AMC નાણાં વિભાગ અને હાઉસિંગ પ્રોજેકટ વિભાગના અણઘડ વહીવટના પગલે 3 કરોડની ગ્રાન્ટ ક્યા ગુમ થઇ?

AMC નાણાં વિભાગ અને હાઉસિંગ પ્રોજેકટ વિભાગના અણઘડ વહીવટના પગલે 3 કરોડની ગ્રાન્ટ ક્યા ગુમ થઇ?
AMC નાણાં વિભાગ અને હાઉસિંગ પ્રોજેકટ વિભાગના અણઘડ વહીવટના પગલે 3 કરોડ ગ્રાન્ટ ક્યા ગુમ થઇ?

RTI કાર્યકર્તા રાજેશ સોલંકીએ આરોપ મુક્યો છે કે એએમસીના નાણા વિભાગ અને હાઉસિંગ પ્રોજેકટ સ્લમ નેટવર્કિગ પ્રોજેકટમાં અણઘડ વહીવટના કારણે કરોડ રૂપિયાની મળેલ ગ્રાન્ટનો ક્યા ખર્ચ થયો તેનો કોઇ હિસાબ મળતો નથી

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વર્ગ ચારના કર્મચારીઓ માટે સ્લમ ક્વાર્ટર કે સફાઇ કામદાર ક્વાર્ટરને રિપેરીંગ માટ કરોડો રૂપિયા ગ્રાન્ટ સરકાર દ્વારા ચુકવણી થઇ હોવા છતા તેનો ક્યા ઉપયોગ થયો તે અંગે આરટીઆઇ કાર્યકર્તા રાજેશકુમાર સોલંકીએ માહિતી માંગી હતી. રાજેશ સોલંકીએ આરોપ મુક્યો છે કે એએમસીના નાણા વિભાગ અને હાઉસિંગ પ્રોજેકટ સ્લમ નેટવર્કિગ પ્રોજેકટમાં અણઘડ વહીવટના કારણે કરોડ રૂપિયાની મળેલ ગ્રાન્ટનો ક્યા ખર્ચ થયો તેનો કોઇ હિસાબ મળતો નથી.

આરટીઆઇ કરનાર રાજેશકુમાર સોલંકીએ જણાવ્યું હતું કે આરટીઆઇ માહિતીમાં રાજ્ય સરકાર સફાઇ કામદાર વિકાસ નિગમ અને એએમસી નાણા વિભાગે કરેલ ખર્ચેની રકમમાં તફાવત આવી રહ્યો છે. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ સફાઇ કામદારોની રહેણાક પરિસ્થિત જોઇ રહેણાકમાં સુધારા વધારા કરવા માટે 3.97 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરી હતી. ગુજરાત વાલ્મિક સફાઇ કર્મચારી સંઘના નેજા હેઠળ આ ગ્રાન્ટ રકમ ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમે ફાળવણી કરી હતી. પરંતુ આજ દિન સુધી આ ગ્રાન્ટ ઉપયોગ ક્યા થયો છે તેની કોઇ સ્પષ્ટતા એએમસી તરફથી મળી નથી.



આ પણ વાંચો - અમદાવાદની સેવાભાવી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલમાં કરાઇ દાનની સરવાણી

જેથી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ પાસે આરટીઆઇ માહિતી માંગવાનાં આવી હતી કે જેમા નિગમે જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકાને 2001માં 3.97 કરોડની રકમ ફાળવવામાં આવેલ જે પૈકી બાકી રહેલ રકમ રૂપિયા 99.50 લાખ અમદાવાદ મહાનગરપાલિકાને 2008માં પરત કરેલ છે.

વધુમાં આરટીઆઇ કરનાર સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકાએ 99.50 લાખ બાદ કરતા અન્ય ગ્રાન્ટ ક્યા વાપરવાના આવી તે અંગે માહિતી માંગવામાં આવી હતી . જેનો જવાબ ગત 28 એપ્રિલ 2021ના રોજ નાણા વિભાગે આપ્યો હતો કે નાણા ખાતાના રેકર્ડ મુજબ સને 2001મા ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર તરફથી સફાઇ કામદારોના આવાસોના રિપેરિંગ અર્થે ગ્રાન્ટ ફાળવામા આવેલ નથી . આ ઉપરાત હાઉસિંગ પ્રોજેકટ / સ્લમ નેટવર્ક પ્રોજેક્ટ વિભાગે પણ 29 એપ્રિલે માહિતી જવાબ આપતા કહ્યું હતુ કે ગાંધીનગર તરફથી કોઇ રકમ કે ગ્રાન્ટ રિપેરિંગ માટે ફાળવણી કરાઇ નથી .

ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા કર્મચારી સંકલન સમિતિના સલાહકાર પિયુષભાઇ પરદેશી જણાવે છે કે આ બધી માહિતી ઓન રેકર્ડ હોય , ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ કે મહાનગર પાલિકા સંબંધિત ખાતાના અધિકારીઓમાંથી સાચું કોણ તે તપાસનો વિષય છે. નાણા વિભાગની જવાબદારી છે કે જે પણ ગ્રાન્ટ આવી હોય તેનો હિસાબ બરાબર રાખવો જોઇએ. ગ્રાન્ટની 99.50 લાખ રૂપિયા ક્યા ખાતાએ હોદ્દેદારોની જાણ લઇ પરત મોકલાવેલ છે તે પણ એક ગંભીર પ્રશ્ન અને તપાસ વિષય બંને છે.

અગાઉ ગોમતીપુર અને નરોડા વિસ્તારમાં આવલે સફાઇ કર્મચારીઓના આવાસ જર્જરિત થતા અનેક દુર્ઘટના બની છે. તેમ છતા સરકાર ગ્રાન્ટ આપી છે તો તેનો ઉપયોગ કર્યો તેનો કોઇ વિભાગ પાસે જવાબ નથી. અમદાવાદ શહેરમાં 16થી વધુ વર્ગ ચાર સફાઇ કર્મચારી માટે કવાર્ટર આવેલા છે જે આજે પણ જર્જરિત છે.

આ અંગે એએમસી સંબંધિત અધિકાર પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે એએમસી પાસે ભુતકાળમા આટલા જૂના વર્ષની માહિતી ઉપલબ્ધ નથી. હાલ સરકાર સ્લમ ક્વાર્ટર માટે પીપીપી ધોરણે નવી પોલીસી બનાવી છે. જેમા 2500 આવાસ નવા તૈયાર કરાયા છે.
Published by:Ashish Goyal
First published:May 14, 2021, 17:46 pm

ટૉપ ન્યૂઝ