG! અમદાવાદના ASI મોર્નિંગ વોક કરવા ગયાને લૂંટારુઓ સવા લાખની ચેઇન લૂંટી ગયા
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad Crime News: અમુક કિસ્સામાં પોલીસ (Police) પ્રજાને ન્યાય નથી અપાવી શકતી એટલે કે લૂંટારુઓ કે ચોર સુધી પહોંચી શકતી નથી અથવા પહોંચવા માંગતી હોતી નથી.
અમદાવાદ: શહેરભરમાં અવાર નવાર ચોરી કે લૂંટના (theft and loot) કિસ્સા બનતા હોય છે. અને તેમાં ભોગ બનનાર પોલીસ પર આશા રાખીને બેઠા હોય કે પોલીસ આરોપીઓને પકડે અને ભોગ બનનાર ને ન્યાય અપાવે. અમુક કિસ્સામાં પોલીસ આ બાબતમાં ખરી પણ ઉતરે છે. જોકે અમુક કિસ્સામાં પોલીસ (Police) પ્રજાને ન્યાય નથી અપાવી શકતી એટલે કે લૂંટારુઓ કે ચોર સુધી પહોંચી શકતી નથી અથવા પહોંચવા માંગતી હોતી નથી.
જોકે હવે તો અમદાવાદ માં લૂંટારુઓના રાજમાં પોલીસ પણ અસુરક્ષિત છે. પૂર્વ વિસ્તારમાં એક એ.એસ.આઈ મોર્નિંગ કરવા નિકળયા હતા. ત્યાં જ બાઇક પર આવેલા બે શખ્સો તેમના ગળામાંથી સવા લાખની સોનાની ચેઇન જ લૂંટી ફરાર થઇ ગયા હતા. સમગ્ર બાબત ને લઈને તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે લોકોનું રક્ષણ કરવામાં ક્યાંક પાછી પડતી પોલીસ એ.એસ.આઈને લૂંટનાર સુધી પહોંચી શકે છે કે કેમ તે પ્રશ્ન છે.
નિકોલ પોલિસસ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા મનુભાઈ પરમાર રખિયાલ ખાતે રહે છે. પત્ની અને ત્રણ સંતાન સાથે તેઓ રહે છે. સવારે પાંચેક વાગ્યે તેઓ ઘરેથી નીકળી ન્યુ કોટન મિલ તરફ ચાલવા નિકળયા હતા. ચાલતા ચાલતા તેઓ નાગરવેલ હનુમાન પાસે પહોંચ્યા ત્યારે બાઇક પર બે લોકો આવ્યા હતાં.
એ.એસ.આઈ મનુભાઈ હજુ કઈ સમજે તે પહેલા જ આ શખ્સો એ તેમના ગળામાંથી 1.25 લાખની મતાની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. મનુભાઈ એ બુમાબૂમ કરી પણ વહેલી સવાર હોવાથી ત્યાં કોઈ હાજર નહોતું છતાંય તેઓએ દોડીને આ બાઇક સવારોનો પીછો કર્યો હતો.
પણ બાઇક સવાર સમયનો લાભ લઇ બાઇક પુરઝડપે ચલાવી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. નાગરવેલ હનુમાન મંદિર તરફ ભાગેલા આ બને લૂંટારુઓ હાથમાં ન આવતા મનુભાઈ ને સવારની નોકરી હોવાથી તેઓ પોલીસસ્ટેશન જતા રહ્યા હતા.
પણ બાદમાં તેઓએ ફરીયાદ આપતા હવે અમરાઈ વાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહે છે કે સામાન્ય જનતાની મતા લૂંટાતા પોલીસ પાછી પાની કરતી જોવા મળે છે ત્યારે પોલીસકર્મી જ લૂંટનો ભોગ બનતા પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકે છે કે કેમ?
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર