અમદાવાદ : પતિએ પત્નીને જૂના પ્રેમી સાથે વાત કરતા પકડી પાડી અને થઇ જોવા જેવી!


Updated: January 16, 2020, 12:28 PM IST
અમદાવાદ : પતિએ પત્નીને જૂના પ્રેમી સાથે વાત કરતા પકડી પાડી અને થઇ જોવા જેવી!
પ્રતિકાત્મક તસવીર

પરિણીતા મોબાઇલ ફોનમાં પોતાના જૂના પ્રેમીના ખબરઅંતર પૂછી રહી હતી ત્યારે જ પતિ ઘરે આવી ગયો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરના દાણીલીમડા વિસ્તારમાં જૂના પ્રેમ પ્રકરણનો એક મામલો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને ચાર આરોપીઓ ભેગા મળીને ઢોર માર મારીને ઘાયલ કરી નાખ્યો હતો. ફરિયાદી સંજય ભાઈ (નામ બદલાવ્યું છે) અને આરોપીની પત્ની કરીના (નામ બદલાવ્યું છે) વચ્ચે પહેલા પ્રેમ સંબંધ હતો. ગત 13 તારીખે આરોપીની પત્ની ફરિયાદીને ફોન કરીને તેના ખબરઅંતર પૂછી રહી હતી ત્યારે તેનો પતિ ત્યાં પહોંચી ગયો હતો. જૂના પ્રેમી સાથે ફોન પર વાતચીત કરવા બદલ પતિએ તેની પત્નીને ઠપકો આપ્યો હતો.

ફરિયાદ પ્રમાણે ફરિયાદીના તેની ઘરની સામે રહેતી એક પરિણીત મહિલા સાથે અગાઉ પ્રેમસંબંધ હતા. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં હાલમાં પરિણીતા સાથે કોઈ જ પ્રેમ સંબંધ ન હોવાનું જણાવ્યું છે.

જે બાદમાં તારીખ 14મી જાન્યુઆરીના રોજ રાત્રે ફરિયાદી પોતાના ઘરની બહાર પાન પાર્લર પર હતો ત્યારે તેના ભાઈ અને ભત્રીજાનો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, તેની પૂર્વ પ્રેમિકાના પતિ સહિત ચાર લોકો જૂની અદાવતને લઈને ઘરની બહાર ગાળો આપી રહ્યાં છે.

આ પણ વાંચો : રાજકોટ ફાયરિંગ કેસ : મૃતકની પત્નીનું આક્રંદ, 'મારા પેટમાં ઉછરી રહેલા બાળકનું શું થશે? PSI સામે હત્યાનો ગુનો નોંધો'

ફરિયાદી ઘર પાસે પહોંચ્યો ત્યારે મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. તે ઘર પાસે પહોંચ્યો ત્યારે આરોપી તેની પૂર્વ પ્રેમિકાના પતિ સહિત ચારેય ભાઈઓ જોર-જોરથી ગાળો બોલી રહ્યા હતા. ફરિયાદીએ ગાળો ન બોલવા કહેતા આરોપીઓ ભેગા થઈને ફરિયાદીને ઢોર માર માર્યો હતો અને પોકેટમાંથી પંચ કાઢીને ફરિયાદીના માથામાં મારી દીધો હતો.

આ સમગ્ર ઘટના વખતે પાડોશીઓ દોડી આવ્યા હતા અને ફરિયાદીના ભાઈ અને ફરિયાદીને છોડાવીને 108 બોલાવી હતી. ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ચારેય ભાઈઓ ઘર છોડી ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈપીસી 324, 323, 294(બી), 114 અને જીપીએ એક્ટ 135(1) મુજબ ફરિયાદ લઈ આરોપીની તપાસ શરુ કરી છે.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर