Home /News /madhya-gujarat /

Ahmedabad: વિચિત્ર ઘટના! Whats appમાં થયેલી ચર્ચા હત્યા સુધી પહોંચી, છરી વડે નિવૃત આર્મી જવાનની કરાઈ હત્યા

Ahmedabad: વિચિત્ર ઘટના! Whats appમાં થયેલી ચર્ચા હત્યા સુધી પહોંચી, છરી વડે નિવૃત આર્મી જવાનની કરાઈ હત્યા

નિવૃત આર્મી જવાનની તસવીર

ex army man murder crime: સમાજના વોટ્સએપ ગ્રુપમાં વિવાદાસ્પદ મેસેજ કરતા કુટુંબીજને નિવૃત આર્મી જવાનની હત્યા કરી નાંખી હતી. અને નવરંગપુરાનો પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના (Ahmedabad news) બાવળામાં (murder in bavla) ખુનીખેલ ખેલાયાની ચકચારી ઘટના બની હતી. અહીં સમાજના વોટ્સએપ ગ્રુપમાં (whats app group) વિવાદાસ્પદ મેસેજ કરતા કુટુંબીજને નિવૃત આર્મી જવાનની હત્યા (ex army man murder) કરી નાંખી હતી. અને નવરંગપુરાનો પોલીસ કોન્સ્ટેબલ (Navrangpura police constable) પર હુમલો થતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતાં બાવળા પોલીસે એકજ પરિવારના ચાર (family) સભ્યો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જીલ્લાના બાવળામા આવેલા ભાગ્યશ્રી સોસાયટીમાં હિંસક જુથ અથડામણ થઇ છે જેમાં એક નિવૃત આર્મી જવાનની ઘટના સ્થળ પર હત્યા કરવામાં આવી છે જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજા પામ્યો છે.

ભાગ્યશ્રી સોસાયટીમાં બનેલી આ ઘટનામાં હર્ષદ ઉર્ફે હસમુખ ગઢવીએ નિવૃત આર્મી જવાન જયપાલસિંહ ગંભીરસિંહ ગઢવી ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેમાં તેનું મોત થયુ છે જ્યારે જયપાલસિંહને બચાવવા માટે પડેલા અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ કૃણાલ નવલસિંહ ગઢવી ઉપર પણ હસમુખ ગઢવી અને તેના પરિવારે છરી વડે હુમલો કર્યો હતો.

આ ઘટનામાં પોલીસ કર્મચારી  ઇજાગ્રસ્ત થતા સારવાર માટે અમદાવાદ ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી ગઢવી સમાજમાં શોક ફેલાયો છે.. પરિવારે આરોપીઓને સજા મળે તેવી માંગ કરી છે.આ હત્યા કેસમાં તપાસ કરતા ખુલ્યું છે કે મૃતક અને આરોપીઓ સંબધીઓ થાય છે.

મૂળ રણાસર ગામના છે.. આ ગામમાં આરોપી હસમુખની પત્ની રેણુકા સરપંચ હતી.. પરંતુ રેણુકાને સરપંચ પદેથી સસ્પેન્ડ કર્યા હતા.. જેથી આરોપીઓને મૃતકના કારણે સસ્પેન્ડ કર્યા હોવાનું મનદુઃખ હતું . જેથી ગઈ કાલે રાત્રે ગઢવી સમાજનું વોટ્સએપ ગ્રુપમાં કોઇક ચેંટીગ બાબતે મામલો બીચક્યો હતો.

ચેંટીગ વિવાદાસ્પદ હોવાથી હસમુખ ગઢવી અને જયપાલ સિંહ ગઢવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બન્ને બાજુબાજુની સોસાયટીમાં રહેતા હોવાથી જયપાલસિંહ અને કુણાલ હસમુખના ઘરે પહોંચ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા હસમુખે સોસાયટીમાં બધાની સામે ઉપરાછાપરી જપયાલસિંહ ઉપર છરીના ઘા ઝીંકી દીધા હતા.

આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

આ હિંસક ઘટનામાં જયપાલસિંહનું ઘટના સ્થળે મોત થયુ હતું જ્યારે કૃણાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બાવળા પોલીસે જયપાલસિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી છે.બાવળા પોલીસે હત્યા કેસમાં હસમુખ ગઢવી, તેની પત્ની રેણુકા ગઢવી, પુત્ર પૃથ્વી ગઢવી અને ભાઈ સુરેશ ગઢવી  વિરુદ્ધ ગુનો નોંધી ને હસમુખ ગઢવીની ધરપકડ કરી છે.. જ્યારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Murder case, અમદાવાદ, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર