IASનો એકરાર, 'I love u and my daughter', સામે મહિલાએ કહ્યું, 'હવે તું જોજે'

News18 Gujarati
Updated: July 26, 2019, 8:00 AM IST
IASનો એકરાર, 'I love u and my daughter', સામે મહિલાએ કહ્યું, 'હવે તું જોજે'
ગૌરવ દહિયા અને મહિલા વચ્ચેની વોટ્સએપ ચેટ થઇ હતી

દહિયાએ ચેટમાં કહ્યું કે, 'હું ખુબ દિલગીર છું, તું જાણે છે, હું દીલના ઊંડાણથી તારી માફી માંગુ છું.'

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાત કેડરનાં આઈએએસ ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલાનું કથિત પ્રેમપ્રકરણ ચર્ચાનાં ચકડોળે ચડ્યું છે. ત્યારે ગૌરવ દહિયા અને મહિલા વચ્ચેની વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમા દહિયાએ પોતે ખોટું કર્યું હોવાની કબૂલાત કરી સ્વીકાર્યું છે કે 'હું તને અને મારી દીકરીને પ્રેમ કરું છું. તું જાણે છે કે હું તમારા બન્ને માટે મરી પણ શકું. પણ પરિસ્થિતિને હાથે લાચાર છું.' મહિલાએ કહ્યું હતું કે એક મહિના પહેલાં મોબાઇલ પર આ ચેટ થઈ હતી.

વોટ્સએપ ચેટમાં કરેલી વાતચીત આ પ્રમાણે છે.

દહિયા- હું ખુબ દિલગીર છું, તું જાણે છે, હું દીલના ઊંડાણથી તારી માફી માંગુ છું. હું બધુ સંભાળી લઇશ. મને તક આપ. તને નથી ખબર કે તે મારા માટે કેટલું અઘરું છે. આઇ એમ સોરી.

આ પણ વાંચો : રાજ્યના IAS ઓફિસરને દિલ્હીની મહિલા બ્લેકમેલ કરતી હોવાની ફરિયાદ

એ પછી દહિયા એક પિક્ચર મેસેજ મોકલ્યો જેમાં લખેલું છે કે,
જ્યારે બીજું કોઇ આપણી ટીકા કરે ક્યારે આપણે તેમના મંતવ્યને નકારી દઇ શકીએ છીએ. પણ જ્યારે આપણે આપણી જાતની જ ટીકા કરીએ ત્યારે આપણું મન તે ટીકાને સ્વીકારે છે. આપણે પોતાને આપણી જાત પર કરેલી ટીકાથી ક્યારેય બચાવી શકતાં નથી. જ્યારે તમે જાતને પોતાના અંગે કશું કહો છો તો તેની કાળજી લો.
ગૌરવ દહિયા અને મહિલા વચ્ચેની વોટ્સએપ ચેટ


દહિયા- પણ હું તને કહું, કે હું તને ક્યારેય છોડીશ નહીં. હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું અને મારા જીવનમાં હું બધું જ નીભાવતો રહ્યો છું. તું મને સજા અપાવી શકે છે. પણ તે છતાં હું તને અને મારી દીકરીને પ્રેમ કરું છું. તું જાણે છે કે હું તમારા બન્ને માટે મરી પણ શકું. પણ પરિસ્થિતિને હાથે લાચાર છું. તે છતાં હું મારાથી બનતાં ઉત્તમ પ્રયત્ન કરીશે. મને ખબર છે તારી સાથે ખૂબ ખરાબ થયું છે.

ગૌરવ દહિયા અને મહિલા વચ્ચેની વોટ્સએપ ચેટ


આટલી ચેટ પછી દહિયાએ સતત વોટ્સએપ કોલ કર્યાં પરંતુ મહિલાએ ઉઠાવ્યાં નહીં જે બાદ ફરી મેસેજ કર્યો.

દહિયા- પ્લીઝ યાર, સમજવાનો પ્રયત્ન કર. કોઇની સાથે વાત કરી લે. હું દરેક બાબત માટે માફી માગું છું. હું જાણું છું કે હું ખોટો છું.

ગૌરવ દહિયા અને મહિલા વચ્ચેની વોટ્સએપ ચેટ


મહિલા- ઓફિસવાળાને આ બધું બકજે. એક સેકન્ડ પણ રહી શકતો નહતો ને? હવે તુ જોજે.

આ પણ વાંચો : દિલ્હીની મહિલા 2017માં અમદાવાદની હોટલમાં રોકાઇ હતી, IAS દહિયા સાથે થયો હતો ઝઘડો

CM રૂપાણીએ આપ્યા તપાસનાં આદેશ
મુખ્યમંત્રી રૂપાણીએ ત્રણ મહિલા IAS સહિત પાંચ અધિકારીઓની સમિતિની રચના કરી છે. આ સમિતિને મુખ્યમંત્રીએ ત્વરિત તપાસ કરીને અહેવાલ રજૂ કરવા માટે સૂચના આપી છે. આ સમિતિ વાહનવ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમરને આ સમિતિના અધ્યક્ષ બનાવાયાં છે. આ ઉપરાંત ઉદ્યોગ કમિશ્નર મમતા વર્મા તથા ટ્રાન્સપોર્ટ કમિશનર સોનલ મિશ્રા તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવ દેવી પંડ્યા તથા સભ્ય સચિવ તરીકે નાયબ, સંયુક્ત અથવા અધિક સચિવકક્ષાના મહિલા અધિકારી રહેશે.
First published: July 26, 2019
વધુ વાંચો
अगली ख़बर