કોરોના વાયરસઃ હૉટસ્પૉટ વિસ્તારમાં રહેનારા લોકો કઈ વાતોનું ધ્યાન રાખે?

News18 Gujarati
Updated: April 9, 2020, 8:13 AM IST
કોરોના વાયરસઃ હૉટસ્પૉટ વિસ્તારમાં રહેનારા લોકો કઈ વાતોનું ધ્યાન રાખે?
સૌથી પહેલા તમે તમારા રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ કે શહેરની આધિકૃત વેબસાઇટ પર જાવ. ગુજરાતમાં રહેલા લોકો માટે નીચેની લિંક મદદરૂપ થઇ શકે છે. https://www.digitalgujarat.gov.in/Citizen/CitizenService.aspx અહી તમને એપ્લાય ઇ પાસ પર ક્લિક કરવાનું રહેશે.

હૉટસ્પૉટ વિસ્તારોમાં રહેનારા લોકો પર કેવા પ્રકારના પ્રતિબંધો હશે અને તેમણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

  • Share this:
અમદાવાદઃ દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 700થી વધુ કેસ સામે આવ્યા છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના કારણે 140થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સંક્રમણના ખતરાને જોતાં રાજ્ય અને દેશના અનેક હિસ્સાઓમાં હૉટસ્પૉટ (Hotspot) ની ઓળખ કરવામાં આવી છે. આ એ વિસ્તાર છે જ્યાંથી કોરોનાના સૌથી વધુ દર્દીઓ સામે આવ્યા છે. આ વિસ્તારોને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યા છે. હૉટસ્પૉટ વિસ્તારોમાં અમદાવાદ (Ahmedabad), સુરત (Surat) અને ભાવનગર (Bhavnagar)ના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આવો એક નજર કરીએ કે આ વિસ્તારોમાં રહેનારા લોકો પર કેવા પ્રકારના પ્રતિબંધો હશે અને તેમણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

શું હોય છે હૉટસ્પૉટ?

આ તે વિસ્તાર છે જ્યાંથી કોરોનાના સૌથી વધુ દર્દી સામે આવ્યા છે. એવામાં કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે એવા વિસ્તારોને સમગ્રપણે સીલ કરી દેવામાં આવે છે. હૉટસ્પૉટ હેઠળ કોઈ મોહલ્લો, સોસાયટી, એપાર્ટમેન્ટ કે કોઈ ખાસ રોડની આસપાસના વિસ્તારોને બિલકુલ બંધ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો, કોરોના વાયરસથી લડવા માટે અનેક ખૂબીવાળા N-95  માસ્ક કેમ જરૂરી?

હૉટસ્પૉટ વિસ્તારોમાં શું કરી શકીએ અને શું નહીં?

> આ વિસ્તારોને સમગ્રપણે સીલ કરી દેવામાં આવે છે.> વિસ્તારની અંદર અને બહાર જતાં પોઇન્ટ્સને પૂરી રીતે સીલ કરી દેવામાં આવે છે.
> કોઈ પણ દુકાનને ખોલવાની મંજૂરી નથી હોતી. ત્યાં સુધી કે મેડિકલ સ્ટોરને પણ બંધ કરી દેવામાં આવે છે.
> પ્રશાસન તરફથી દરેક જરૂરી સામાનની હોમ ડિલીવરી કરાવવામાં આવે છે.
> એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડને પણ એન્ટ્રી માટે પરમિશન લેવી પડે છે.
> હૉટસ્પૉટ વિસ્તારોમાં મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. માત્ર ડૉક્ટરોને જવાની મંજૂરી હોય છે પરંતુ તેઓ પણ સ્પેશલ પાસના માધ્યમથી.
> ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવશે કે કોઈનામાં સંક્રમણના લક્ષણ તો નથી કે કોઈ વ્યક્તિ પોઝિટિવ દર્દીના સંપર્કમાં તો નથી આવ્યા તે અંગે પણ તપાસ કરાશે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં પોલીસનું ડ્રોન જોઈ શખ્સ ઝાડની પાછળ સંતાયો, પછી લગાવી દોટ, Viral Video

 
First published: April 9, 2020, 8:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading